Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 309
________________ દીધાં. મણિ-મુક્તાના વરસાદ વરસ્યા. કેસર, ચંદન ને કપૂરના કીચ રચાયા. પણ પૃથ્વીનાથને ખપતું જાણે તેમાં કંઈ જ નથી ! એ શોધતાં નયન ઘૂમી ઘૂમીને પાછાં ફરે છે. અરે, કોઈ ડાહ્યો માણસ છે ખરો કે નહીં ? આપણા ભર્યા નગરને પ્રભુ પાવન કેમ કરે એ શોધી કાઢો, નહીં તો આત્મતિરસ્કારનો ભાર આપણને સુખની નીંદ નહીં લેવા દે ! કોલાહલ વધતો વધતો ગજપુરના રાજવી સોમયશના આવાસમાં જઈને ગુંજી રહ્યો. એ વેળા ગજપુરની ત્રણ નગરમાન્ય વ્યક્તિઓ અવનવી ચર્ચા વિચારણામાં મગ્ન હતી. ભગવાન એમાં એક હતા ગજપુરના સ્વામી સોમયશ રાજા વૃષભધ્વજના મહાબલી પુત્ર બાહુબલીના પુત્ર. તેઓ કહેતા હતા : “અરે, આજે પ્રભાતકાળે, સરોવરોમાં જ્યારે કમળને ખીલવાનો સમય હશે ત્યારે, મને એક સુંદર સ્વપ્ન લાધ્યું. એમાં એવું દેખાયું કે એક પરાક્રમી રાજા સંગ્રામમાં ચારે તરફ શત્રુઓથી ઘેરાઈ ગયો છે. કુમાર શ્રેયાંસ એ રાજાની મદદે દોડી ગયો. કુમારની મદદથી રાજાએ શત્રુઓનો પરાભવ કર્યો. મને કદી સ્વપ્ન લાધતાં નથી; ને લાધે છે તો સુસ્વપ્ન જ હોય છે. આ સ્વપ્નનો અર્થ શો હશે ?'' ગજપુરના પાટવી કુમાર શ્રેયાંસે કહ્યું : “પિતાજી, બરાબર એ જ સમયે મને પણ એક સ્વપ્ન લાધ્યું હતું. કોઈ પણ કારણે શ્યામ બની ગયેલા પ્રચંડ સુવર્ણગિરિને દૂધના અભિષેક વડે મેં ઉજ્જ્વળ કર્યો. મને કદી દુઃસ્વપ્ન લાધતાં નથી. આ સ્વપ્નનો શો અર્થ હશે, તે કંઈ સમજાતું નથી.'' આ બેની સાથે પોતાનો સૂર પરાવતા ગજપુરના નગરશેઠ સુબુદ્ધિએ કહ્યું : “સ્વામી ! આશ્ચર્ય તો જુઓ, મને પણ એ જ સમયે એક સ્વપ્ન આવ્યું. સહસ્ર કિ૨ણથી પ્રકાશતાં સૂર્યનાં કિરણો એક પછી એક જાણે સ્રવી ગયાં. નિઃસ્તેજ થયેલો એ સૂર્ય યત્રતંત્ર ભ્રમણ કરતો હતો. કુમાર શ્રેયાંસે જાણે એમાંથી ચ્યવી ગયેલાં કિરણો પાછાં એમાં સ્થાપન કર્યાં ને સૂર્ય ફરીથી સહસ્ર કિરણે પ્રકાશી ઊઠ્યો. આ સ્વપ્નનો અર્થ શું હશે ?'' ત્રણે જણાએ ખૂબ વિચારણા કરી, પણ સ્વપ્નનો અર્થ ઉકેલી શક્યા નહીં. છતાં એક વાત નક્કી થઈ કે કુમાર શ્રેયાંસના હાથે જરૂ૨ કોઈ શુભ કાર્ય થવાનું છે. ૨૯૦ ૦ ભગવાન ઋષભદેવ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330