Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 169
________________ આપ્તવાણી-૪ એટલે આ કોના જેવું છે ? કોઇ આળસુ ખેડૂત હોય અને ખેતરમાં ગયો જ ના હોય ને બી નાખ્યાં જ ના હોય તો પછી વરસાદ શું કરે ? એની મેળે વરસાદ પડી જાય અને પેલાને કશો ફાયદો ના મળે. અને બીજા ખેડૂતે બી નાખી મેલ્યા હોય તો વરસાદ પડે કે તરત બધું ઉગી નીકળે. ૨૮૯ પ્રશ્નકર્તા : એનો એક જ ભાવ હોય, ભાવ ફર્યો ના હોય, છતાંય સંયોગ એને ના બાઝે ને એનો ભાવ ઊડી જાય ? દાદાશ્રી : હા, એવુંય બને ! એવું કોઇક જ વખત બને. એ ભાવ પૂર્વભવનો કાચો ભાવ કહેવાય, ડગમગ ભાવ કહેવાય. નહીં તો એવું બને નહીં. જેમ આ સડેલું બી નાખીએ પણ કશું ઊગે નહીં એવું કાચા ભાવનું હોય છે. એની આપણને ખબર પડે. એ ડગમગવાળું હોય. “બી નાખું કે ના નાખું ? બી નાખું કે ના નાખું ?” એવું થયા કરે. એવું કોઇક જ વખત બને. અને આ તો મૂળ વસ્તુ કહી કે આપણે આપણો ભાવ ધરી દેવો, તો એ પ્રમાણે બધું ભેગું થઇ જાય. આપણે દુકાન કરવી હોય તો નક્કી કરી રાખવું કે મારે દુકાન કરવી છે. પછી સંજોગો આજે, નહીં તો છ મહિને પણ ભેગા થાય. પણ આપણે તૈયારીઓ રાખવી, ભાવ તૈયાર રાખવો. અને બીજું બધું ‘વ્યવસ્થિત’ના તાબે છે. નવો ભાવ આપણે ઉત્પન્ન નહીં કરવાનો. નવો ભાવ તો આત્માને હોય જ નહીં ને ? આત્મા પ્રાપ્ત કર્યા પછી ભાવકર્મ આપણાં બંધ થઇ જાય. આ તો પાછલા ભાવ કે જેને ભૂતભાવ કહેવામાં આવે છે, ભૂતભાવ આવે ને કાર્ય થઇ જાય, ને એનો આપણે નિકાલ કરી નાખીએ છીએ. અને ભાવિ ભાવ તો આપણે કરતા નથી. વર્તમાન ભાવ તો આપણો ‘સ્વભાવ’ રહે છે તે ! ઇન્દ્રિયજ્ઞાન ભાવના બધી ઊભી કરે અને અતિન્દ્રિયજ્ઞાન ભાવના ઊભી ના કરે, શુદ્ધાત્મા ભાવના ઊભી ના કરે. ભાવ જ મુખ્ય એવિડન્સ ! અજ્ઞાન દશામાં ભાવ સ્વરૂપ આત્મા છે, ભાવાત્મા છે. અને જ્ઞાન ૨૯૦ આપ્તવાણી-૪ દશામાં જ્ઞાનાત્મા છે. ભાવાત્મા પાસે ભાવસત્તા એકલી જ રહી, એ જ એ વાપરે છે. બીજું કશું કરતો નથી. કરેલા ભાવ નેચરમાં જાય છે. પછી કુદરત, પુદ્ગલ મિશ્રિત થઇને એનું ફળ આપે છે. આ બહુ ગૂઢ સાયન્સ છે. તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના જે પરમાણુઓ છે તે મહીંના પરમાણુઓ જોડે હિસાબ મેળવીને-જોઇન્ટ થઇને અંદર દાખલ થઇ જાય. અને તે હિસાબ બેસે ને તેવા ફળ આપીને જાય. પછી એમ ને એમ ના જાય. આમાં આત્મા કશું જ કરતો નથી. અને બહાર એવો કોઇ ઇશ્વર નથી કે તમને ફળ આપવા માટે આવે. આ વ્યવસ્થિત શક્તિ જ બધું ચલાવી લે છે તમારું. આમાં આત્મા કશું જ કરતો નથી, આત્મા ખાતો નથી, પીતો નથી, ભોગ ભોગવતોય નથી, ખાલી ભાવનો કર્તા છે. આત્મા સ્વભાવનો કર્તા થાય તો વાંધો નથી. આ તો વિભાવનો કર્તા છે, એટલે સંસાર ઊભો થયો છે. સ્વભાવના કર્તામાં મોક્ષ થાય. સો રાણીઓ હોય, પણ એને મહીં ભાવ ઉત્પન્ન થવા માંડે કે મારે તો બ્રહ્મચર્યનો જ ભાવ રાખવો જોઇએ, આ અબ્રહ્મચર્ય ન હોવું ઘટે તો એવો વિચાર થતાં થતાં ભાવ સ્વરૂપ થઇ જાય, તે આવતા ભવે કેવું સુંદર બ્રહ્મચર્ય રહે ! બ્રહ્મચર્ય પાળવું પોતાના હાથમાં નથી. ભાવ કરેલો તેનું ફળ આવશે. તીર્થંકરોને જ્ઞાન થયા પછી છેલ્લો ભાવ ઉત્પન્ન થાય છે, જગત કલ્યાણ કરવાનો. પોતાનું કલ્યાણ થઇ ગયું. હવે બીજાનું કેમ કરીને કલ્યાણ થાય, એવા ભાવ ઉત્પન્ન થાય છે. તેના ભાવ સ્વરૂપે એ ભાવાત્મા તેવો થાય છે. પહેલો ભાવાત્મા તીર્થંકર થાય છે. પછી દ્રવ્યાત્મા તીર્થંકર થાય છે. એય નિર્વિકલ્પનું ફળ નથી, વિલ્પનું ફળ છે, ભાવનું ફળ છે. પ્રશ્નકર્તા : આપના જેવા યોગી પુરુષો હોય તે આ બધી સૂક્ષ્મ પરમાણુઓની ક્રિયાઓ જોઇ શકે ? દાદાશ્રી : જોઇ શકે, તો જ આ પઝલ સોલ્વ થઇ શકે તેમ છે. નહીં તો આ પઝલ સોલ્વ કોઇ રીતે થઇ શકે તેમ નથી. લોક કહેશે કે આણે આને પોઇઝન આપ્યું તેથી આ માણસ મરી

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186