________________
આપ્તવાણી-૪
૨૮૭
૨૮૮
આપ્તવાણી-૪
‘આપણા થકી કોઇ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય.” એટલું જ વાક્ય સમજી જાયને તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : જયાં સુધી શરીર છે ત્યાં સુધી કોઇ જીવને દુઃખ ના આપીએ એવી રીતે જીવવું બહુ અઘરું છે.
દાદાશ્રી : અઘરું હોય તેથી કરીને એમ ના કહેવાય કે દુ:ખ આપીને જ મારે જીવવું છે. તોય તમારે ભાવના તો એવી જ રાખવી જોઇએ કે મારે કોઈને દુ:ખ આપવું નથી. આપણે ભાવનાના જ જવાબદાર છીએ, ક્રિયાના જવાબદાર નથી.
ઠરાવ થઇ જવો અને મન બગડવું એ બે જુદી વસ્તુ છે.
ઓફિસમાં પરમિટ લેવા ગયા, પણ સાહેબ ના આપી તો મનમાં થાય કે, “સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.’ હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.
કોઇ પણ દેહધારી માટે આડું અવળું બોલાયું તેની ‘ટેપ' થઇ જ જાય. કોઇ જરાક સળી કરે તો પ્રતિપક્ષી ભાવની ‘રેક વાગ્યા વગર રહે જ નહીં.
પ્રશ્નકર્તા : ભાવમાં પણ ના આવવું જોઇએ ને ?
દાદાશ્રી : તમે કોઇને, સળી કરો તો સામાને પ્રતિપક્ષી ભાવ ઊભા થયા વગર રહે જ નહીં. સામો બળવાન ના હોય તો બોલે નહીં; પણ મનમાં તો થાય ને ? તમે બોલવાનું બંધ કરો તો સામાના ભાવ બંધ થાય પછી.
પ્રતિપક્ષી ભાવ !
અમને કોઇ પણ સંજોગોમાં પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. જયારે ત્યારે એ સ્ટેજે આવ્યા વગર છૂટકો જ નથી.
જગત આખું પ્રતિપક્ષી ભાવથી કર્મ બાંધે છે. સ્વરૂપજ્ઞાનીને પ્રતિપક્ષી ભાવ ના હોય. અસર થાય, પણ કર્મ ના બંધાય ! અને જયારે પરાક્રમ ઊભું થાય ત્યારે તો અસર પણ ના થાય. અસરમાં શું થાય કે કોઇ ગાળ ભાંડે તો ‘આ મને આવું બોલ્યા જ કેમ ?” એમ થાય. પણ પરાક્રમ શું કહે છે કે, ‘તે તારી ભૂલ હશે માટે જ કહે છે, ને ખોટ ગઇ તે વેપાર કરતાં આવડતું નથી તેથી.’ આમ, પોતે પોતાની જોડે વાતચીત કરીએ તો પોતાની ઓળખાણ થાય, પરિચય થાય, ‘પોતાની’ ગાદી પર, શુદ્ધાત્માની ગાદી પર બેસવાનો પરિચય થાય. આ તો ગાદી પરથી તરત ઊઠી જાય છે ! એ અનાદિકાળનો પરિચય છે તેથી અને ભોગવટો બાકી રહ્યો છે તેથી !!
અમારી આંખોમાં બીજો કશો ભાવ ના દેખાય, એટલે લોકો દર્શન કરે. કોઇ પણ જાતનો ખરાબ ભાવ આંખોમાં ના વંચાવો જોઇએ. ત્યારે એ આંખોને જોતાં જ સમાધિ થાય ! જેને કંઇક જોઇતું હોય-માન, તાન, ક્રોધ, લોભ, મોહ, તો તેના તરફ ઉછાળો ના આવે.
ભાવતું ફોર્મ :
આપણી ભૂલથી, પાપ જાગે ત્યારે આ પંખો ફરે છે તે તમારા પર પડે. હિસાબ તમારો જ છે !
| મન બગડવું કોને કહેવાય ? મન એકલું બગડતું નથી. આખું અંતઃકરણ બગડે છે. આખી પાર્લામેન્ટનો ઠરાવ થાય ત્યારે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. ‘સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું' તેમ થાય. આ એકલા મનનું કારણ નથી. મન તો શેય છે, વીતરાગી સ્વભાવનું છે. મન બગડી જાય તો પ્રતિક્રમણ કરી નાખવું. અંતઃકરણની પાર્લામેન્ટનો
તમારો ભાવ હાજર રહેવો જોઇએ. પછી બીજા બધા એવિડન્સ ભેગા થઇ જાય. તમે ભાવ હાજર લઇને નથી રહેતા તેને લીધે કેટલાક એવિડન્સ નકામાં જાય છે.
તમારે પૈણવું હોય તો પૈણવાના ભાવ હાજર રાખવા, ને ના પૈણવું હોય તો ના પૈણવાના ભાવ હાજર રાખવા. જેવા ભાવ હાજર રાખશો તેવા સંજોગ ભેગા થશે. કારણ કે ભાવની હાજરી એ વન ઓફ ધી એવિડન્સ છે.