Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 178
________________ આપ્તવાણી-૪ ૩૦૭ ૩૦૮ આપ્તવાણી-૪ પ્રશ્નકર્તા : આમ દબાવીને જે વાણી નીકળે એ તો યાંત્રિક વાણી નીકળી કહેવાય. પણ જ્ઞાનીની વાણી યાંત્રિક વાણી નીકળી નથી ને ? દાદાશ્રી : અમારી વાણી ટેપરેકર્ડ છે ને તમારી વાણી ટેપરેકર્ડ છે. માત્ર ‘જ્ઞાની’ની વાણી સ્યાદ્વાદ હોય. પ્રશ્નકર્તા સ્યાદ્વાદ એ ચેતનવાણી કહેવાય ? દાદાશ્રી : વાણી ચેતન હોઇ શકે જ નહીં; પછી તે અમારી હોય કે તમારી. હા, અમારી વાણી સંપૂર્ણ શુદ્ધચેતનને સ્પર્શ કરીને નીકળે છે એટલે ચેતન જેવી ભાસે છે. પ્રશ્નકર્તા: ‘વાણી જડ છે' એવું કહેવાય ખરું ? દાદાશ્રી : “વાણી જડ છે' એવું કહેવાય, પણ ચેતન છે એવું તો ના જ બોલાય. મોટરનું હોર્ન દબાવીએ તો એ બોંગેડે કે ના બોંગેડે ? આમ દબાવ્યું તે મહીં જે પરમાણુઓ હતા તે દોડધામ, દોડધામ કરી મેલે, એક બીજાને ઘસાય, એનાથી અવાજ થાય છે આ બધો. વાજામાંથી કેવું નીકળે છે ? તેવું આમ વાજામાંથી જ ઘસાઇ ઘસાઇને નીકળે છે બધું. આ બધું ‘મિકેનિકલ’ છે. આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે. દાદાશ્રી : હા, કહેવાય. એમાં કોઇ પણ પ્રકારનો આગ્રહ ના હોય. પ્રશ્નકર્તા : નિરાગ્રહી વાણી માટે આપને વિચાર કરીને બોલવું પડે કે નહીં ? દાદાશ્રી : ના. વિચારથી તો જે બોલે એ નિરાગ્રહી વાણી હોય જ નહીં. આ તો ‘ડિરેક્ટ’ ચેતનને સ્પર્શ કરીને નીકળે છે. ‘જ્ઞાની’ની વાણી જાગૃતિપૂર્વકની હોય. તે સામાના હિત માટે જ હોય. કોઇનું હિત સહેજેય ના બગડે, તે પ્રમાણે જાગૃતિમાં રહે જ. ‘જ્ઞાની પુરુષ'ની વાણી ઉલ્લાસભેર સાંભળ સાંભળ કરે તેથી તેવી વાણી થતી જાય. ખાલી નકલ કરવાથી કશું વળે નહીં. પ્રશ્નકર્તા : સ્વાવાદ વાણી કયારે નીકળે ? દાદાશ્રી : બધા જ કર્મોનો ક્ષય થાય; ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય ત્યારે સ્યાદ્વાદ વાણી નીકળે. આખું વીતરાગ વિજ્ઞાન હાજર થવું જોઇએ. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ નીકળે. ત્યાં સુધી બધી બુદ્ધિની વાત, વ્યવહારની વાત ગણાય. સ્યાદ્વાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપદેશ આપવો એ ભયંકર જોખમદારી છે. સ્યાદ્વાદ વાણી ! ઉપદેશનો અધિકારી ?.. પ્રશ્નકર્તા : આપની વાણી, ‘જ્ઞાની'ની વાણી કેવી કહેવાય ? દાદાશ્રી : સ્યાદ્વાદ વાણી, એ અનેકાંત કહેવાય છે. પ્રશ્નકર્તા : સ્વાવાદ એટલે શું ? દાદાશ્રી : કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી વાણી. આ વાણીને વૈષ્ણવો, જૈનો, શ્વેતાંબરીઓ, દિગંબરીઓ, સ્થાનકવાસી, પારસી, મુસ્લિમ બધા જ ‘એકસેટ’ કરે. એ એકાંતિક ના હોય. અનેકાંત હોય એમાં. પ્રશ્નકર્તા : એને નિરાગ્રહી કહેવાય ? ઉપદેશ કોણ આપી શકે ? સામો વિવાદ ઊભો ના કરી શકે તે જ. બાકી આપણા માર્ગમાં ચર્ચા ના હોય. અમારું પુસ્તક સમજવાની રીત શું છે ? બે જણ સરખું ના સમજે. એક સાચી સમજણવાળો ને બીજો અધૂરી સમજણવાળો હોય, તેમાં અધુરી સમજણવાળાએ જક પકડી કે મારું જ સાચું છે તો તેને ‘તારું કરેક્ટ છે' કહીને આગળ ચાલવું. સની સમજણમાં વિવાદ ના હોવો જોઇએ. મારું ખરું છે એવું માનવાનું ના હોય. ‘મારું છે માટે ખરું છે” એવું મહીં થયા કરે, એ રોગ ઊભો થયો કહેવાય. આપણી સાચી વાત સામો કબૂલ કરે જ. જો ના કરે તો આપણે છોડી દેવું. હું જે બોલું તે સામાનો

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186