Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 299
________________ પણ પૃથ્વીનાથ તો પ્રકૃતિના આ ભર્યા રસથાળ સામે જોતા પણ નથી. સુધા છે, છતાં પીતા નથી. સૂર્યનાં રહિમ લલાટને તપાવી નાખે છે. છતાં કુંજનો આશ્રય લેતા નથી. અને અન્ન, જલ ને આશ્રય માટે જ્યારે આમ કરે છે, ત્યારે સ્નાન, વિલેપન કે નિદ્રાની તો વાત જ શી ! પ્રવાસ આગળ વધતો જાય છે. નિદ્રાવિહીનતા, આરામહીનતા સદાનાં સંગી બન્યાં છે. ત્યારે ચાર હજાર રાજાઓનાં હાડચામ તૂટવા લાગ્યાં છે. ક્ષુધા એમને સતાવવા લાગી છે. શ્રમ એમને ખાળવા લાગ્યો છે. પિપાસા એમને દહવા લાગી છે. પગ કહ્યું કરતા નથી, ને મન વાંદરાની જેમ ભમી રહ્યાં છે. બધા રાજાઓ એકત્ર થઈ આગેવાન રાજા કચ્છ તથા મહાકચ્છને કહેવા લાગ્યા “અરે, પૃથ્વીનાથના પગલે અનુસરવામાં અમે જય કહ્યા હતા, વિજય કહ્યા હતા. નવા પ્રવાસ ને નવા પ્રદેશ જોવાના ધાર્યા હતા. એ બધા વચ્ચે એમની સેવાની મહદ્ આકાંક્ષા સેવી હતી. વિજય ને મહાવિજય તો ગયા તે ગયા, પણ જીવનની એકમાત્ર હોંશ પૃથ્વીનાથની સેવા–તે પણ ગઈ! સ્વામી કોઈની સેવા લેતા જ નથી. એ તો કાચબાની જેમ પોતાની સર્વ ઇંદ્રિયોને ગોપવીને બેઠા છે. હવે રહ્યાં આ તપ, આ પરિતાપ ! આ બધું શા માટે? ક્યાં સુધી !” “ભાઈઓ, તમારી જેમ અમે પણ અકળાયા છીએ, પણ સ્વામીએ મૌન ધાર્યું છે. એમની આજ્ઞા હોય તો વિકરાળ વાઘના મોંમાં ધસી જઈએ, એમની મુદ્રા પરના ભાવ પણ વાંચી શકાય તો તે પ્રમાણે કરીએ, પણ ન તો તેઓ આજ્ઞા આપે છે, ને ન મૂંઝવણમાંથી કંઈ માર્ગ કાઢે છે.” રાજા મહાકચ્છ પોતાની મૂંઝવણ પ્રગટ કરી. તો હવે શું કરવું ?' “થોડા દિવસ ધીરજ ધરો. સ્વામી હંમેશાં સેવકો પ્રત્યે કૃપાવંત હોય છે. કંઈક માર્ગદર્શન જરૂર આપશે.” ધીરજના એ દિવસો ભારે ઉત્કટ હતા. કેટલાય તૃષાથી વ્યાકુલ બની પૃથ્વી પર પટકાઈ પડ્યા હતા; કેટલાય ક્ષુધાથી ડગ પણ ભરી શકતા નહોતા. “અરે, અષ્ટાપદ જેવા રાક્ષસથી લડવું સહેલું, પણ આ ભૂખ-તૃષાનાં દુઃખ દુષ્કર ! અમે તો પ્રભુની ચરણરજ લઈ અમારા રાજ્યમાં પાછા જઈશું.” ૨૮૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330