Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 316
________________ સુંદર ચાંદનીમાં રાજા અને પ્રજા ઉત્સવ ઊજવવા વન-પહાડોમાં જાય છે. રાજા વીણા વગાડે છે અને પ્રજા નૃત્ય કરે છે. ખેતરોમાં પીળાં ધરખમ હૂંડાં હવામાં ઝૂમતાં હોય ત્યારે પણ રાજા ને પ્રજા એકઠાં મળી હર્ષોત્સાહ દાખવે છે. ધનુર્વિદ્યા, અશ્વખેલન કે ગજપરીક્ષામાં સહુ એકરસ બનીને ખેલતાં રહે છે. આવા સુંદર નગરમાં એકદા પડતી રાતે ઉપવન-રક્ષકે આવીને વર્તમાન આપ્યા : “હે રાજાજી, ક્ષિતિજ પર સૂરજ સંધ્યાનાં કિરણો પ્રસારતો હતો ત્યારે પ્રભાતના નવરવિની કાંતિ જેવા પૃથ્વીનાથ ઋષભદેવ ઉપવનમાં પધાર્યા છે; એકાંતમાં ચિંતન-અવસ્થામાં સ્થિર છે.” “અહો, આપણાં ભાગ્ય જાગ્યાં. અરે, આ સર્વ સમૃદ્ધિના નિમિત્ત પિતાજી આજ આપણે આંગણે પધાર્યા છે ! હે પુરજનો, શેષ રાત્રિમાં આપણી આ નગરીને પૃથ્વીનાથના સ્વાગતને યોગ્ય શણગારી લો. પ્રાતઃકાલે સહુ સાથે દર્શને જઈશું.” આખી રાત નગરજનો જાગ્યાં ને શહેરને શણગાર્યું. તેઓએ ઘરબાર, શેરી-ચોટાં તો શણગાર્યાં, પણ પોતાનાં પશુઓને પણ કુંકુમ અને ફૂલમાળથી શોભાવ્યાં. આકાશના ફલક પર દેવી ચિતારો અરુણ પોતાના સોનેરી રંગો છાંટે એ પહેલાં રાજા બાહુબલી ને રાણી વસંતતિલકા સજ્જ થઈને નગરના ચોકમાં આવી ગયાં. રાજહસ્તી બાજુમાં જ ઊભો હતો. રાજાજીને આવ્યા સાંભળી નાના બાળકથી લઈને વૃદ્ધ પુરજનો સુધ્ધાં ત્યાં આવી પહોંચ્યા; ને પૃથ્વીનાથની જય જય બોલાવતાં સહુ આગળ વધ્યાં. સુંદર વાજિંત્રો વાગી રહ્યાં છે. હર્ષના શંખસ્વર ધીરે ધીરે વિકસ્વર થઈ રહ્યા છે. હર્ષના સાગરમાં ઉલ્લાસના તરંગો ઊછળી રહ્યા હતા. એમાં સ્નાન કરતાં સહુ ઉપવન નજીક આવી પહોંચ્યાં. રાજા અને રાણી ઉતાવળાં હાથીથી નીચે ઊતરી ઉપવન તરફ ચાલ્યાં; પણ આ શું ? ઉપવન-રક્ષક શ્યામ મુખે ત્યાં સામે ખડો હતો. “અરે હર્ષમુખ, તું શ્યામમુખ કાં ? આજ આવા આનંદને ટાણે તું વિષાદપૂર્ણ કેમ ?”’ “સ્વામી, રાત્રિ જેમ સરી જાય તેમ રાત્રિની સાથે પૃથ્વીનાથ પણ અન્યત્ર અંતર વસિયા મહારાજ* ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330