Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 164
________________ આપ્તવાણી-૪ ૨૭૯ ૨૮૦ આપ્તવાણી-૪ લઈને ભાવ પલટાય છે. સ્વરૂપનું ભાન થાય ત્યાર પછી ભાવકોનું કશું ચાલે નહીં. એટલે આ બધી જ પરમાણુઓની અસર છે. જેમ માઇલ બદલાઇ જાય તેમ એ પરમાણુય બદલાઇ જાય. અને મોક્ષમાર્ગમાં ધીમે ધીમે એ પ્રવાહમાં આગળ વધ્યા જ કરે. પ્રશ્નકર્તા : છેલ્લે કોઇ ભાવક પરમાણુ જ ના રહે ને ? જ્ઞાનીને આ ‘ક’ હોય ? દાદાશ્રી : અમારી દશામાં ભાવકનું પરમાણુય ના રહે. અમે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ તમે આવો તો તમારા પણ ભાવક ના રહે, પછી કોઇ બૂમ પાડનાર મહીં ના રહે, શુદ્ધાત્માના સ્પષ્ટ વેદનમાં આવે તો ‘ક’ ના રહે. આ ‘સાયન્સ” માત્ર સમજવાનું છે. આ જ્ઞાન તો ઇટસેલ્ફ' ક્રિયાકારી છે. આ ઝીણી વાત સમજે તો જ મોક્ષ થાય. ભાવોમાં ન મળે તો મુક્તિ ! ઉદયમાં આવે ખરો, પણ બંધ પડયા વગર નિર્જરા થઇ જાય. અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યાર પછી મહીં ‘ચેતક’ બેસાડી આપીએ છીએ. માત્ર તમારે હવે તેને મજબૂત કરી લેવાનો છે. ‘વિષયમાં સુખ છે ત્યાં ચેતકની જરૂર છે. વિષયનું આરાધન પોલિસવાળો પરાણે દંડા મારીને કરાવે એના જેવું હોવું જોઇએ. એટલો આ ચેતકને મજબૂત કરી લેવાનો છે. તો જ એ પેલાની સામો થાય. નહીં તો ચેતક નિર્માલ્ય થઇ જાય. આ ‘ક’ તો બહુ ભારે હોય છે. સંસારમાં અટકવાનું થાય તો ચેતક ચેતવે ! સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી મહીં આલોચના, પ્રતિક્રમણ, ચેતક વગેરેનાં નવાં થાણાં સ્થપાય છે, ને ‘ક’ની વંશાવળીના થાણાં ઊઠવા માંડે છે. વ્યાપક-વ્યાપ્ય ! ભગવાને તપ કોને કહ્યું છે ? લોકો તપે છે તેને ભગવાને તપ કહ્યું નથી. આ તો લોક તપ, લૌકિક તપ કહેવાય. મોક્ષ માટેનું તપ અલૌકિક હોય. મહીં ભાવકો બધા ભાવ કરાવડાવે તે ઘડીએ તપ એવું રાખે કે જરાય પોતાનું' ચૂકે નહીં. ભગવાન મહાવીરેય એ જ તપ કર્યું હતું. ઠેઠ સુધી તપ તપી અને જ્ઞાનથી જોયા જ કર્યું અને ‘પોતે’ અસરમુક્ત રહ્યા ! પ્રશ્નકર્તા : એ અસરમુક્ત શી રીતે રહેવાય ? દાદાશ્રી : મહીં બધા ભાવકો છે. પોતે જો ભાવ્ય થાય તો ભાવ થાય ને ફસાય. તું તો પરમાત્મા છે. માટે ભાવને જાણ. અને ભાવનો તું જ્ઞાતાદ્રષ્ટા રહ્યો તો ફસાઇશ નહીં. જો ભાવક ના હોય તો પોતે પરમાત્મા જ છે. આ ભાવક કોણ છે ? પહેલાની ગુનેગારી એ ભાવક છે, એનાથી બીજ પડે છે. ભાવક ને ભાવ્ય એકાકાર થાય તો યોનિમાં બીજ પડે. ને એનાથી સંસાર ઊભો થાય છે. જો ભાવક ને ભાવ્ય એકાકાર ના થાય, ત્યાં ‘પોતે’ ‘સ્ટ્રોંગ’ રહ્યો, તો ‘પોતે” ભાવ્ય ના થઇ જાય તો અનુબંધ પ્રશ્નકર્તા : આ સમજાવો, વ્યાપકને ‘વ્યવસ્થિત' ખોળે છે, દિવ્યચક્ષુ એની લ્હાણી માણે છે.” -નવનીત. દાદાશ્રી : કવિરાજ શું કહે છે કે વ્યાપકને ‘વ્યવસ્થિત’ ખોળે છે! જગત બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે ને નિરંતર ‘વ્યવસ્થિત' જ રાખે છે. એને કોઇ ફેરફાર કરી શકે નહીં. અને ‘વ્યવસ્થિત’ કોઇ દહાડોય અવ્યવસ્થિત કરતું નથી. આ તો મોટી રકમને મોટી રકમે ભાગાકાર કરે છે. એવું દેખાય કે “આ પોતાનો છોકરો આટલું બધું તોફાન-નુકસાન શા માટે કરતો હશે ?” અલ્યા, જેટલી વજનદાર તારી રકમ હોય તેટલી રકમ ભાગાકાર થાય ને ? નાની રકમને નાની રકમથી ને મોટી રકમને મોટી રકમથી ભાગાકાર થાય, પણ ભાગાકાર થાય. પ્રશ્નકર્તા : વ્યાપક એટલે ઇશ્વર ? દાદાશ્રી : અહીં પદમાં વ્યાપકનો અર્થ જુદો છે. સર્વવ્યાપક શબ્દ જુદો છે ને આ શબ્દ જુદો છે. જેમ ભાવક, ચેતક તેમ વ્યાપક છે. આત્મા

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186