Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 294
________________ વિલોપનમાં સદા કેવું ગાયા કરે છે ! તમે પણ શોક કે સંતાપમાં તમારું ગીત વિસારી ન દેશો. તમારા જીવનનું સર્વોત્તમ મધુ અહીં મૂકતા જજો. મધમાખો મધ મૂકીને ચાલી જાય છે, એમ તમે અહીંથી ઊડો તે પહેલાં તમારા વિશે સ્મૃતિ મૂકતા જજો.' પૃથ્વીનાથ આ પ્રકારના ઉત્તરો આપતા આગળ વધ્યા. અયોધ્યાવાસીઓ પોતાના પ્રિય સ્વામીને આવા વેશે ચાલ્યા જતા જોઈ અશ્રુ સારવા લાગ્યા. સ્ત્રીઓ એ દૃશ્ય જોઈ ન શકવાથી આંખો મીંચીને જય જય ધ્વનિ કરવા લાગી. નગરીની ભરી શેરીઓ વચ્ચેથી પ્રભુ નગરબહારના ઉપવનમાં આવ્યા. સુંદર એવા અશોકવૃક્ષ નીચે સ્વસ્થ રીતે ઊભા રહી એમણે વળી કહ્યું : “મારા જીવનથી મારે તમને પદાર્થપાઠ આપવો જોઈએ. મારા શબ્દો કરતાં મારું મૌન, મારી વાણી કરતાં મારું વર્તન હવે તમને માર્ગ દર્શાવશે. હવે તમે મને કેટલાય દિવસો સુધી સાંભળી શકશો નહીં. પાનખર ઋતુમાં તમે કોકિલને ગાતો કદી સાંભળ્યો ? વસંતની મને રાહ છે. એ રાહમાં સ્તબ્ધ મારું મોન મારું ધ્યેય રહેશે.” ને પ્રભુએ એક વાર એકત્ર થયેલા માનવસમુદાય પર નજર નાખી. એ નજરમાં જાણે વિશ્વરૂપતાના નકશા પાથર્યા હતા. વગડાનો વાયુ વંશવૃક્ષોની વચ્ચેથી પાવો વગાડતો વહેતો હતો; પૃથ્વીનાથના ઘનશ્યામ કેશકલાપને સુવર્ણકાંતિવાળા ખભા પર ઉડાડતો, એ એક નવું સૌંદર્ય-કાવ્ય રચી રહ્યો હતો. અરે, ગંધ, માલ્ય ને આભૂષણોના ત્યાગથી પૃથ્વીનાથ કેવા સુંદર દેખાય છે ! અરે, જેને સૌંદર્ય સ્વયં વર્યું હોય એને વળી શણગારની શી ખેવના ! એમનો તપ્ત કાંચનવર્ણી દેહ ને આ શ્યામ કેશવલ્લરી, એમના મોહન-રૂપને ભુવનમોહન બનાવવા માટે પૂરતાં છે. “ભાઈઓ,” પૃથ્વીનાથે પોતાના આજાનબાહુ મુખ તરફ લઈ જતાં કહ્યું, “તમે જાણો જ છો, કે સર્વ ૨સોને પોતાનામાં ઉકાળનાર અગ્નિની શત શિખા વચ્ચે લપેટાઈને પણ નિરાંતે જીવનાર ઘડો, બીજાને ઉકાળતાં પહેલાં પોતે ઊકળે છે. એ પાત્ર બનતાં પહેલાં, એની કસોટી કાજે નિપજાવેલા નિભાડાના મહાઅગ્નિમાં પ્રવેશે છે. મારે પણ એ રીતે તૈયાર થવું જોઈએ. દુઃખનો અગ્નિ મને ન પ્રજાળે, સગવડની મોહિની મને ન સતાવે, શુશ્રૂષાની માયા મને ન સ્પર્શે, તે માટે આજથી મારે કઠોર આરાધના શરૂ કરવી ઘટે. મારા બળને વિશ્વતોમુખ * ૨૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330