________________
“અરે, શું તમે એટલા વ્યાકુળ છો કે વમન કરેલું અન્ન ખાશો ? તજી દીધેલાં રાજને ફરીથી ગ્રહણ કરશો ? ને એક સ્વામીને બદલે બીજો સ્વામી ધારશો ? શું એવા ભ્રષ્ટ જીવન કરતાં મૃત્યુ તમને વધુ પ્રિય લાગતું નથી ? રાજા ભરતના શબ્દો યાદ છે ને ? શું રાજ્યનો એટલો મોહ છે, કે એ ભરતનાં વ્યંગ બાણોથી વીંધાવામાં, એની કૃપાથી રાજસુખ પ્રાપ્ત કરવામાં શરમાશો નહીં ?'
“નહીં, નહીં. અમે જે તજ્યું તે હવે કદી સ્વીકારશું નહીં. મૃત્યુ ભલે હો, પણ સ્વામી સિવાય અન્યનો કૃપાપ્રસાદ અમે યાચવાના નથી.” ને વળી પ્રવાસ આગળ વધ્યો.
એ પ્રવાસ ભારે દુષ્કર હતો. સ્વામી તો શાન્ત ચિત્તે, સ્વસ્થ ડગે આગળ વધે જતા હતા. દિવસોથી અન્ન નથી, આહાર નથી ! જળ નથી, પિપાસા નથી ! ખેદ નથી, આરામ નથી ! જાણે એમને કશુંય નથી ! ગ્લાનિ કે થાક નથી ! મુખ પર એ જ સૌમ્યતા વિલસી છે.
સહુ વિચારે છે : હજી થોડું આગળ વધીએ. જોઈએ, સ્વામી કંઈ માર્ગદર્શન આપે છે કે નહીં ?
ધીરે ધીરે સહુ ગંગાના કિનારે આવી પહોંચ્યા.
સુંદર એવી ગંગા છે. રળિયામણો એનો કાંઠો છે. આમ્રવન ને જાંબુવનનો પાર નથી. વાંસનાં ઝુંડ, કેળનાં જૂથ ને બદામનાં વૃક્ષોનો સુમાર નથી. ધાન્યથી લચેલાં ખેતરો છે; પારિજાત, કદંબ ને ચંપાનાં વૃક્ષોની ઘટાઓમાં કોકિલા ગાન કરી રહી છે. કમળના તંતુ ચરતા રાજહંસો અહીં— તહીં ઊડતા જોવાય છે. મૃગ અને ધેનુ ભેગાં ચરે છે.
ખાવાનું ઘણું છે, પીવાનું ઘણું છે, વાસ કરવા જેવી આમ્રકુંજો પણ ઘણી છે.
“અરે, પૃથ્વીનાથ તો મોન છે. અમે હવે થાક્યા છીએ. નથી પાછા રાજ્યમાં જવાની ઇચ્છા કે નથી સ્વામીને અનુસરવાની શકિત. અમે તો આ ભૂમિ પર રહીશું.”
“સ્વામીની આજ્ઞા મેળવી ?”’
“અરે, વિવેક ખાતર આજે જ સ્વામી પાસે આપણી વાત નિવેદિત કરી, પણ સ્વામીએ તો ન હા કહી, ન ના કહી.”
“તો આપણું કાજ સર્યું. મૌન હંમેશાં સંમતિસૂચક મનાય છે પ્રભુએ
ભવ્ય માર્ગનો એકાકી ઉપાસક * ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org