Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 172
________________ આપ્તવાણી-૪ છે. ભ્રાંતિ છે ત્યાં સુધી ભાવમન છે. દ્રવ્યકર્મનાં ચક્ષુ એ ગયા અવતારના આઠ કર્મનાં ચક્ષુ લાવે છે, તે ચક્ષુના આધારે ભાવ કરે છે. ભાવના આધારે પુદ્ગલ પરમાણુઓ પકડી લે છે ને તેનું દ્રવ્યમાં પરિણામ આવે છે. આ આખું સાયન્સ જ છે. ૨૯૫ પ્રશ્નકર્તા : જીવનની છેલ્લી ઘડીના ભાવ પ્રમાણે પુદ્ગલ પકડે? દાદાશ્રી : તરત જ પકડે. આ ભાવ કર્યો તે ભ્રાંતિભાવ છે. સ્વભાવભાવ નથી. બહાર જે ચોખ્ખા પરમાણુઓ છે કે જેને વિશ્રસા કહેવામાં આવે છે. મનની અંદર ભ્રાંતિભાવ થયો એટલે એ પરમાણુ પ્રયોગસાના વહેણમાં જાય અને જયારે પરિણામ પામે ત્યારે મિશ્રસા થાય, એ પછી કડવા-મીઠાં પરિણામ આપીને જાય. અત્યારે આ દેહ મિશ્રસા પરમાણુનો બનેલો છે. તે પરિણામ આપીને જાય. આત્મા લક્ષમાં આવે, સ્વભાવભાવમાં આવે ત્યારે નવાં બીજ ના પડે. કર્મના ઉદય કોઇનેય છોડે નહીં. વ્યવસ્થિત'ની જાળમાં આવ્યા પછી ચોગરદમથી ચીપિયા આવે, સરકમસ્ટેન્સિસ'ના ચીપિયા આવે. મનને જે ગમે છે તેમાં તેને રસ પડી જાય. પોતાને ના ગમે, પણ મનને તો ગમે ને ? એટલે એમાં પોતે તન્મયાકાર થઇ જાય. મનનો સ્વભાવ કેવો છે કે જયાં સુધી એનું ગમતું ના થાય ત્યાં સુધી સંતોષ ના થાય, ને ગમતું થયું એટલે સંતોષ થાય. સંસારનાં એક્ઝિબિશનમાં પ્રવેશ કરવા જેવું જ નથી !! પ્રતિભાવ ! પ્રશ્નકર્તા : પ્રતિભાવ કોને કહેવાય ? દાદાશ્રી : તમે કંઇક ખોટું બોલી ગયા ને પછી તમને અંદર એમ થાય કે, ‘આ ખોટું થયું, આવું ના બોલવું જોઇએ' એ પ્રતિભાવ કહેવાય. જે તમે બોલો છો તેને જ તમે ‘ના બોલવું જોઇએ’ એવો જે ભાવ કરો એ પ્રતિભાવ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ એ જ પ્રતિભાવ ને ? આપ્તવાણી-૪ દાદાશ્રી : મહીં જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય. ગોળી છૂટી જાય પછી મનમાં એમ થાય કે ‘ના છોડવી જોઇએ.’ આ પ્રતિભાવ એ આપણો પુરુષાર્થ ગણાય છે. પ્રશ્નકર્તા : જ્ઞાનીને કેવા પ્રતિભાવ રહે ? દાદાશ્રી : અમને પ્રતિભાવ ના થાય. પ્રશ્નકર્તા : આ ગોળી છૂટવાના પ્રસંગમાં જ્ઞાનીને કેવું રહે ? ૨૯૬ અંદરની પરિણતિઓ કેવી રહે ? દાદાશ્રી : મહીં કુદરતી રીતે ગોળી છૂટે જ નહીં, પછી ભાવ કયાં કરવાનો રહ્યો ? અને નાની નાની ગોળીઓ છૂટે તે તો જોયા કરે કે, ‘ઓહોહો ! દારુખાનું ફૂટે છે !' તે ભાવ કહેવાય એવું ના હોય. મહીં શરીરમાં તો બહુ જાતની ગોળીઓ ફૂટયા કરે, તેને ભાવ ના કહેવાય. પ્રશ્નકર્તા : ‘ડિસ્ચાર્જ’માં તન્મયાકાર થાય તો પાછા બીજા ભાવો પડે ને ? દાદાશ્રી : હા, બધું જોખમ ખરું ને ? પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઇ જાય. પ્રતિક્રમણ કરે એય પરભાવ. એનાથી પુછ્યું બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઇ ગયો એટલું ઓછું થયું. એટલે અજ્ઞાનીને પ્રતિભાવ ના થાય. એને જાગૃતિ જ ના હોયને કે આ ખોટું થાય છે. ‘જ્ઞાની’ને પણ પ્રતિભાવ ના હોય. કારણ કે એમને ભાવ જ ઉત્પન્ન ના થાય, તો પ્રતિભાવ કયાંથી થાય ? એ સંપૂર્ણ જાગૃતિની નિશાની છે. અને જેને સમ્યક દર્શન થયું છે એવા જાગૃત મહાત્માઓને પ્રતિભાવ થાય, અવળા ભાવ થાય કે તરત જ જાગૃતિ એ દેખાડે ને તેની સામે પ્રતિભાવ ઉત્પન્ન થાય. સ્વભાવ-સ્વક્ષેત્ર : પરભાવ-પરક્ષેત્ર ! પ્રશ્નકર્તા : જયારે જુઓ ત્યારે આપ એવા ને એવા જ લાગો છો.

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186