Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 313
________________ પણ વાર્તા અમને પ્રિય છે. એમનું નામ પણ અમને અમૃતના પાન સમાન છે.’’ “ભાઈઓ, આપણા નગરના શ્રેષ્ઠી સુબુદ્ધિને સ્વપ્ન આવ્યું કે સૂર્ય પોતાનાં સહસ્ર કિરણોથી વ્યુત થયો; એ કિરણો મેં ફરીથી સૂર્યમાં જોડ્યાં. આનો અર્થ પ્રભુનાં પ્રથમ દર્શનથી ને ઇક્ષુરસના પાન પછીનાં દર્શનથી આપોઆપ તમને સમજાઈ ગયો હશે. પણ મને ખરી પ્રેરણા તો મારા સ્વપ્નથી મળી હતી. પ્રાતઃકાળની પહેલી ક્ષણોમાં મેં સ્વપ્નમાં એક ડોલતો ડુંગર દીઠો. સુવર્ણનો એ અચળ મેરુ ચલાયમાન બન્યો હતો. એની સુવર્ણ કાંતિ શ્યામ બની ગઈ હતી. મેં એ ડુંગરને દૂધથી ધોયો. ભાઈઓ, આ સ્વપ્નનો સૂચિતાર્થ ખૂબ ખૂબ વિચા૨ ક૨વા છતાં અમે ન સમજી શક્યા; પણ પ્રભુનાં દર્શન સાથે મને ડોલતા ડુંગરની કલ્પના આવી ગઈ; એ ડોલન શા કારણે હતું, તેનો ચિતાર મારા ચિત્ત સમક્ષ રજૂ થયો. ને જે ભગવાને સર્વ જીવોને સમાન લેખ્યા હતા, જેણે સર્વ તજ્યું હતું એને શાનો ખપ હોય તે મારી મનોભૂમિમાં ઊગી આવ્યું. અન્ન ને જળની ગરજ સારતા તાજા ઇક્ષુરસના ઘડા સામે જ હતા. સારું થવાનું હોય તો સારા સંયોગ આપોઆપ ઊભા થઈ જાય. કાયારૂપી ડુંગરને ડોલતો સ્થિર કરવા માટે મેં ઈક્ષુરસ સામે ધર્યો ને ભગવાને એનો સ્વીકાર કર્યો. આજ મારું જીવન સફળ થયું. આજ આ નગર ધન્ય થયું. આજ સહુ પ્રજાજનો ધન્ય બન્યાં.” “પરમ ભાંગ્યશાળી છો, કુમાર, તમે તો ! પ્રભુને પહેલી ભિક્ષા આપવાના કાર્યથી તમે અમારા પૂજનીય બન્યા.’ પ્રજાજાનોએ ફરીથી નૃત્ય આરંભ્યું. એ ભિક્ષાએ ન જાણે કેટલાંય હૈયાંઓને દિવસો સુધી ડોલતાં રાખ્યાં ! માબાપોએ એની કહાણી ઘડી કાઢીને પોતાનાં બાળકોને કહેવા માંડી. પ્રવાસીઓ એ. નગરીને પવિત્ર માનીને પૂજવા લાગ્યા. ૨૯૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330