Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 163
________________ આપ્તવાણી-૪ ૨૭૭ ૨૭૮ આપ્તવાણી-૪ શુદ્ધાત્મા છું” જાણશે ત્યારે ભાવકો જોર કરશે નહીં. સામાન્ય સમજ એવી છે કે આત્મા ભાવ કરે છે તેથી કાળ, ભાવ ને કર્મ બંધાઈ ગયું પણ આત્મા ભાવ કરે તો તો થઇ રહ્યું, ખલાસ થઇ ગયું. તો તો એ કોઇ ચીજનો ભિખારી છે, એવું થયું. ભાવકો ભાવ કરાવે છે, અને ભાવકો જ આત્માને ભાવ્ય બનાવે પ્રશ્નકર્તા: આ ભાવકો છે તે પરમાણુરૂપે છે કે ગાંઠરૂપે છે ? દાદાશ્રી : પરમાણુરૂપે છે. એ પુદ્ગલ પરમાણુઓ છે. પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એવો કે ભાવતું થયું હોય તો આત્મા મહીં તન્મયાકાર થઇ જાય છે ? દાદાશ્રી : હા. અને ના ભાવતું હોય તો તન્મયાકાર ના થાય. એટલે એ” ભાવ્ય ના થાય તો કશું ના થાય. પ્રશ્નકર્તા : એટલે તન્મયાકાર ના થાય તો ચિતરામણ ના થાય ? દાદાશ્રી : તન્મયાકાર ના થાય તો તો કશો વાંધો નહીં, પણ “એ” તન્મયાકાર થયા વગર રહે જ નહીં. ‘સ્વરૂપનું ભાન થાય તો જ “એ” તન્મયાકાર ના થાય. જ ઊભું થયું ને ? દાદાશ્રી : ના, ના. આશય કે કશું નથી. આ તો ‘આવી ફસાયા’ જેવું થયું છે, પોતાના આશયમાં હોત તો તો પોતે ગુનેગાર ગણાય, ‘પોતે’ કર્તા થયો કહેવાય ! પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન નથી થયું, તે પહેલાં તો આ બધું ઊભું થયું તે આશયોમાંથી જ ને ? દાદાશ્રી : એ આશયથી આપણને લાગે ખરું કે જે આશય છે તેનું આ ફળ છે. પણ તે આશયો કર્તા નથી. આપણને લાગે ખરું કે આ આશયો આપણા હશે તેથી આ બધું આવ્યું. જેવો આશય હોય તેવું આવે. એ તો નિયમ છે કે આવી જાતની ટિકિટ લીધી એટલે કલકત્તા પહોંચશે. આશયો ટિકિટ લીધા બરાબર છે. આ તો અહંકારથી બોલે છે કે મને આવા આશયો ઊભા થયા તેથી આ થયું. સંસાર નિરંતર પ્રવહન કરી રહ્યો છે. એક જણે ભગવાનને પૂછયું કે, “ભગવાન, એવું તો હું શું કરું કે મારો મોક્ષ વહેલો થાય ?” ત્યારે ભગવાન કહે છે. 'તારી ભવસ્થિતિ હજી પાકી નથી. મોક્ષ માટે હજી ઝાઝો સમય છે તને.' એટલે અઢારમા માઈલ મોક્ષ હોય તો અગિયારમાં માઇલવાળો શી રીતે મોક્ષે જાય? તું ‘જ્ઞાની પુરુષ' પાસે પડી રહીશ તોય તારું કશું નહીં વળે. પણ અમુક માઇલની બાઉન્ડ્રીમાં આવી ગયો ને ‘જ્ઞાની પુરુષ” મળી ગયા તો તારું કલ્યાણ થશે. આ ભાવ કરાવડાવે છે તે મહીંલા ભાવકો છે. આ સાયન્સ બહુ ઊંચું છે. આ ‘ઝવેરી બજારમાં હોઇએ તે જુદા ભાવ હોય, ‘દારૂખાના’ માં જુદા ભાવ થાય અને ‘ચોર બજાર’માં જુદા ભાવ થાય. પ્રશ્નકર્તા : થાય, કારણ કે ક્ષણે ક્ષણે ભાવો પલટાય છે. દાદાશ્રી : જે પલટાય છે તે આત્મા નથી, એ ભાવકો છે. ‘શુદ્ધાત્મા' થઈને ફર્યો તેને ‘ડુંગરીય અડે નહીં, ને ‘દારૂખાનુંય અડે નહીં ને ‘ઝવેરી બજાર'ય અડે નહીં. આ “રીલેટિવ' જ્ઞાનનો આધાર છે, તેથી જેમ સ્થાન પલટાય તેમ ભાવ પલટાય છે. આ ઇન્દ્રિય જ્ઞાન છે, ને ઇન્દ્રિય જ્ઞાનને ભાવક, સમસરણ પ્રમાણે પલટાય ! એ ભાવકોય પાછા બદલાયા કરે છે. દસમાં માઇલમાં જે ભાવકો આવા હોય તો અગિયારમાં માઇલમાં નવી જ જાતના હોય, બારમાં માઇલમાં વળી એથીય નવી જાતનાં હોય. કારણ ‘આપણે’ ગતિ કરી રહ્યા છીએ. એટલે ખરી રીતે તો કોઇ કર્તા જ નથી. આ જગતમાં આત્માય કર્તા નથી ને પગલેય કર્તા નથી. જો પુદ્ગલ કર્તા હોત તો પુદ્ગલને ભોગવવું પડત ને આત્મા કર્તા હોત તો આત્માને ભોગવવું પડત. નથી આત્મા ભોગવતો કે નથી પુદ્ગલ ભોગવતું, અહંકાર ભોગવે છે. પ્રશ્નકર્તા ઃ આ જે બધું ઊભું થયું, તે મૂળ તો પોતાના આશયમાંથી

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186