________________
30. સંયમ પરિણામ બાહ્ય સંયમને ભગવાને સંયમ કહ્યો નથી. પર પરિણતિ જ ઉત્પન્ન ના થાય એ સંપૂર્ણ સંયમ કહેવાય. ક્રોધ, માન, માયા, લોભના સંયમને સંયમ પરિણામ કહેવાય. સંયમથી જ આત્મશક્તિ પ્રગટે.
૩૧. ઈચ્છા પૂર્તિતો કાયદો! મનનો સ્વભાવ નિત નવું નવું ખોળવાનો છે. મહીં જાતજાતની ઇચ્છાઓ થયા કરે, ત્યાં કુદરત એને કહે કે તારી બધી જ અરજીઓનો સ્વીકાર થશે, પણ અમારી અનુકૂળતાએ ! ઇચ્છા થાય ને વસ્તુ મળે તે અધોગતિએ લઇ જાય ને ઇચ્છા હોય છતાં વસ્તુનું ઠેકાણું ના પાડે તે ઊર્ધ્વગતિમાં લઇ જાય.
૩૨. ટી.વી.ની ટેવો ! મનુષ્યદેહ મહાપરાણે મળ્યો છે. પણ જેની સમજણ હોય એવું એ વાપરી ખાય. કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઈમ વેડફી રહ્યા છે. સમજણના અભાવને લઈને મનુષ્યપણું ખેંચવાઈ જાય ને બધો ટાઈમ વેડફાઈ જાય.
33. લોભતી અટકણ પોતાની પાસે બધું જ છે, છતાં ખોળે તે લોભિયો. ‘વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો.’ કહેવાથી લોભની ગાંઠ તૂટવા માંડે.
B૪. લગામ છોડી છે એક ક્ષણ પણ પાંચ ઇન્દ્રિયરૂપી ઘોડાની લગામ છૂટતી નથી ને ઉતાર આવે ત્યાં ખેંચવાને બદલે ઢીલી મૂકે ને ચઢાણ આગળ ઢીલ મૂકવાની ત્યાં ખેંચે ! જ્ઞાનીપુરુષ તેથી લગામ ‘વ્યવસ્થિત'ને સોંપી ‘જોયા” કરવાનો પ્રયોગ આપે છે. અઠવાડિયામાં રવિવારે આ પ્રયોગ કરવાથી ‘વ્યવસ્થિત’ યથાર્થપણે સમજાવા માંડે, વર્તન શું થઇ રહ્યું છે. વાણીથી ‘રેકર્ડ કેવી લાગી રહી છે. તેને અને મનને ‘પોતેજોયા કરવાનું છે. જેટલા અંશે મન, વાણી ને કાયાને છૂટા ભાળ્યાં તેટલા અંશે કેવળજ્ઞાન ઉપજે, મન, વચન, કાયાની ક્રિયાને ખસેડવાની કે ફેરફાર કરવાની નથી, તેને માત્ર જોવાની જ છે ! ‘ડિસ્ચાર્જને કઇ રીતે ફેરવી શકાય ? પોતે પોતાના જ પુગલ પરિણામોને જોયા કરે ત્યારે કેવળજ્ઞાન સત્તામાં હોય!
‘શું બને છે એ જોયા કરવું.’ એ જ્ઞાનીઓનો અંતિમ દશાનો સંયમ છે !
૩૫. કર્મતી થીયરી સમાધાન ત્યાં ધર્મ, અસમાધાન ત્યાં અધર્મ.
કર્મ શું છે ? તમે જ્ઞાની હો તો તમારા કર્મ નથી, અજ્ઞાની હો તો કર્મ તમારાં છે, કર્તાભાવથી કર્મ બંધાય. ‘મેં કર્યું’ એ આરોપિત ભાવથી કર્મ બંધાય. ‘હું ચંદુલાલ છું’ એ જ કર્મ છે. આત્મા કર્મનો કર્તા નથી. ભ્રાંતિથી તેમ ભાસે છે, ભ્રાંતિ ખસે કે કર્મનો કર્તા નથી ને કર્મય નથી. કર્મ કરે છે કોણ ? પુદ્ગલ કે આત્મા ? બન્નેમાંથી કોઇ નહીં, અહંકાર જ કર્મ કરે છે. આત્મા વ્યવહારથી કર્તા છે ને નિશ્ચયથી અકર્તા છે. આત્મા સ્વભાવકર્મનો કર્તા છે. પણ રોંગ બીલિફથી ‘હું ચંદુલાલ છું’ એમ માને છે ને કર્મ બંધાય છે. આત્માની હાજરીથી અહંકાર ઊભો થાય છે ને તેમાં કર્તાભાવ ઊભો થાય છે ને તે ભાવ પ્રમાણે પુદ્ગલ સક્રિય બની જાય છે ! અહંકાર ગયો કે બધું થઇ ગયું ખલાસ !!! ‘જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે પછી કર્મ બંધાય જ નહીં.
અનંત અવતારોનાં કર્મો એટલે બધા અવતારોનાં કર્મોનો સરવાળો નહીં પણ સરવૈયારૂપનાં કર્મો ! શુભ કર્મ ભોગવતાં મીઠાશ આવે ને અશુભ ભોગવતાં કડવાટ !
સ્થૂળ કર્મો, એટલે કે પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં આવતાં કર્મોનું ફળ અહીં ને અહીં ભોગવાઇ જાય છે ને સૂક્ષ્મ કર્મ, જે દેખાય નહીં, માલિકનેય ખબર ના પડે. તે કર્મોનું ફળ આવતા ભવે ભોગવાય છે. દાન આપે છે તે સ્થૂળ કર્મ. તેનું ફળ નામ, કીર્તિ, વાહવાહ રૂપે લોકો તરત આપશે જ, પણ દાન આપતા સમયે મહી ભાવની વર્તના, જેવી કે, આ મેયરના દબાણને લીધે આપવું પડયું, નહીં તો ના આપત, અગર તો મારી પાસે વધુ હોત તો વધારે આપત એવા ભાવની વર્તના જ આવતા ભવે ફલિત થાય છે. સ્થળ ક્રિયાની પાછળનો અભિપ્રાય જ સુક્ષ્મકર્મ ‘ચાર્જ કરે છે સ્થૂળકર્મ ‘ડિસ્ચાર્જ સ્વરૂપે છે, તેથી તેની સ્વાભાવિક ક્રિયા હોય છે, કોઇ કર્તા નથી, ને સૂક્ષ્મ કર્મનો કર્તા અહંકાર છે. “મેં કર્યું’ એ ભાવ જ કર્મ બાંધે છે અક્રમ વિજ્ઞાન કહે છે. ‘કર્મ'થી નહી કિંતુ ‘વ્યવસ્થિત’
32
33