________________
“વૃષભધ્વજનો જય હો !” ધનુષ્યનો ટંકર આવ્યો અને પાણી પર કોઈ ત્રણ વ્યક્તિ, જાણે પૃથ્વી પર ચાલતી હોય એમ, ચાલતી આવી.
સુયોધ અને તેના સ્વામી એ ત્રણેના સ્વાગતે આગળ વધ્યા. “સ્વામી ! સામા જશો મા, એ તમને ખાઈ જશે.”
“ચિંતા કરશો નહીં. અમારાં જ એ સ્વજનો છે,” અને સ્વામીએ જોરથી ગર્જના કરી ઃ “સુનંદા !”
“કુમાર ! સામેથી અવાજ આવ્યો, અને યોદ્ધાના પોશાકમાં સજ્જ થયેલ એક વ્યક્તિ સડસડાટ કરતી આવવા લાગી. અરે, શું અદ્ભુત રૂપ ! સ્વામીનું રૂપ એની પાસે જાણે ઝાંખું પડવા લાગ્યું. એણે ખભા પર વિદ્યાધરો ધારણ કરે તેવું દેવદૂષ્ય ધારણ કરેલું ને મસ્તક પર સોનાનો મુગટ પહેરેલો. હાથમાં વિધવિધ જાતનાં અસ્ત્ર ! મુખ પરથી તો જાણે રૂપના ઓઘ નીતરે.
એ સુંદર વ્યક્તિ દોડીને સ્વામીના કંઠે વળગી પડી; બંને ભુજપાશ લાંબા કરી આલિંગી રહી.
“સુનંદા, કુશળ છે ને ?'
“હા, સ્વામી ! તમારા દર્શનથી વિશેષ.”
“બીજો કોણ, દેવયશ સાથે છે !”
“હા, સ્વામી ! તમારી શોધમાં એનો મને પૂરતો સાથ છે.”
“ને ત્રીજો આવે છે એ ?”
“અષ્ટાપદ પર્વતના પૂર્વ વિભાગમાં વસતા વિદ્યાધર દેવોનો એ રાજા છે.” દેવયશ અને વિદ્યાધર રાજા ત્યાં ધીમે ધીમે આવી પહોંચ્યા. દેવયશે સ્વામીને નમસ્કાર કર્યા. વિદ્યાધરે પણ તેનું અનુકરણ કર્યું. સ્વામી ને સુયોધે એનું પ્રતિવિધાન કર્યું, અને સુયોધની બધી હકીકત કહી.
“સ્વામી, મારા અશ્વિનોએ માણસના રોગો માટે ઠીક ઠીક શોધ કરી છે. એ સુયોધને થોડી જ પળોમાં પૂર્વવત્ સ્વસ્થ બનાવી દેશે.”
“એમ કરશો તો તમારી કૃપા થશે.” સ્વામીએ પોતાના સેવકની સ્વસ્થતા માટે લાચારીના શબ્દો ઉચ્ચાર્યા. સ્વામીના કરતાં સેવક કોઈ રીતે અલ્પ નહોતો. “એ શું કહ્યું, નાથ ! આ સુનંદ દેવના અમે તો આજ્ઞાંકિત છીએ.”
“સુનંદ દેવના ? એ વળી શું ?’’
“હા, કુમાર !”” દેવયશે વચ્ચે કહ્યું, સુનંદદેવે બળથી ને રૂપથી આ વિદ્યાધરોને
૧૧૮ * ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org