________________
પરક્ષેત્રની પ્રત્યેક ક્રિયાને જાણ્યા કરે. સ્વક્ષેત્ર ચુક્યા કે ક્ષેત્રાકાર થઈ ગયા! “પરમેનન્ટ' હોય તે જ ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ કહી શકે, પોતે પરમેનન્ટ' જ છે પણ એનું ભાન થાય તો !
પ્રત્યેકનું વ્યક્તિત્વ જુદું જણાવાનું કારણ, પ્રત્યેક વ્યક્તિ દ્રવ્ય-ક્ષેત્રકાળ ને ભાવને આધીન છે ! પણ આમાં ક્ષેત્ર બદલાય છે, એકના ક્ષેત્રમાં બીજો આવે ત્યારે કાળ બદલાઈ ગયેલો હોય, તેના આધારે ભાવ બદલાઈ ગયો હોય એટલે દ્રવ્ય પણ બદલાઈ ગયેલું હોય છે ! બહારના બધા સંયોગો બદલાતા હોવા છતાં આત્મા સ્વરૂપમાં કંઈ પણ બદલ થતી નથી. આત્મા ત્રણે કાળ શુદ્ધ સ્વરૂપમાં જ હોય છે, માત્ર આવરણને કારણે વાસ્તવિકતા દ્રષ્ટિમાં આવતી અટકે છે. એક ફેરો દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય પછી અશુદ્ધિને સ્થાન નથી, અહંકાર છે ત્યાં સુધી અવળી દ્રષ્ટિ થવાનું કારણ છે. છતાં આ સર્વ પરિવર્તનામાં નિશ્ચય આત્મા ઉદાસીનભાવે, શુદ્ધત્વમાં જ રહ્યો છે તથા એના પર્યાય પણ શુદ્ધ છે. વ્યવહાર આત્માને શુદ્ધ કે અશુદ્ધ પર્યાય છે. વ્યવહાર સત્યના આગ્રહથી ફરી વ્યવહાર આત્મા ઊભો થાય. “જ્ઞાની” ના મળે તો બગડેલા વ્યવહારને શુભ કરવાનો ને જ્ઞાની મળે તો વ્યવહારને શુદ્ધ જ કરી લેવાનો ! વ્યવહારમાં ‘પોતે' હોય તો ‘વ્યવહાર આત્મા’ ને ‘નિશ્ચય'માં ‘પોતે' રહે તો ‘નિશ્ચય આત્મા'! પણ મૂળ બધામાં ‘પોતે' ને ‘પોતે’ છે.
જગતનું અધિષ્ઠાન શું? એને “એક્ઝક્ટ’ રીતે ખુલ્લું કર્યું હોય તો સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ ! જગતનું અધિષ્ઠાન ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે ! મૂળ આત્મા તો આમાં સંપૂર્ણ અકર્તાભાવે, ઉદાસીનભાવે જ રહેલો છે. માત્ર દર્શનશક્તિ આવરાયાથી, વિભાવિક દ્રષ્ટિ થવાથી જગત ઊભું થઈ ગયું છે !
મૂળ નિશ્ચય આત્મા છે તે શુદ્ધાત્મા અને વ્યવહારમાં માનેલો આત્મા તે પ્રતિષ્ઠિત આત્મા. ‘હું ચંદુલાલ છું’, ‘આનો મામો છું, આનો કાકો છું’ એમ ‘રોંગ બીલિફ થી પ્રતિષ્ઠા કરવાથી પ્રતિષ્ઠિત પૂતળું ઊભું થઈ ગયું, જે ફળ આપ્યા જ કરે. ફળ ચાખતી વખતે અજ્ઞાનતાથી ફરી પાછી નવી પ્રતિષ્ઠા કરે, ને એમ સાયકલ ચાલ્યા જ કરે.
દારૂના અમલમાં માણસ વાસ્તવિકતાને વિસરી ‘હું રાજા છું' એમ
બોલવા માંડે તેમ અહંકારના અમલમાં ‘હું ચંદુલાલ છું, આનો ધણી છું, બાપ છું....' એવું જાતજાતનું બોલે છે ! વાસ્તવિક રીતે તો પોતે પરમાત્મા જ છે, ચૌદલોકનો ધણી છે પણ “રોંગ બીલિફ'થી પોતે બાઈનો ધણી થઈ બેસે છે ને પોતાનું પદ ખોઈ બેસે છે, ‘જ્ઞાની પુરુષ' એને નિજપદનું ભાન કરાવે, અહંકાર નિર્મૂળ કરે, પાછલી સર્વ ભ્રાંત અસરો ભૂંસાય ત્યારે એને પૂર્ણપદ પ્રાપ્ત થાય છે ! બાકી અહંકાર છે ત્યાં સુધી બુદ્ધિના ‘વિઝને” દેખાય છે, ને આત્માનું કર્તા-ભોક્તાપણું મનાય છે. જ્ઞાન કરીને જોવાથી “આત્મા કંઈ જ કરતો નથી” એ ‘ફીટ થાય છે. ‘રોંગ બીલિફ’ ઊડી જાય તો વાસ્તવિકતા દ્રશ્યમાન થાય. બદલાયેલી ‘બીલિફ’ જ સંસાર ઉપાર્જનનું, પ્રકૃતિની ઉત્પત્તિનું કારણ છે. દરઅસલ આત્મા આમાં સદાકાળ અસંગનિર્લેપ જ રહ્યો છે !
‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી પ્રકૃતિ ઊભી થાય છે તેમાં કોઈનું કર્તાપણું નથી. પ્રકૃતિ ‘ઈફેક્ટિવ છે અને તેની અસર પોતાને થાય છે, પણ તે ‘રોંગ બીલિફો’ બેઠેલી છે ત્યાં સુધી ! | રાઈટ બીલિફથી “રોંગ બીલિફનો છેદ ઊડે ને ‘રાઈટ બીલિફનો તો પોતાની મેળે જ ખુદસે ખુદનો છેદ થઈ જાય છે અને એ જ આવાં કળિકાળે પણ મુક્તિ કાજે અક્રમ વિજ્ઞાનની વર્તમાન ‘જ્ઞાની પુરુષ'ની અજાયબ શોધખોળ છે ! “રાઈટ બીલિફ’માં વર્તે તો સ્વસત્તાધારી છે ને રોંગ બીલિફ'માં વર્તે તો પરસત્તાધિન છે. મિથ્યાદ્રષ્ટિ બધું અવળું દેખાડે. ‘જ્ઞાની પુરુષ' મળે ને તેમનો સત્સંગ સાંભળવામાં આવે ત્યારથી દ્રષ્ટિ સમ્યક થવા માંડે અગર તો “જ્ઞાની પુરુષ'ને પ્રાર્થના કરી આપણી દ્રષ્ટિ બદલાવી લેવી. એક વખત દ્રષ્ટિ બદલાય પછી ભગવાન થતો જાય !
શુભાશુભ ધર્મમાં સત્યાસત્યને સ્થાને છે. સત્ય પર રાગને અસત્ય પર તિરસ્કાર એ પામવાની રીત છે. શુદ્ધધર્મમાં, આત્મધર્મમાં તેને સ્થાન નથી. આત્મધર્મ તો રાગ-દ્વેષથી પરનો, વીતરાગતાનો છે. દ્રષ્ટિવિષથી રાગ-દ્વેષ થાય. જે દ્રષ્ટિ વિનાશી વસ્તુઓ તરફ હતી તેને “જ્ઞાની પુરુષ” અવિનાશી તરફ વળી આપે, બદલી આપે. પછી ‘આત્મવત્ સર્વ ભૂતેષુ દેખાય.
આત્મસાક્ષાત્કાર ને આત્માનુભવમાં ઘણો ફેર, અનુભવ તો અંતિમ