Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 314
________________ 33 અંતર વસિયા મહારાજ ઊંચાં ગિરિશૃંગોની પાછળ, સુંદર એવો બહલી નામે દેશ છે. ત્યાં તક્ષશિલા નામની સુંદર નગરી આવેલી છે. ઋષભાત્મજ રાજા બાહુબલીની એ રાજધાની છે. વૃક્ષખંડો, વિશાળ સરોવરો અને સિંધુથી વ્યાપ્ત આ દેશમાં આદર્શ રાજવ્યવસ્થાનો અમલ ચાલે છે. અહીં ધેનુઓ છૂટાં ગૌચરોમાં નિરાંતે દૂર્વા ચરે છે; ખેડૂતો આનંદથી ખેતી કરે છે; ગોવાળો પોતાનાં પશુઓને પ્રેમથી પાળે છે; સંતાન માતા-પિતાનો વિનય કરે છે; પ્રજાને ચાહે છે; રાજા પ્રજાને પોતાના પુત્રવત્ પાળે છે. અહીં ભાઈ-બહેન પરણતાં નથી; બે પાડોશી એક ચીજ માટે ઝઘડતા નથી. ઋષભાત્મજના આ દેશમાં ચોર નથી કે ચોરી નથી; ખપપૂરતું ગમે ત્યાંથી સહુ કોઈને મળી રહે છે. કોઈને આવતી કાલનો અવિશ્વાસ નથી. કોઈને કોઈ તરફ દ્વેષનું કંઈ કારણ નથી, કારણ કે અહીં સંગ્રહમાં કોઈ માનતું નથી. વૃક્ષો ફળથી લચી પડીને કોઈ ભોગીની રાહમાં ઝૂકી જાય છે. નવાણ ઊભરાતાં રહે છે. ધેનુઓનાં સ્તનમાંથી સદા અમી ઝર્યા કરે છે. ખેતરોમાં તો ભૂમિમાતા એવી ઉદાર છે કે એક કણના સહસ્ર કણ કરી આપે છે. પોતાના કરતાં પારકાને સંતુષ્ટ કરવામાં આ પ્રજાજનો ઉત્સાહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330