________________
સ્થિતિ ને કાયમની છે ને સાક્ષાત્કારમાં માત્ર આત્માની પ્રતીતિ બેસે. આત્માનુભવ થયા પછી ચારિત્રમાં આવ્યો, તે વર્તાયો કહેવાય.
અરૂપી આત્મા, એનો સાક્ષાત્કાર કરનારો ય અરૂપી છે, એટલે સ્વભાવે સ્વભાવ મળી જાય, ને વૃત્તિઓ નિજઘેર પાછી વળે.
આત્મા ‘શું છે’ અને ‘શું નથી” એ બન્ને જાણે ત્યારે આત્મા જાણ્યો કહેવાય. અજ્ઞાનદશા સાથે “આત્મા શુદ્ધ-બુદ્ધ છે” એવું ના કહેવાય, બહુ ત્યારે દેહની અપેક્ષાએ અશુદ્ધ ને આત્માની અપેક્ષાએ શુદ્ધ છે, એમ કહેવાય.
એક ફેરો ચાખ્યા પછી પાછો ક્યારે ય ના જાય એ આત્માનો આનંદ. આવીને ચાલ્યો જાય એ મનનો આનંદ. કષાયોમાં ચિત્ત પડેલું હોય ત્યાં સુધી આત્માનુભવ અશક્ય છે ! નિરંતર પરમાનંદ સ્થિતિ એ જ આત્માનુભવ.
ચિંતા-ઉકળાટ થાય છે તે પરવસ્તુમાં, પોતામાં નહીં, આ ભાન જ્ઞાની કરાવી આપે છે પછી આત્માને કંઈ જ થાય નહીં એ દ્રઢ પ્રતીતિ બેસી જાય છે.
‘એક્કેક્ટ' રીતે આત્મા પ્રાપ્ત થયા પછી માત્ર ‘ડિસ્ચાર્જ કર્મ જ રહે છે, સંવરપૂર્વકની નિર્જરા જ હોય, પછી બંધ ના પડે. કર્મની સત્તા
ક્યાં સુધી કે જ્યાં સુધી એને ‘પોતાનો’ આધાર અપાય, એ આધાર ખસે તો કર્મ ‘ન્યુટ્રલ બની જાય. આધાર કેવી રીતે અપાય કે કરે છે ઉદયકર્મ ને ‘મેં આ કયું” એ અજ્ઞાનતાથી ! ‘જ્ઞાની પુરુષ' સંસારની બધી જ ક્રિયાઓ કરવા છતાં ‘હું કંઈ જ કરતો નથી’ એવાં સતત ખ્યાલ સહિત આત્મામાં રહે છે. જ્યારે અજ્ઞાની ‘હું કરું છું'ના ખ્યાલની બહાર એક ક્ષણ નથી હોતો !
‘હું શરીર નથી, હું શરીર નથી, હું આત્મા છું, હું આત્મા છું' એમ ગાયા કરવાથી કશું ના વળે. એ તો આત્માનો અનુભવ થવો જોઈએ. આત્મજ્ઞાન કરાવવાના આજ સુધી જે જે સાધનો કર્યો તે બધાં બંધનરૂપ થયાં. સસાધન એટલે કે પ્રત્યક્ષ પ્રકટ ‘જ્ઞાની પુરુષ'નું સેવન થાય તો જ છૂટકારો થાય ! સાધનો માત્ર જ્ઞાન સુધી લઈ જાય, જ્યારે આત્મા તો ‘વિજ્ઞાન સ્વરૂપ છે. આત્મા આ દેહની, ઘરોની, લાખ ભીંતોની ય આરપાર જતો રહે એવો સૂક્ષ્મત્તમ છે. એ શી રીતે જોડે ? ગમે તેટલી કઠોર તપશ્ચર્યા કે સાધના કરે છતાં આત્મસાક્ષાત્કાર થવો કઠિન છે. અડધા માઈલ સ્ટેશન હોય ને પોતે ઊંધે રસ્તે બાવીસ માઈલ ફરે તેમાં વાંક કોનો ? રસ્તો ભૂલ્યા તેમાં દેહનો શું વાંક ? વાંક બધો અજ્ઞાનતાનો છે.
આત્માનું જ્ઞાન જ્ઞાની આપે એટલું જ નહીં પણ સૃષ્ટિની સર્વે ગૂંચોના સર્વાગી સમાધાન આપે. જ્ઞાની પાસેથી સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં અંતરાય આવે તે ‘જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવવું જ છે' એવાં નિશ્ચયથી તુટે અગર તો જ્ઞાનીને વિનંતી કરે કે “મારા અંતરાય તોડી આપો” તો તેઓ તોડી આપે. બાકી આત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને કોઈ પ્રતિકૂળતા આવે નહીં. પ્રતિકૂળતા પોતાની જ નબળાઈને કારણે છે. નિજ ઘરમાં જવામાં પ્રતિકૂળતા તે શી ?
જાતે આત્માનો અનુભવ કરવો હોય તો કોઈ ખિસું કાપે, ગાળો દે, માર મારે, તો તે ઘડીએ “આ મારાં જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્ત છે, એ તો મને કર્મમાંથી મુક્ત કરે છે એમ કરીને એ નિર્દોષ દેખાય ને ઉપરથી એને આશીર્વાદ અપાય ને એવું કાયમ રહે તો આત્મા પ્રાપ્ત થાય જ. આ કાળમાં આટલું જાતે થાય એવાં પોતાનાં પૂઠિયાં નથી હોતાં એટલે ‘જ્ઞાની' પાસે એક ફેરો આત્મા જાગૃત કરાવી લેવાથી પછી ફરી આત્મા સ્વપ્નમાં પણ ભૂલાય નહીં.
આત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય ? મૂળ આત્માનો ઉદ્ધાર તો થઈ ગયેલો જ છે. માત્ર આ માનેલા આત્માનો ઉદ્ધાર કરવાનો છે. તે કેવી રીતે થાય ? ‘પોતાને જ્યારે એમ સમજ ગેડમાં બેસે કે “મારું સ્વરૂપ તો
જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.” જેને આત્મજ્ઞાન એ કારણ સર્વજ્ઞ, કારણ કેવળજ્ઞાની કહેવાય ! આત્મજ્ઞાની નિરાગ્રહી, નિર્અહંકારી
હોય.