Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 185
________________ આપ્તવાણી-૪ ૩૨૧ ૩૨૨ આપ્તવાણી-૪ વીતરાગ વાણી વિતા, ન ઉપાય ! ભગવાનને કોઇ એ પૂછયું કે, “મોક્ષે જવાનું સાધન શું ?” ત્યારે તેમણે કહ્યું કે, ‘વીતરાગ વાણી વિના, અવર ન કોઇ ઉપાય’ એ વાણી સિદ્ધ વાણી કહેવાય, સામાને ઊગી નીકળે. પ્રશ્નકર્તા : વીતરાગ વાણીનું પ્રમાણ શું ? દાદાશ્રી : વીતરાગ વાણી એટલે દરેકનો આત્મા કબૂલ કરે જ, દરેક ધર્મનાં લોક એને કબૂલ કરે. એક આડાઇવાળો જ ના કબૂલે. વીતરાગ વાણી આત્મરંજન કરાવનારી હોય, બીજી બધી વાણી મનોરંજન કરાવે. વીતરાગ વાણી સાંભળતાં જ તદ્દન નવી લાગે, અપૂર્વ લાગે. અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય સાંભળી ના હોય, વાંચી ના હોય એવી વાત હોય. વીતરાગના વચન કોને કહેવાય કે જે વાદી પ્રતિવાદી બન્ને કબૂલ કરે. પ્રતિવાદી પણ કબૂબ્સ કરે કે, ‘વાત ખરી છે, પણ અમને આ વાત પોષાતી નથી.” વાણીનું ટેપિંગ ! પ્રશ્નકર્તા : શરૂઆતમાં સૂક્ષ્મ કયાંથી ઊભું થયું ? દાદાશ્રી : એ પેલા સ્થળમાંથી પાછું સૂક્ષ્મ ઉત્પન્ન થાય છે. સ્થળ હોય તેમાં રાગદ્વેષ થવાથી પાછું ફરી નવું સૂક્ષ્મ ઊભું થાય છે. જો એક જ અવતાર વીતરાગ રહો તો ખલાસ થઇ ગયું બધું ! પણ પાછું બીજ નાખ્યા જ કરે છે. પ્રશ્નકર્તા: આપ જે બોલો છો તે ભાષાને સમાધિ ભાષા ના કહેવાય ? દાદાશ્રી : તમારે સમાધિ ભાષા કહેવી હોય તો સમાધિ ભાષા કહો, સ્યાદ્વાદ કહો તો સ્યાદ્વાદ છે. અમારી ભાષા કોઇનેય દુ:ખદાયી ના હોય, સુખદાયી થઇ પડે દરેકને. આ વાણી અમારી માલિકીની છે જ નહીં. અહંકાર આખો શુન્ય થઈ જાય ત્યારે રેકર્ડ ચોખ્ખી થઇ જાય. અમને જ્ઞાન થયા પછી રેકર્ડ ચોખ્ખી થઇ ગઇ. પ્રશ્નકર્તા : વાણી રેકર્ડ છે એમ કયારે કોઇ બોલી શકે ? દાદાશ્રી : જયારે મોઢા પર ભાવાભાવ ન દેખાય ત્યારે વાણીનું માલિકીપણું છૂટી ગયું, અને ત્યાં જ આપણો ‘એન્ડ’ થાય છે ! વાણીતું ‘ચાર્જ પોઈન્ટ' ! પ્રશ્નકર્તા : આ બધી ‘ડિસ્ચાર્જ ટેપ છે, તો નવી ટેપ કેવી રીતે કરવાની ? દાદાશ્રી : આ બધી વાતો કરો એની પાછી નવી ટેપ પડયા કરે. એ ટેપ ભાવથી થાય છે. ‘આપણો’ ભાવ હોય તે પ્રમાણે ટેપ થઇ જાય. મારો ભાવ બોલવામાં કેવો છે ? ‘મારે તમારું અપમાન કરવું છે તો તેવું ટેપ થઇ જાય, ‘માન આપવું છે ને પ્રેમથી વર્તવું છે તો તેવું ટેપ થઇ જાય. એટલે ભાવ ઉપરથી ટેપ થઇ જાય છે. પ્રશ્નકર્તા : ભાવ પડે ત્યારે નવું પડે ? દાદાશ્રી : હાસ્તો, ભાવ પડે ત્યારે નવું ટેપ પડે. પછી ફેરવવા પ્રશ્નકર્તા : આપ કહો છો કે આ હું નથી બોલતો, પણ ટેપરેકર્ડ બોલે છે, તો તે કઈ રીતે ? તે સમજાવો. દાદાશ્રી : એના ગુણધર્મ ઉપરથી. આત્માના આમાં ગુણધર્મો નથી. પુદ્ગલના ગુણધર્મ નથી. એ પુદ્ગલની અવસ્થા છે. વાણી અહંકારની પ્રેરણાથી ટેપ થાય છે. અહંકાર પોતે તે ટેપ નથી કરતો. માત્ર તેની પ્રેરણાથી ટેપ થાય છે. મહીં અહંકાર પ્રેરણા કરે કે, કોર્ટમાં આમ બોલવું છે, તેમ બોલવું છે ત્યારે પછી તેવી ટેપ નીકળે. પ્રશ્નકર્તા : આપની વાણી ક્યારે ટેપ થઇ હશે ? દાદાશ્રી : ગયા ભવમાં ટેપ થયેલી તે આ ભવમાં બોલાય છે. પ્રશ્નકર્તા : વાણી એ સૂક્ષ્મનું સ્થૂળ થયેલું છે ? દાદાશ્રી : હા, સૂક્ષ્મનું સ્થૂળ થયેલું છે.

Loading...

Page Navigation
1 ... 183 184 185 186