Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 170
________________ આપ્તવાણી-૪ ગયો. એ કરેક્ટ વાત નથી. પહેલું અંતઃકરણમાં પોઇઝન અપાઇ જાય છે. એ સૂક્ષ્મ સ્વરૂપનું પોઇઝન છે ને પેલું સ્થૂળ સ્વરૂપનું પોઇઝન છે. પહેલું અંદર ક્રિયા થાય છે, પછી બહાર થાય છે. આ ખોરાક આપણે ખાઇએ છીએ તે આપણે રોજ કંઇ કહેતા નથી કે આ જ ખાવાનું બનાવજો, અને કહે છે તો તે પ્રમાણે બધું બનતુંય નથી. આ તો મહીં જે પરમાણુ માગે છે તે બહાર ‘વ્યવસ્થિત' શક્તિ એને ભેગા કરી આપે છે. આ બધું ‘વ્યવસ્થિત’ પ્રમાણે જ ગોઠવાયેલું હોય છે. મહીં કડવા રસની જરૂર પડેલી હોય ત્યારે જ કારેલાંનું શાક ભેગું થાય. ત્યારે આ અક્કરમીઓ બૂમાબૂમ કરે કે, “આજે કારેલાંનું શાક કેમ કર્યું ?' આય વિજ્ઞાન છે. ૨૯૧ અમે કહ્યું ‘માઇન્ડ ઇઝ ઇફેક્ટિવ, સ્પીચ ઇઝ ઇફેક્ટિવ, બોડી ઇઝ ઇફેક્ટિવ.’ હવે આ ‘ઇફેક્ટિવ’ કેવી રીતે બને-એના તો બહુ બહુ વિચાર આવવા જોઇએ. આપણને દુઃખ થાય છે તે મનના પરમાણુની ઇફેક્ટ છે, એમાં કોઇનો દોષ નથી. ફક્ત ‘ઇફેક્ટ’ છે. બહારનું કોઇ દુઃખ દેતું નથી. બહારના તો બધા નિમિત્ત છે. પહેલું અંતરમાં થાય તો જ બહાર થાય. તે અમે અંતર ઉપરથી સમજી જઇએ કે થોડીક વાર પછી આવું થવાનું છે. અમને એવું દેખાય. એટલું તો તમને સમજાયને કે આ ઝેર ખાવાથી માણસ મરી જાય છે, તેમાં વચ્ચે ભગવાનની જરૂર નથી ? ભગવાનને મારવા નથી આવવું પડતું. આ પરમાણુઓ મારે છે. ખરેખર મારનારા મહીં છે. સ્થૂળમાં દેખાવ ના હોય તો જગત ચાલેય નહીં ને ? આ ભ્રાંતિ છે, એ સ્થૂળને લીધે છે આખી ! સ્થૂળ ઝેરને તો સારા ડૉક્ટરો ઓકી નખાવડાવે પણ સૂક્ષ્મમાં જો હોય તો ગમે તેટલું ઓકાવો તોય મરી જાય. આ વિજ્ઞાન બધું જાણવા જેવું છે. પ્રશ્નકર્તા : એટલે આ જે જે ભેગું થાય છે, એ અંદર પહેલાં સૂક્ષ્મમાં પડેલું છે એટલે જ ભેગું થાય છે ? દાદાશ્રી : બીજું ત્યારે કોણ ભેગું કરનાર છે ? તમને આટલું શાક આપ્તવાણી-૪ મેલ્યું હોય તો બે ફોડવાં નથી પડી રહેતાં, થાળીમાં ? એનું શું કારણ ? અરે, એક દાણોય મહીં પડી રહે કે ના પડી રહે ? મહીં જેટલો હિસાબ હશે એટલું જ લેવાશે. બીજું બધું પારકું ! ૨૯૨ આપણે સારા ભાવ કરીએ તેનાં સારાં ફળ આવે ને ખરાબ ભાવનાં ખરાબ ફળ આવે. ને ભાવાભાવ ના કર્યા અને ‘હું શુદ્ધાત્મા છું’ થઇ ગયો, તો કર્તા બંધ થઇ ગયો. તો જૂનું ફળ આપીને ચાલી જાય, નવું ના આવે. આ સાયન્સ છે, ધર્મ નથી. ધર્મ તો જયાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટેનો છે. બાકી સાયન્સ તો સાયન્સ છે. ઠેઠ મુક્તિ કરાવડાવે એ ! દ્રવ્ય-ભાવ ! પ્રશ્નકર્તા : ભાવ ચઢે કે દ્રવ્ય ? દાદાશ્રી : ભાવને ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે. દ્રવ્ય અવળું પણ હોય. તે જોવાતું નથી, ભાવ જ જોવાનો છે. દ્રવ્ય-ભાવને સમજવું બહુ અઘરું છે. આ જે ભમરડો ફરે છે, તે દોરી ખૂલતી જાય છે તે દ્રવ્ય છે ને પાછી વીંટાય છે તે ભાવ છે. શુદ્ધાત્મામાં કોઇ જાતનો ભાવ જ નથી. ‘પ્રતિષ્ઠિત આત્મા'ના ભાવને ભાવ કહેવાય છે. પ્રતિષ્ઠિત આત્મા તો જ્ઞાનીને અને અજ્ઞાનીનેય ખરો. સ્વરૂપ જ્ઞાન ના હોય, તેને મનનાં દૃઢ પરિણામમાં હોય કે, ‘મારે પ્રતિક્રમણ કરવું જ છે' એ ભાવ દૃઢ કરે એટલે દ્રવ્ય ઉત્પન્ન થાય અને દ્રવ્યમાંથી ભાવ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : ભાવમન અને દ્રવ્યમન એટલે શું ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા કરે એટલે ભાવમનની શરૂઆત થાય અને તેમાંથી દ્રવ્યમન રૂપકમાં આવે. લોકો જે ભાવાભાવ કરે છે તે ‘પ્રતિષ્ઠિત આત્મા’ના છે. શુદ્ધાત્માને ભાવ હોય જ નહીં. જે દેખાય છે તે ડિસ્ચાર્જ છે. ચાર્જ તો દેખાય નહીં, ખબરેય પડે નહીં. ભાવ જડે તેમ

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186