________________
“અજ્ઞાન એ પાપનું મૂળ છે. પાપી તરફ ક્રોધ નહીં, પણ દયા હોય, સુયોધ ! મારવા કરતાં સુધા૨વામાં ઘણું શ્રેય છે; જોકે એમાં ઘણો શ્રમ જરૂરી છે; શ્રદ્ધા પણ આવશ્યક છે. પ્રત્યેક જીવના વિકાસમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ.
“પ્રભુ, એ દયા હજી મને સમજાણી નથી. પણ એક મુશ્કેલ વાત મારી સામે આવીને ઊભી છે. કુળોનો પ્રચાર કરતાં અનેક સંગ્રામો ખેડવા પડ્યા. એમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ઝનૂની હતી. એને હરાવતાં મારે ખૂબ વેઠવું પડ્યું. મહામહેનતે એમને કબજે કરી, પણ કબજો કર્યા પછી તો કોયડો વધુ મુશ્કેલ બન્યો. પ્રભુ, ગમે તેટલું એમને સમજાવી, પણ એ કુળમાં ભળી ન શકી. એનું શું કરવું ?'
“બધું થઈ રહેશે. એક કૂદકે કંઈ ડુંગર ઓળંગાય છે? જેટલી મોટી મુશ્કેલી, એટલું જ ઉત્તમ માર્ગનું દર્શન ! આજે તા૨ા પ્રવાસવર્ણન પછી મારે એ જ વાત કરવાની છે.”
“પ્રભુ, હવે મારે વિશેષ કંઈ કહેવાનું નથી પણ કેટલાંક કુળોમાં જે કોયડો ઊભો થયો છે, તેનું હું નિવેદન કરું છું. : કેટલેક સ્થળે ઝનૂની ને તાકાતવાન સ્ત્રીઓએ પોતાનાં કુળને મજબૂત બનાવ્યાં છે. પુરુષ ત્યાં આપોઆપ ગૌણ પડી ગયો છે અને ગૌણ બનેલી વસ્તુ હંમેશાં વધતી જાય છે. સ્ત્રીઓ ઘટતી ચાલી ને પુરુષો વધતા ચાલ્યા છે. એક સ્ત્રી અનેક પુરુષ સાથે રહે છે અને સ્વામી, ઘણાંખરાં કુળોમાં પુરુષો અલ્પ છે, ને સ્ત્રીઓ વિશેષ છે. આહારની શોધમાં, શિકારમાં, એ માટેના યુદ્ધમાં, હમણાં કરેલી ખેતીમાં જાનવરો સામે લડતાં પુરુષો ઓછા થતા ચાલ્યા છે. પ્રભુ, ત્યાં એક પુરુષ અનેક સ્ત્રીઓને રાખે છે.’*
“સાચું છે, સુયોધ ! મનુષ્યસ્વભાવ પણ પશુસ્વભાવને મળતો જ છે. એને સંસ્કાર મળે તો જ ઉત્તમ થાય. તું જાણે છે, મધપૂડામાં એક જ નારી હોય છે ને નર અનેક હોય છે. અને હાથીઓનાં જંગલોમાં તું ફર્યો છે. ત્યાં એક જ નર-હાથી ને અનેક માદા-હાથિણીઓ હોય છે. ત્યાં પરાક્રમશીલ એક નરને અનેક નારી વરે છે. હરણોના ટોળામાં પણ નીરખ્યું છે ને ? એક કાળિયાર અનેક મૃગલીઓનો સ્વામી હોય છે. અને એથી વિપરીત, વનનો રાજા સિંહ એક જ સિંહણને પોતાની કરે છે, અને એથી પણ આગળ વધીએ તો પેલાં સારસ ને સારસી એક જ
યુગલિકધર્મ-નિવારણ * ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org