Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 320
________________ ભરતને તો ભોં ભારે થઈ પડી હતી. એનાં ચક્રવર્તીપદનાં સ્વપ્ન સાવ સરી જતાં દેખાતાં હતાં. ભરતદેવ એ માટે કટિબદ્ધ થઈ રહ્યા હતા. પૃથ્વીનાથના ગૃહત્યાગ પછી, વિરક્તમના સુંદરી પલટાઈ ગઈ હતી. એનાં અંતર પર પિતાના ગાદીત્યાગની એટલી પ્રબલ અસર પડી હતી કે સદા પોતાના સુંદર દેહને જોનારી હવે એ ભીતરમાં જોવા યત્ન કરતી. ખંજન પક્ષીના જેવી એની ચંચળતા ઓછી થઈ ગઈ હતી. પિતાના ત્યાગધર્મના વિચારો એને સતત સતાવ્યા કરતા હતા. ગંભીર મનવાળી બ્રાહ્મી આખો દિવસ એકાંતમાં પડી રહેતી, અને એનું કાર્ય કરતી. મયૂરપિચ્છના સાધનથી એ કંઈ લીંટા દોરતી, ભૂંસતી ને વળી દોરતી. સુંદરી ઘણી વાર એની સાથે બેસતી, પણ થોડી વારમાં એનું ચંચળ મન આ ઠંડી ક્રિયાને બદલે કંઈક જીવન્ત ક્રિયા માગી લેતું. માતા મરુદેવા તો તે દિવસથી જ અસ્વસ્થ હતાં. કોઈ પુત્રની વાત કાઢતું તો એ બોર બોર જેવડાં આંસુડાં ઢાળતાં, હવે રોતાં રોતાં આંસુય ખૂટ્યાં હતાં, ને લોચન પણ ઝંખવાયાં હતાં. દેહ તો હાડપિંજર બની ગયો હતો. પ્રાતઃકાળે રાજા ભરતદેવ નમસ્કાર કરવા જતા ત્યારે મરુદેવા વિલાપ કરતાં કહેતાં : સર્વસ્વને “ભરત ! મારો પુત્ર મને, સુમંગલાને, પ્રજાને, રાજલક્ષ્મીને છાંડીને ચાલ્યો ગયો, ને વનવાસી બની ગયો; રે ! તોય મને મૃત્યુ ન આવ્યું. ભરત, તું પુરુષ છે, માતા નથી. પુત્ર માટેનો માતાનો વલવલાટ તું શું જાણે ? અરે, મારો વૃષભ, એરાવતનો અવતાર, આજ પગપાળા ક્યાં ક્યાં ઘૂમતો હશે ? અરે, એક ડાંસમાત્રથી જેની નિદ્રા તૂટી જતી હતી, એ ડાંસ ને માખીઓના ઝુંડ વચ્ચે સૂતો હશે. અરે પદ્મખંડ જેવો કોમળ એ વર્ષાનાં વાવાઝોડાં શે સહતો હશે ? અરે, માલતીના ગુચ્છ જેવો એ હેમંતના હિમપાત કેમ વેઠતો હશે ? રે, વનવાસી હસ્તીના જેવો એ ઉનાળામાં જળ વિના કેમ જીવતો હશે ? ભરત, મારો પુત્ર આશ્રયહીન બની, અન્નહીન બની, સામાન્ય જનની જેમ વનજંગલોમાં ભટકે છે, ને તું અહીં રાજપ્રાસાદોમાં મજા કરે છે ! તેં કોઈ દિવસ એની ખબર પણ કઢાવી છે ખરી ?’ “મા, સાગરનો તરનાર જેમ કંઠે વળગેલ શિલાનો ત્યાગ કરે, એમ એમણે આપણો ત્યાગ કર્યો છે. વજ્રના સારરૂપ મારા પિતાના આપ જનની છો; ધૈર્યના ડુંગર મારા પિતાજીનાં આપ માતા છો. આવાં આક્રંદ આપને મારો વૃષભ * ૩૦૧ Jain Education International – For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330