________________
આપ્તવાણી-૪
૧૩૩
પ્રશ્નકર્તા: ‘સત્ય એ જ ઇશ્વર છે” એવું કહેવાય છે ને ?
દાદાશ્રી : આ સત્ય ઇશ્વર નથી. આ સત્ય તો ફેરફાર થાય એવું છે. આ તમે માનો છો કે ‘હું ચંદુભાઈ છું’ તેય ખોટું જ છે ને ? આ સત્ય વિનાશી છે, એ ખરું સત્ નથી. ખરું સત્ તો જે અવિનાશી છે, તે જ સત્ છે, તે જ સત્-ચિત્ત આનંદ સ્વરૂપે છે.
આ જગતનું સત્ય કેવું છે ? તમે એમ કહો કે, ‘આ માણસને મેં પૈસા આપ્યા છે તે લુચ્ચો છે, આપતો નથી.” ત્યારે બીજો માણસ તમને કહેશે કે, “કચકચ શું કરવા કરે છે ? ઘેર જઇને ખઈને, છાનોમાનો સૂઇ જાને નિરાંતે, કકળાટ શું કરવા કરો છો ?” તમે એને કહો કે, “કકળાટ કરવો જોઇએ. મારું સત્ય છે.” તો તમે મોટામાં મોટા ગુનેગાર છો. સત્ય કેવું હોવું જોઇએ ? સાધારણ હોવું જોઇએ. સત્યમાં પ્રમાણિકપણું હોવું જોઇએ. એમાં કોઇને દગોફટકો ના થાય, લુચ્ચાઇ ના થાય. ચોરી ના થાય. નૈતિકતા એટલું જ જોઇએ, બીજા કશાની જરૂર નથી. આ સત્યના પૂંછડા થઇને બેઠેલા ને છેવટે દરિયામાં પડેલા !
સત્યનો આગ્રહ કરવો એ પોઇઝન છે અને અસત્યનો આગ્રહ કરવો તેય પોઇઝન છે.
પ્રશ્નકર્તા : જેમ સત્યનો આપ ભાગ પાડો છો તેમ પ્રાર્થનામાં પણ ભાગ પડેને ? દંભી પ્રાર્થના આવે ને ?
દાદાશ્રી : પ્રાર્થના તદ્દન સાચી હોવી જોઇએ, ઠોકાઠોક ના ચાલે. પોપટ આયારામ-ગયારામ બોલે, રામ-રામ બોલે, તે સમજીને બોલે કે સમજયા વગર ? તેવી રીતે આ પ્રાર્થનાઓ સમજીને, વિચારપૂર્વક, હૃદયને અસર થાય એવી હોવી જોઇએ.
(૧૬) રીલેટિવ ધર્મ : વિજ્ઞાન રીલેટિવ ધર્મ ડેવલપ થવા !
રીલેટિવ' ધર્મ એ સ્વાભાવિક ધર્મ નથી, જયારે “રીયલ’ ધર્મ એ સ્વાભાવિક ધર્મ છે, એ સ્વાભાવિક સુખ ઉત્પન્ન કરે. એ તો ‘પોતે કોણ છે? એ જાણે, ‘આ બધું કોણ ચલાવે છે' એ જાણે ત્યારે મોહ તૂટે. નહીં તો ‘આ’ મારા બેન થાય ને માસી થાય ‘ તે માસી પરેય મોહ તૂટતો નથી ને ? આ દઝાયા હોઇએ તો કોઇ ખાલી પૂછી જાય, બાકી લાગણી કોઇનેય ના થાય.
જગતના બધા “રીલેટિવ' ધર્મો વિરોધાભાસવાળા છે. “રીલેટિવ ધર્મ કોને કહેવાય કે આ ધોતિયાને શુદ્ધ કરવું હોય તો સાબુથી ધોવું પડે, પણ પછી સાબુ એનો મેલ મૂકતો જાય. સાબુનો મેલ કાઢવા ટીનોપોલ નાખો, તો તે ટીનોપોલ પાછું એનો મેલ મૂકતું જાય ! તેમ આ લૌકિક ગુરુઓ તમારો મેલ કાઢે અને પાછા પોતાનો મેલ મૂકતા જાય ! “રીલેટિવ’ ધર્મો બધા મેલથી મેલ કાઢવાનું કરે છે !
વીતરાગી જ્ઞાન સુચ્યું નથી, જાણ્યું નથી ને શ્રધ્યું નથી. જો તેમ થયું હોત તો કામ જ થઇ ગયું હોત ! ‘વીતરાગી જ્ઞાન’ ‘વીતરાગી પુરુષ’