________________
“કો, પ્રભુ ! મારું કથન સમાપ્ત થયું છે. મારો સંશય ટળી ગયો છે.” સ્વામીએ જરા ટટ્ટાર થતાં કહ્યું.
“સભાજનો, તમે સપુષ્પા વનસ્પતિ જોઈ છે ને ! એના પર પુષ્પો આવે છે, એમાં નર પણ હોય છે ને માદા પણ હોય છે. છતાં તેઓ પોતાના દ્વારા ફળ પેદા કરતાં નથી. જેઓ વનજીવનના જાણકાર છે, તેઓ કહેશે કે કોઈ દિવસ મધુ પીવા મધમાખો કે પતંગિયાં આવશે ત્યારે એ ફળશે. આનો અર્થ શું, એ તમે જાણો છો ? નરપુષ્પ અને નારીપુષ્ય પાસે રહ્યાં છતાં સમજાતીય સંયોગ કરતાં નથી. પેલાં રૂપાળાં પતંગિયાં નરપુષ્પમાંનું પુંકેસર લઈ ઊડી જાય છે ને દૂર દૂર ઊગેલા કોઈ નારીપુષ્પના સ્ત્રીકેસરમાં મૂકી દે છે, અને પછી ફળનો જન્મ થાય છે. પુંકેસર ને સ્ત્રીકેસરની ફેરબદલી ક૨ના૨ મધુમક્ષિકા કે રૂપાળાં પતંગિયાં આમ પુરોહિતનો ધર્મ અદા કરે છે, ને પુરસ્કારમાં મધુ પામે છે. કેટલીક વાર પવન પણ પુરોહિતનો ધર્મ આચરે છે.” “આપની વાત સાચી છે. પણ આપનું કથન શા માટે છે, તે ન સમજાયું.’
“એ જ સમજાવું છું. જેમ એક જ વૃક્ષ પર ઊગેલાં નરપુષ્પ ને નારીપુષ્પ પરસ્પર સંયોગ કરતાં નથી, ને અન્ય કોઈની અપેક્ષા રાખે છે, એમ સ્ત્રી અને પુરુષોમાં પણ બનવું ઘટે. એક માતાનાં બે સંતાનો ભાઈ અને બહેન
કહેવાય. એમની વચ્ચે સંયોગ ન શોભે !”
“શા માટે ન શોભે ? પ્રભુ, એ માટે તો કુદરત બેલડાં જન્માવે છે.’ “એ કાળ ગયો. હવે બેલડાં નહીં જન્મે; જન્મશે તો અપવાદરૂપ. કુળોની ઉન્નતિ માટે, તમારી સંતતિની સ્વસ્થતા ને વિશુદ્ધિ ખાતર, એક કુળના સારા સંસ્કારો ને ગુણો અન્ય કુળમાં પ્રચારવા માટે, અનેક કુળોને સ્નેહસંબંધને તાંતણે બાંધવા માટે, પુરુષે અન્ય કુળમાંથી સ્ત્રી આણવી પડશે, અને સ્ત્રીએ અન્ય કુળમાંથી પુરુષ શોધવો પડશે. એક કુળની પરાક્રમશીલતા, કળાકૌશલ્ય આ રીતે જ બીજા કુળને આપી શકાશે. રોહણાચળનો વાસી
આ રીતે વગર પ્રયાસે વિંધ્યાચળના વાસીનો વહાલો બનશે. વિશાળ ભૂમિમાં ૨ક્તસંબંધો સ્થપાશે ને ભ્રાતૃભાવના ખીલશે. વળી આ રીતે તમારાં સંતાન સ્વસ્થ થશે, પરાક્રમી થશે. આ માટે હું કહું છું કે આજથી માતા-પુત્ર, પિતા-પુત્રી, ભાઈ-બહેન વચ્ચે આ પ્રકારના સંયોગ-સંબંધો સર્વથા વર્જ્ય છે. જે એ સંયોગ-સંબંધો સ્થાપશે, તે કુળનો ગુનેગાર ઠરશે, વિશુદ્ધિનો યુગલિકધર્મ-નિવારણ : ૨૦૩
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only