Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 288
________________ સરજે. તું એક ભાષા સરજજે. એ ભાષા ભાવિના ગર્ભમાં પોઢેલાં માનવોને ઉત્તમ વારસો, ભવ્ય પ્રેરણા ને ઉદાત્ત સંસ્કૃતિ આપશે. પરંપરા જાળવવાની– પવિત્ર ને અક્ષુણએ દરેક કલાકારનો ધર્મ છે. આ કર્મભૂમિમાં અસિ ને કૃષિ જેટલું જ આ કાર્ય (મસિનું મહત્ત્વનું છે. મંથનથી મૂંઝાશો મા ! શ્રદ્ધા ને વૈર્યથી ચલિત થશો મા !" પૃથ્વીનાથે બોલવું પૂરું કર્યું, એટલે વૃષભશ્રી આગળ આવી ને બોલી : “કૃપાનાથ, મને કંઈક કહો.” “વૃષભશ્રી, સ્ત્રી અને પુરુષ એક સંપૂર્ણ જીવનનાં બે અડધિયાં છે. એના રસ જુદા હોય, ભાવના જુદી હોય, વાતો જુદી હોય, પણ રાહ એક જ હોય. એ એકબીજામાં રાચતાં ને રમતાં હોવાં જોઈએ. ભલે સરિતાઓ જુદે જુદે સ્થળેથી નીકળી હોય, ભિન્ન ભિન્ન માર્ગે વહેતી હોય, પણ અન્ત તો એનો સાગરમાં હોય. સ્ત્રી ને પુરુષ ભલે ન્યારાં રહે, પણ અંતે દાંપત્યના સાગરમાં તો એકરૂપ બનીને રહેવા ઘટે. એકમાં બીજું લીન બનીને પૂર્ણ બને છે. એ પૂર્ણ હોય તો જ પૂર્ણને પ્રગટાવી શકે છે. સંતાનને જન્મ આપ્યો છે, પણ એ કંઈ તારો એકનો જ નથી. કોઈ વેલ પોતાના ફૂલને પોતાની પાસે સંઘરતી નથી; એ તો અર્પણની વસ્તુ છે.” આ વેળા રાજા દેવયશ આગળ આવ્યો ને બોલ્યો : “પ્રભુ, હું પણ કાંઈક જાણવા ઇચ્છું છું.” “દેવયશ, સંસાર છે ત્યાં સુધી સારું ને નરસું રહેવાનું – જોડાજોડ રહેવાનું ! એમાંથી સારું શોધી લેવાનું, નરસું તો વગર શોધે આવી મળશે. કોઈને શિક્ષા કરતાં પહેલાં એના ગુનાના મૂળ સુધી જજો. સંસારને સારી દૃષ્ટિથી જોજો. દૃષ્ટિમાંથી સૃષ્ટિ સરજાય છે. ગુનેગારોને શિક્ષા કરતાં વિચારજો કે એની ગુનેગારીમાં આપણી પણ ગુનેગારી છુપાયેલી છે. આપણી ગુપ્ત સંમતિ કે ઉપેક્ષા હોય તો જ ગુનેગાર ગુનાને જન્મ આપી શકે છે.” રાજા દેવયશની પાછળ નાના બાળકની જેમ રડતો મહાકાય સુયોધ ઊભો હતો. એ આગળ આવી મસ્તક નમાવી ઊભો રહ્યો. એને ઉદ્દેશીને પૃથ્વીનાથ બોલ્યા : “સુયોધ ! સ્નેહ અને કર્તવ્ય બંનેમાં મોટો ભેદ છે. તારો સ્નેહ તને કર્તવ્યથી ભ્રષ્ટ ન બનાવે તે જોજે ! તારો સ્નેહ પ્રકાશની ગરજ સારો, કર્તવ્યદીપકને બૂઝવનાર વંટોળિયો ન બનો !” વિશ્વતોમુખ ૦ર૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330