Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 305
________________ બંને ભાઈઓ ખગ્ર તાણીને સ્વામીની સેવામાં રહી ગયા. દિવસો વીતે જાય છે. સ્વામી મૂક છે, એમ આ સેવકો કર્તવ્યપરાયણ છે. તેઓ રોજ રોજ આગળ જવાનો માર્ગ બનાવે છે, કાસારોમાંથી કમળ લાવીને બિછાવે છે. કદીય પોતાના વનપ્રદેશમાં દખલ ન દેનાર મધુમક્ષિકાઓ આ નવી આપત્તિ સામે છંછેડાઈ ઊઠે છે, ત્યારે આ કુમારો તેનાથી સ્વામીનું રક્ષણ કરે છે. સિંહ શાન્તિથી પસાર થઈ જાય છે; મૃગલાં નિર્ભય બની વિહરે છે; માર્ગમાં પડેલા અજગરો પણ કાયા સંકોરીને પડ્યા છે. આક્રમણનો ભાવ જાણે કોઈ દાખવતું નથી ! બે જુવાનિયા વિચારે છે : “અહો, આ આપણા પરાક્રમનો પ્રતાપ ! સિંહ પણ શાણા થઈ ગયા, મહાસર્પ પણ શાન્ત થઈ ગયા !” વળી થોડી વારે વિચારે છે : “અરે, આપણે તો અલ્પ સમયથી સાથે છીએ. એ પહેલાં શું થતું હશે ? નક્કી, એ તો સ્વામીનો પ્રતાપ !” આમ ને આમ ભક્તિભાવભર્યા દિવસો વ્યતીત થતા જાય છે, પણ સ્વામીના ઓષ્ઠ તો વજકપાટ જેવા નિશ્ચલ છે. પોતાની સેવાનાં જળ જાણે કમળપત્રને સ્પર્શતાં જ નથી. છતાંય રોજ પ્રાતઃકાલે ચરણારવિંદમાં પડીને તેઓ પ્રાર્થે છે : “હે સ્વામી, અમને ભૂમિ આપો. અવરની પાસે અમે નહીં યાચીએ.” સ્વામીના મહાપ્રયાણના વૃત્તાંત સાથે સાથે આ મહાસેવાભાવી બે કુમારોના વર્તમાન પણ બધે પ્રસરી વળ્યા છે. દેશદેશના લોકો આ સાચા સેવકોને જોવા આવે છે. શી એમની ભક્તિ ! શું એમની સેવા ! બંને કુમારોએ જાણે સ્વામીની પાછળ પોતાની જાત વિસારી દીધી છે. આ કર્તવ્યવાન કુમારોની કીર્તિ આર્યવર્તને ભેદતી અષ્ટાપદ પર્વતને પેલે પાર રહેનારા, અનેક વિદ્યાઓના ધારક વિદ્યાધર રાજા પાસે પહોંચી. આશ્ચર્યથી પ્રેરાઈને એ ત્યાં આવ્યો. ભક્તિના આદર્શરૂપ આ બે કુમારોને એ જોઈ રહ્યો, દિવસો સુધી નીરખી રહ્યો. પડછાયાની જેમ સાથે ફરનાર એ બે કુમારોની ભક્તિથી સ્વામીનું અંતર ભેદાયું કે ન ભેદાયું એ તો કોણ જાણે, પણ પેલા વિદ્યાધર રાજાનું અંતર દ્રવી ગયું. એણે બંને કુમારોને ધન્યવાદ આપતાં કહ્યું : “કુમારો, સ્વામી તો નિષ્પરિગ્રહી, નિર્મમ, નિર્મોહી બન્યા છે. જેઓ ૨૮૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330