Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 321
________________ ન શોભે ! પિતાજી યોગ્ય કાળે અહીં આવશે, એવી મને શ્રદ્ધા છે.” માતા મરુદેવા ભરતના આ શબ્દોથી ક્ષણિક આશ્વાસન પામતાં. દેવી સુમંગલાની સ્થિતિ તો આથીય વિચિત્ર હતી. તેઓ ન આક્રંદ કરતાં, ન વિલાપ કરતાં; શાંતિથી, સ્વૈર્યથી જીવતાં, વૃષભને યાદ કરતાં કરતાં, કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની જેમ, એ ગળતાં જતાં હતાં. બ્રાહ્મી ને સુંદરી હમેશાં એમની સેવામાં ખડાં રહેતાં. એમનો રોગ સહુ જાણતાં, પણ એનું ઔષધ કોઈની પાસે નહોતું. એક દિવસ શાંતિથી એમણે સદાને માટે આંખો મીંચી દીધી. ભરતે એમના દેહને ક્ષીરસાગરમાં પધરાવ્યો. પિતાજીએ અયોધ્યાનો ત્યાગ કર્યો, એ અરસામાં જ બાહુબલી પોતાના ભાગમાં આવેલ બહલી દેશ તરફ ચાલ્યો ગયો હતો. સુંદરીએ તો એને છોડ્યો હતો. બ્રાહ્મીએ પણ સાથે આવવા ના કહી. માતા મરુદેવા, માતા સુમંગલા ને મોટાભાઈ ભરતની રજા લઈ એ વિદાય થયો. દેશ દૂર હતો, માર્ગ સરળ નહોતો. બાહુબલી ગયો તે ગયો. એ પછી એના કંઈ વર્તમાન ન મળ્યા. આજ એ જ અયોધ્યાનગરીના રાજપ્રાસાદમાં માતા ને પુત્ર ગજપુરનગરથી આવેલ પ્રવાસી જન પાસેથી પૃથ્વીનાથે સ્વીકારેલી ભિક્ષાની વાત સાંભળી રહ્યાં હતાં. “અરે, શ્રેયાંસ કેવો સદ્ભાગી ! મા જેવી થઈને હું નિરાંતે પ્રાસાદમાં બેઠી છું, ને દીકરો વનવન ભૂખ્યો ને તરસ્યો ફરે છે !'' “માતા, સમર્થની ચિંતા ન હોય. જેણે મહાન ઉન્નતિ માટે સર્વસ્વ ત્યાગ્યું હોય, એને વળી આવા ઉત્પાત મૂંઝવે ખરા ?” પ્રવાસી, તારી એ કથા ફરી કહે ! વારુ, મારા વૃષભને તેં નજરે નિહાળ્યો હતો ને ? એનો સુવર્ણ વર્ણ કંઈ શ્યામ તો નથી પડ્યો ને ? અરે, એની શેષ રહેલી અલકલટોમાં કોઈએ તેલ સીંચ્યું હતું કે નહીં ?' મા જેવું ઘેલું પ્રાણી સંસારમાં બીજું કોણ છે ? એના જેવું વહાલ પણ ત્રિભુવનમાં કયાં છે ? આ વાતો કદાચ પૂરી ન જ થાત, પણ અચાનક યમક નામનો પ્રતિહારી હાજર થયો. એના મુખ પર આનંદની આભા હતી. એણે ઉચ્ચ સ્વરે કહ્યું : જય હો મહારાજ ભરતદેવનો ! હર્ષના વર્તમાન છે : પૃથ્વીનાથ ઋષભદેવ વનવન ફરતા શાખાનગર પુરિમતાલના શકટાનન નામના ૩૦૨ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330