Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 167
________________ ૨૮૬ આપ્તવાણી-૪ આપ્તવાણી-૪ ૨૮૫ ભેગો થયો તે ‘મેં શું ભાવ કર્યો હશે.’ એનો હિસાબ કાઢીને એનું છેદન મૂળમાંથી જ કરી નાખે. ‘જ્ઞાની'ઓ ભાવ પરથી મૂળ ખોળી કાઢે ને તેનું છેદન કરે. ભાવ જુદા ! વિચાર જુદા ! પ્રશ્નકર્તા : ભાવ થાય અને વિચારો આવે તેમાં શું ફેર છે ? દાદાશ્રી : ભાવને જગતના લોક જે રીતે સમજે છે ને, તેવું તે નથી. મને જલેબી પર ખૂબ ભાવ છે.” એ જે ભાવ કહે છે તે ગમે ત્યાં ભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ખરેખર તો ભાવ આંખે દેખાય એવી વસ્તુ જ નથી. જેને આ લોકો ભાવ કહે છે તે તો ઇચ્છાઓ છે. વિચાર અને ભાવ એ બેને લેવા-દેવા નથી. પ્રશ્નકર્તા : વિચાર આવે ને ભાવ થાય. આ બેનું ‘ડિમાર્કશન’ થતું નથી. દાદાશ્રી : જે વિચાર આવે છે, તે બધું ‘ડિસ્ચાર્જ સ્વરૂપ છે અને ભાવ ‘ચાર્જ' છે. વિચાર ગમે તેટલા આવતા હોય તેનો વાંધો નથી, પણ ‘પોતે' જ્ઞાનમાં રહે તો. પ્રશ્નકર્તા : આ ભવમાં જે ભાવ કરે એનું આ ભવમાં જ ફળ મળે ? દાદાશ્રી : ના. ભાવ તો કેટલી બધી વસ્તુઓ ભેગી થાય ત્યાર પછી તેનું દ્રવ્ય થાય. ભાવનું દ્રવ્ય થતાં થતાં તો કેટલોય ટાઇમ થાય. કર્મનું પરિપાક થાય ત્યારે ફળ આવે. આપણે દૂધ લઇ આવ્યા માટે દૂધપાક થઇ ગયો ના કહેવાય. એ તો ચૂલો સળગે, તપેલાં મૂકે, હલાવ લાવ કરે ત્યારે દૂધપાક થાય. કિંમત, ભાવતી જ ! ત્યારે મનમાં ઉછાળો મારે કે, ‘આવો સંયોગ ફરી આવો.” અને આ કાળમાં તો દ્રવ્ય જુદું ને ભાવ જુદા. દાન આપતી વખતે ભાવમાં એવું હોય કે, ‘હું તો દાન આપું જ નહીં. આ તો નગરશેઠે દબાણ કર્યું તેથી આપ્યું.” એટલે મન જુદું, વાણી જુદી ને વર્તન જુદું. તેથી અધોગતિના દડિયા બાંધે. એ પ્રપંચ છે તેથી. ભગવાનનાં દર્શન કરવા જાય તો દર્શન વખતે સાથે જોડાનાં ને દુકાનનાં હઉ દર્શન કરવાનાં ! દ્રવ્ય ભગવાન તરફ અને ભાવ જોડામાં ને દુકાનમાં ! ભગવાન શું કહે છે કે દ્રવ્ય પ્રમાણે તારો ભાવ નથી તો તે ધર્મ કર્યો જ નથી, અને ‘હું ધર્મ કરું છું’ એ માનવું એ પ્રપંચ કર્યો કહેવાય. તેથી ભારે અધોગતિમાં જઇશ. વીતરાગના માર્ગમાં કોઇનુંય આટલુંય પોલ ચાલે નહીં. ભાવની તો કિંમત છે. અત્યારે ભાવપૂર્વક થતું જ નથીને ? ભજિયાં બનાવ્યાં, પણ ભાવપૂર્વક બનાવેલાની કિંમત ઊંચી છે. લોકોને ભાવ ઓળખતાં આવડતો નથી. આ તો અભાવપૂર્વક સારું ભોજન આપે તો ટેસ્ટપૂર્વક જમે. અને ભાવપૂર્વક રોટલો હોય તો મોઢું બગાડે. ખરી રીતે ભાવપૂર્વકનો રોટલો હોય તો પાણી જોડે ખાઇ જવો જોઇએ. અમે તો ભાવપૂર્વક ઝેર આપે તોય પી જઇએ ! કિંમત ભાવની છે. ભાવપૂર્વક વ્યવહાર ચાલે તો સતયુગ જ છે. શેઠ-નોકર ભાવપૂર્વક રહે તો કેવું સુંદર લાગે ! ભાવ તો રહ્યો જ નથી. અરે, આ મંત્રો પણ ભાવપૂર્વક બોલે તો ચિંતા ના થાય, એવું છે. ભાવક્રિયા એ જીવતી ક્રિયા છે, ભલે પછી એ નિશ્ચેતન-ચેતનની હોય. અને અભાવ ક્રિયા એ મરેલી ક્રિયા છે.. કોઇને જમાડીએ, આ જૈનોના સાધુઓને વહોરાવીએ તો ભાવપૂર્વક કરવું. કેટલાક તો મહારાજને ભાવપૂર્વક વહોરાવતા પણ નથી. મહારાજ તો વીતરાગ ભગવાનની પાટ પરના છે. તેમનું તો સાચવવું જોઇએને ? મહીં આત્મા છે. તે તરત જ સમજી જાય કે આ ભાવથી આપે છે, વિનયથી આપે છે કે નહીં ? તમારે ઘેર સગવડ ના હોય તો રોટલો ને શાક અતિથિને જમાડજો, પણ ભાવ ના બગાડશો. વ્યવહાર તો ઊંચો હોવો જોઇએને ? ક્રમિક માર્ગમાં આ ભાવની જ કિંમત ઊંચી ગણાય. સંસારમાં વસ્તુ નડતી નથી, તમારા ભાવ નડે છે. ભગવાને કહ્યું હતું કે દ્રવ્ય હશે તો ભાવ ઉત્પન્ન થશે. તેવું સારા કાળમાં હતું. દાન આપે

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186