________________
લમણામાં આવ્યો. પહાડ પરથી કાંકરી ખરે તેમ એ ઘા ખરી ગયો, પણ તેના જવાબમાં એ મહાપ્રાણીએ પોતાના પ્રચંડ નહોરથી પહાડની ભૂમિને લિસોટા કર્યા. એ લિસોટામાત્રથી મોટા પથ્થરોની ચારેતરફ વર્ષા થઈ રહી.
મહાપ્રાણીએ ફરીથી પોતાની ચાંચ લંબાવી, ભક્ષને ઉપાડવા માંડ્યો. એના ઉપર ભયંકર ઘાની કશી અસર નહોતી, પણ જેવો એણે ભક્ષ લીધો કે ગદાનો પ્રચંડ ફટકો એનાં વિશાળ જડબાં પર આવ્યો. જડબાં જેવા કોમળ ભાગ પર આ ઘા અસર કરનારો નીવડ્યો. મહાપ્રાણી મૂંઝાયું. એણે મુખ પાછું ખેંચી લીધું. ક્ષણવાર એના નાકમાંથી અગ્નિના ગોટેગોટા નીકળવા માંડ્યા. એણે ભયંકર કિકિયારી કરી ને પેલા ગદાધર પર ઝાવું નાખ્યું.
મોત સાથે તો માનવી સ્વસ્થતાથી લડી શકે, પણ આ મહાપ્રાણી તો મોત કરતાંય ભયંકર હતું; આની સામે લડવું જ હાસ્યાસ્પદ હતું.
મહાપ્રાણીએ પોતાનો વિનાશક પંજો ઉગામ્યો. એના એક પંજાથી હાથી બે ભાગમાં ચિરાઈ જાય તો માનવીનું શું ગજું? પણ ગદાધર જબરો કુશળ નીકળ્યો, મહાપ્રાણીએ ઉડાડેલા પથ્થરોના ગંજ નીચે એ ભરાઈ ગયો.
પંજો પથ્થરો સાથે અફળાઈ નિરર્થક થયો. ફરીથી પંજો ઊંચકાયો. આ વેળા મહાપ્રાણીની અગ્નિકુંડના જેવી ભભકતી લીલી આંખો જાણે સહુને ભરખી જવા માગતી હતી. છંછેડાયેલા આ પ્રાણીના કરાળ પંજાથી છૂટવું મુશ્કેલ હતું.
અચાનક એક તીર આવ્યું, ને એ જલતી આંખોના મર્મભાગમાં પ્રવેશી ગયું. આંખોમાંથી લોહીનો ફુવારો છૂટ્યો, ને ઐરાવત પર બેઠેલા કુમારે કૂદકો માર્યો. મહાપ્રાણીનો ઉગામેલો પંજો નિશાન ચૂકી ગયો. એનો ઘા વ્યર્થ ગયો, ને એ આંખની ભારે વેદનાથી વ્યાકુળ બની ગયું.
ફરીથી બીજું તીર ! બીજી આંખને એ સ્પર્શી રહ્યું. મર્મભાગ બચી ગયો. ઝાંખું ઝાંખું દેખાતું હતું.
ગદાધરની ગદા વીંઝાતી જ હતી. અચાનક મહાપ્રાણીએ પોતાની પાંખોના ફફડાટ બોલાવ્યા. ને એ ઝડપથી
* આવાં મહાપ્રાણી એ કવિકલ્પના નથી, પણ સંશોધનનો પણ તેને ટેકો છે.
પૌવંત્યો અષ્ટાપદ, ભારંડ વગેરેને રજૂ કરે છે, પાશિમાત્યો મેમર્થ પ્રાણીની વાતો કરે છે. આવાં પ્રાણી કોક સમયે થતાં હશે, તેની સાબિતી આપતું કલકત્તાના મ્યુઝિયમમાં એક જબરું હાડપિંજર છે.
૮૪ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org