________________
અચાનક સુમંગલાની દૃષ્ટિ સુનંદાના મુખ પર પડી પૂર્ણિમાના ચંદ્રમાંથી જાણે વિષાદનો સિંધુ ઝરતો હતો. અરે, માનવ આટલું ઓશિયાળું ! સંસારમાં માણસ એકલવાયું, અનાથ, નિરાધાર થતું હશે, ને નિરાધારતાના નિઃશ્વાસ આવા હશે, ને આ સુંદર તેજસ્વી આંખો ભેદીને આવતા હશે એ આજે જ સુમંગલાએ જોયું.
પંખિણીની જેમ કલ્લોલ કરનારી સુમંગલાએ કોઈને રડતું નીરખ્યું નહોતું. માનવી રડે, એ એને મન નવાઈ હતી. એનું પ્રકૃતિગત માયાળુપણું ઊભરાઈ આવ્યું. એની પ્રતિવેરથી કુમકુમવર્ણ બનેલી સુંદર મુદ્રા પર એકદમ વાત્સલ્યનાં ડોલરફૂલ ખીલી ઊઠ્યાં. એ નજીક સરી. “સુનંદા, તું રડે છે ?'
“બહેન, રડું નહીં તો શું કરું ? કદાચ મૃત્યુને મારા પર માયા થાય. એ મને એની હૂંફાળી ગોદમાં લઈ લે.”
“મૃત્યુ ? શા માટે મરવું ? આ સંસારમાં કોઈ અકાળે મરતું નથી, તો તું શા માટે મરે ?'
-
“મૃત્યુ સિવાય મારો કોઈ વિશ્રામ નથી. મારું કોઈ સંગી નથી. સાથી નથી, મારો કોઈ સખા નથી.”
Jain Education International
--
“તારો વિશ્રામ મારા હૈયામાં, સુનંદા ! મારી બહેન અહીં આવ, તારાં આ આંસુ લૂછી નાંખ ! અંતરનાં અમીને નિરર્થક વહેવડાવીશ મા !” સુમંગલાએ સુનંદાને પડખામાં લીધી. વૃક્ષે વેલીને જાણે આશરો આપ્યો. “કુમાર ડહાપણનો ભંડાર છે. જગતને જે પોતાનું જાણે છે, એણે તો તાર સ્વીકારમાં દૂરદર્શિતા જ જોઈ હશે. કુમાર તો જીવન--જાગરણનું વ્રત લઈ સાગરો, પર્વતો, જંગલો ને ગિરિકંદરાઓમાં સદા ઘૂમ્યા કરે છે. એના વિરહમાં તું મારી સંગિની બનીશ. સુનંદા, એક પક્ષીને બે પાંખ ન હોય ?'
“અવશ્ય હોય, બહેન ! પણ મારું એવું ભાગ્ય ક્યાંથી ? સુમેરુ પર્વતની વાસિનીને મરવા હીરાની ખાણ મળે, ચાવવા મોતીની માળા મળે. પણ જીવવા માનવીનાં હેત કોણ આપે ? આશાભરી આવી હતી. કુમારને જોયા ત્યારથી એમ લાગતું હતું કે અનાથ બનેલી હું હવે અનાથ બની ગઈ. પણ બહેન, એકની સમૃદ્ધિ લૂંટીને બીજો શ્રીમંત ન બની શકે – એ લૂંટારો જ કહેવાય, હું લૂંટારણ બનીને આવી નથી ભિખારણ બનીને હેતથી ભીખ માગવા આવી હતી.’
૫૨ * ભગવાન ઋષભદેવ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org