________________
જીવનનો ધ્યેય તો મોક્ષનો જ ઘટે - એ હેતુ અત્યંત મજબૂત હશે તે અવશ્ય તેને પામશે. આ ધ્યેયને બાધક મોહ છે. મોહ ઉતરે ત્યારે સંસારનો કંટાળો આવે એટલે મોક્ષમાર્ગનું શોધન કરે !
આત્મદશા પ્રાપ્ત થતાં સુધી જ વિચાર દશાની ને તે પણ જ્ઞાનાંક્ષેપકવંત વિચારોની જરૂર, જે આત્મદર્શનને કંઈક પમાડે, પછી તો વિચારથી પરની દશા છે ! અજ્ઞાનદશામાં આત્મનિરીક્ષણ થાય છે તે અહંકારથી થાય છે ને આત્મા તો અહંકારની પાર છે !
ક્રોધ-માન-માયા-લોભના પરમાણુ માત્રથી વિશુદ્ધિને પામી સંપૂર્ણ શુદ્ધતાને અહંકાર પામે, ત્યારે તે “શુદ્ધાત્મા’માં એકાકાર થઈ જાય એવો એ ક્રમિકમાર્ગ છે ! જ્યારે ‘અક્રમમાર્ગ'માં ‘જ્ઞાનીપુરુષ’ ‘ડિરેક્ટ' જ શુદ્ધાત્મપદ કે જે અચળપદ છે, દરઅસલ, નિર્લેપ છે, તે પદ જ પ્રાપ્ત કરાવે છે !!!
પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે, દેહ નહીં, તે ‘રિયલાઈઝ' થાય કે દેહાધ્યાસ મિટે, અહંકાર ને મમતા જાય. દેહાધ્યાસી દેહાધ્યાસીથી છોડાવી ના શકે, દેહાધ્યાસથી રહિત એવા “જ્ઞાની પુરુષ' જ છોડાવે.
આ દેહ, મન, વાણી, આદિ ‘હું છું એવો અનુભવ વર્તે તે દેહાધ્યાસ, ને આત્માનુભવ પછી આ અનુભવ જાય ને આત્માનો અનુભવ વર્તે. દેહ સાથે જે તન્મયાકાર થાય છે તે મૂળ આત્મા નહીં, માનેલો આત્મા એટલે કે વ્યવહાર આત્મા છે.
અંદરથી ‘આ તારું ખોટું છે' એવું જ બોલે છે તે આત્મા નહીં પણ વ્યાવહારિક જ્ઞાન જે જે જાણ્યું તેના આધારે ટેપરેકર્ડ થયેલી, તે બોલે છે ! આ બધું જ આંખ (કેમેરા), કાન (રિસીવર), વાણી (ટેપરેકર્ડ), મગજ (મશીનનું હેડ) તેમ જ ખાય, પીવે, બોલે, ચાલે એ બધું ‘મિકેનિકલ’ છે.
‘હું પાપી છું, હું તપસ્વી છું, હું શાસ્ત્રજ્ઞાની છું', એવું માને છે, અગર તો દેવદર્શન, ધર્મધ્યાન, જપ તપાદિ જ કરે છે, તેને ય ‘જ્ઞાની'એ ‘મિકેનિકલ આત્મા કરે છે” એમ કહી દીધું !!! જગતની માન્યતામાં જે આત્મા છે, જેને એ સ્થિર કરવા જાય છે, એ સચર, ‘મિકેનિકલ આત્મા’
છે ને દરઅસલ આત્મા તો અચળ છે, જ્ઞાયક સ્વભાવનો છે. માન્યતા જ મૂળમાં ભૂલ ભરેલી છે. સચર વિભાગમાં રહીને અચળ આત્માને ખોળવા જતાં પ્રાપ્તિ સચરાત્માની જ થાય ને ! ‘મિકેનિકલ આત્મા’ કે જે સ્વયં ચંચળ છે, ક્રિયાશીલ છે, તેને જગત સ્થિર કરવા જાય તો તે કઈ રીતે થાય ?! અચળ પ્રત્યેની દ્રષ્ટિ જ સ્વાભાવિક અચળતાને પમાડે છે. ‘મિકેનિકલ આત્માને દરઅસલ આત્મા સ્વભાવે કરીને ભિન્ન છે તે ભિન્નત્વનું ભાન, તે પ્રત્યેની દ્રષ્ટિ ‘જ્ઞાની’ વિણ કોણ સમજાવે, કોણ કરાવે ? દરઅસલ આત્મા તો કેવળજ્ઞાન સ્વરૂપે છે, કેવળ પ્રકાશક રૂપે છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંત સુખધામ, અનંતા ગુણોથી ભરપૂર એવું ચેતન છે એ તો !!!
સંસારમાં જેની રમણતા છે એ દરઅસલ આત્મા ન હોય. રાગષ છે. પરિણામ પ્રવર્તે ત્યાં લગી શુદ્ધાત્મપદની પ્રાપ્તિ પણ નથી !
ચેતનના સ્પર્શથી માયાવી શક્તિની ઉત્પત્તિ થઈ, જે બ્રાંત ચેતન છે. નિક્ષેતન-ચેતન એટલે બાહ્ય બધાં જ લક્ષણો ચેતનનાં ભાસે, પણ ખરેખર તે ચેતન નથી. મૂળ ચેતન તો મહીં છે ને ઉપર નિચેતન-ચેતનનું પડ છે, નિતન-ચેતનને જ ‘મિકેનિકલ ચેતન” કહ્યું !
મિશ્રચેતન-શાનીનો મૌલિક શબ્દ શું સૂચવે છે કે અવસ્થામાં તન્મયાકાર થાય ત્યારથી મિશ્રચેતન થવા માંડે. તે પછી બીજા અવતારમાં પરિપકવ થઈ રૂપકમાં આવે, ડિસ્ચાર્જની પ્રક્રિયા શરૂ થાય ત્યારે ‘મિકેનિકલ ચેતન” કહેવાય !
‘રિયલ આત્મા’ કે ‘રિલેટિવ આત્મા’ એ અનુક્રમે શાશ્વત્ ને અશાશ્વત્ ગુણોથી પરખાય. ‘રિયલ’નું ‘રિયલાઈઝ’ થાય નહીં ત્યાં સુધી ‘રિલેટીવ આત્મા'ને જ ‘રિયલ આત્મા’ મનાય છે, ભ્રાંતિને કારણે ! એ ભ્રાંતિ વૈજ્ઞાનિક કારણોથી જ ઉત્પન્ન થાય છે. ભ્રાંતિથી જાણનારો ને કરનારો, અવિનાશી ને વિનાશી એક રૂપે જ વર્તે. ‘જ્ઞાની પુરુષ' ભ્રાંતિ તોડી આપે ને ‘રિયલ’ અને ‘રિલેટિવ'ની વચ્ચે ‘લાઈન ઓફ ડિમાર્કેશન’ નાખી આપે ત્યારે આત્મદર્શન કે જે ગુપ્તસ્વરૂપ છે, જેના સિવાય જગતમાં અન્ય કોઈ અદ્ભુત દર્શન નથી, તે લાધે ! પછી તો પોતે ક્ષેત્રજ્ઞ રહી