________________
ઝર્યા ને ધુમાડાના ગોટા નીકળ્યા. થોડી વારમાં જ્વાળાઓ ભભૂકી ઊઠી.
એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, એમ પ્રકાશની રેખાઓ પાણીમાં પ્રતિબિંબ પાડી રહી. બધા તેની આસપાસ એકત્ર થઈ ગયા. અરે, આ તો અદ્ભુત ચમત્કાર ! ન ધુમ્મસ નડે છે, ન આંધી સ્પર્શે છે; હિમાળો જાણે ઓગળી ચાલ્યો; ન ગુફામાં દોડી જવાની ઉતાવળ છે, ને ન ઘાસ-પાંદડાંથી દેહ ઢાંકી દેવાની ફિકર છે !
કેટલાંક ફળો અગ્નિમાં પડ્યાં છે, એમાંથી કાઢીને બધાંને એક એક આપતાં જાય છે. વાહ વાહ, શો સ્વાદ ! આવું સ્વાદિષ્ટ સમૂહભોજન તો કદી જાણ્યું નહોતું !
અચાનક પહાડની કંદરામાંથી ભયંકર વ્યાઘ્ર-ગર્જના સંભળાઈ. ગર્જના રોમાંચ ખડા કરે તેવી હતી. સહુના હાથમાંથી સુસ્વાદુ ફળ પડી ગયાં, ને સહુએ નાસવાની તૈયારી કરવા માંડી. પણ પેલો માનવ ફરી આડો ફર્યો. એણે એક બળતું લાકડું લીધું ને વાઘની સામે જઈને ઊભો. અગ્નિ જોતાંની સાથે વનનો રાજા પૂંછ દબાવી પાછલા પગે નાસી છૂટ્યો. આ નીરખી પર્વતવાસીઓના આનંદનો પાર ન રહ્યો. તેઓ તો બળતું લાકડું લઈને ઊભેલા માનવીની આસપાસ કૂંડાળે વળી હાથ-પગ લાંબા-ટૂંકા કરી નાચવા-કૂદવા લાગ્યા.
ઔષધિઓના અને સા૨વા૨ના પ્રતાપે સુયોધ બહુ જલદી સાજો થવા લાગ્યો. ધીરે ધીરે એણે સ્વસ્થતા મેળવી, ને પ્રથમ આંખ ઉઘાડી તો પોતાના પ્રિય સ્વામી જ સામે ખડા હતા. અરે, આવા ભયંકર સ્થળે, જ્યાં કદી માનવપગોએ કેડી પાડી નથી ત્યાં, પોતાના પ્રિય કુમાર ક્યાંથી ? આ તે સ્વપ્ન કે સત્ય, એ સમજવાની ભ્રમણામાં એણે ઘણો વખત કાઢ્યો.
“સ્વામી !” એ ધીરેથી બોલ્યો.
“કેમ છે, સુયોધ ”
“આવે ઠેકાણે સ્વામી મળતાં કઈ વાતની ખામી રહે ? પ્રભુ, હું જીવી ગયો.” વિશેષ સ્વસ્થતા મળતાં સ્વામીને સુયોધે ઘણી ઘણી વાતો કરી. હાથોહાથની લડાઈમાં બે તીરથી અંધ બનેલ અષ્ટાપદ કેવી રીતે એને આ પર્વત પર લાવ્યો, ને એનું અને પોતાનું દ્વંદ્વ સદા કેમ ચાલતું રહ્યું એનું વર્ણન કર્યું. જ્વાલામુખ શિખરોની પછવાડે પોતે એ ભયંકર પ્રાણીના પંજાથી બચવા કેવી રીતે રોજ શેકાતો ને આખરે હાથોહાથની લડાઈમાં કેવી યુક્તિથી પહાડની બળતી ખાઈમાં ૧૧૬ ૭ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org