Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 180
________________ આપ્તવાણી-૪ ૩૧૧ ૩૧૨ આપ્તવાણી-૪ દાદાશ્રી : આપણે ભાવથી દરરોજ માંગણી કરવાની કે મારી વાણીથી કોઇનય દુ:ખ ન હો અને સુખ જ હો. એનાં ‘કોઝ' સેવવાં જોઇએ તો પ્રાપ્ત થાય. વચનબળ, જ્ઞાતીનાં ! ‘જ્ઞાની પુરુષ'ના એક એક શબ્દમાં ગજબનું વચનબળ હોય. વચનબળ કોને કહેવાય કે હું કહું કે બધા ઊભા થઇ જાવ. વચન પ્રમાણે બધા માણસો ચાલે, એનું નામ વચનબળ. વચનબળથી વચન સિદ્ધ થયા કરે. અત્યારે તો વચનબળ જ નથી રહ્યું ને ? બાપ છોકરાને કહેશે કે, ‘તું સુઈ જા.' તો છોકરા કહેશે, “ના, હું સિનેમા જોવા જાઉં છું.” વચનબળ તો તેનું નામ કે તમારું વચન નીકળ્યું તે પ્રમાણે જ ઘરનાં બધાં કરે. પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : વચનબળ શી રીતે જતું રહયું છે ? આ વાણીનો દુરૂપયોગ કર્યો તેથી. જૂઠું બોલ્યા, લોકોને ખખડાવ્યા, કુતરાંને બીવડાવ્યાં, પ્રપંચ કર્યા, તેથી વચનબળ તૂટી જાય. જૂઠું બોલીને સ્વબચાવ કરે, સત્યના આગ્રહ ને દુરાગ્રહ કરે તોય વચનબળ તૂટી જાય. છોકરાને ટૈડકાવે, “સાલા, સીધો બેસ'. તેથી છોકરા આગળ વચનબળ ના રહે. જો વાણી એવી નીકળે તે સામાના હૃદયને ઘા કરે તો બીજા ભવમાં વાણી હપૂચી ખેંચાઇ જાય, દસ-પંદર વર્ષ મૂંગો રહે. જેટલું તને સમજાય તેટલું સત્ય બોલજે. ના સમજાય ત્યાં ના બોલે, તેનો વાંધો નથી. તો એટલું વચનબળ ઉત્પન્ન થાય. ‘કોઈને દુઃખ થાય એવું નથી બોલવું’ એમ નક્કી કરવું ને ‘દાદા' પાસે વચનબળની શક્તિ માગ માગ કરવી, એનાથી તે પ્રાપ્ત થશે. અમારું વચનબળ અને તમારી દૃઢ ઇચ્છા હોવી જોઇએ. અમારું વચનબળ તમારા સર્વ અંતરાયો દૂર કરી આપે. તમારી પરીક્ષા થાય પણ પાર ઉતરે. મૌત-તપોબળ !! દાદાશ્રી : મૌન તપોબળ એટલે માણસ અમુક જગ્યાએ મૌન ના રહી શકે ત્યાં જ મૌન રહે તો એ મૌન તપોબળમાં જાય. નોકરે પ્યાલો ફોડયો, ત્યાં મૌન રહે તે તપમાં જાય. એટલે મૌન જેવી કડકાઈ આ જગતમાં કોઇ નથી. બોલેને તો કડકાઇ બધી વેડફાઇ જાય. મોટામાં મોટું તપ તે મૌન, બાપ જોડે ઝઘડો થાય ત્યાં મૌન પકડે તો તપ થાય. તે તપમાં મહીં બધું ઓગળે ને એમાંથી સાયન્સ ઊભું થાય. આજે તો લોક મૌન પકડે ને બીજે દહાડે સામટો ઉકાળો કાઢે ! મૌન તપોબળ તો બહુ કામ કાઢી નાખે. આખા જગતનું કલ્યાણ કરી નાખે. તેથી કવિએ લખ્યું છે ને, “સત્પુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે !” -નવનીત. આ દાદા પાસે બધી બોલવાની છૂટ, છતાં મૌન રહે એ મૌન તપોબળ કહેવાય. પ્રશ્નકર્તા : મૌન કોને કહેવાય ? દાદાશ્રી : આત્માર્થે જે જે બોલે તે બધું મૌન જ ગણાય. પ્રશ્નકર્તા સ્થળ બોલવાનું બંધ કરીને મૌન પાળે તે હિતકારી ખરું? દાદાશ્રી : ચૂળ મૌન તો સ્થૂળ અહંકારને બહુ વેરણ-છેરણ કરી નાખે. આ સંસારની જંજાળ જ શબ્દમાંથી ઊભી થયેલી છે. મૌનથી તો ખૂબ જ શક્તિ વધી જાય એવું છે. ને બહારની વાણીથી લોકોને દુઃખ થાય, એ પથરાની પેઠ વાગે. તે મૌનને દહાડે તો તેટલું બંધ થાય ને ? મૌન એ સંયમ લાવે છે. આ જાડું જાડું મૌન એય પણ સંયમ લાવે છે. એ અહંકારનું મૌન કહેવાય. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ રીતે જાગૃત રહે એ શુદ્ધાત્માનું મૌન કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી મૌન કેવું હોવું જોઇએ ? દાદાશ્રી : મૌન કોને કહેવાય કે જેમાં નોકષાય ના હોય, હાસ્ય, શોક, જુગુપ્સા એ બધું ના હોય. મહીં સૂક્ષ્મ વાણી પણ ના હોય. મૌન વખતે સ્થૂળ તો બોલે જ નહીં, ને લખે તેય વાણી જ છે. તે લખવાનું પ્રશ્નકર્તા : મૌનને તપોબળ કહે છે તે કયા અર્થમાં ?

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186