Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 148
________________ ૨૪૮ આપ્તવાણી-૪ પ્રશ્નકર્તા: તો કર્મ કોણ કરે છે ? આત્માને કર્મ લાગે કે પુદ્ગલને ? આપ્તવાણી-૪ ૨૪૭ આમણે મારું અપમાન કર્યું. પેલો કર્તા છે એ ‘થીયરી' જોઇ છે, પણ આ મારા કર્મના ઉદય કરી રહ્યા છે એ “થીયરી' જોઇ નથી. ઘણાં લોકો બોલે છે કે, “મારા કર્મો નડે છે'. પણ એ “થીયરી’ એમણે જોઇ નથી. ‘કર્મ શું છે એ જો સમજયો હોત તો સામાને આરોપ કરવાનો રહેતો જ નથી કે, ‘આણે મને આમ કેમ કર્યું !' લઈને જીવો તરફડાટ તરફડાટ અનુભવી રહ્યા છે. ઉપરથી કહે છે કે, ‘આ ભાઇએ મને આમ કર્યું. તેમ કર્યું. એનાથી કર્મ ડબલ થતાં જાય છે. જો મૂળ વાત સમજે કે “આ શાથી બન્યું, ઘરવાળા પજવે એ પોતાનો જ હિસાબ છે, ભોગવે તેની ભૂલ છે” તો તરફડાટ શમી જાય. પ્રશ્નકર્તા : સંસારનું ચક્ર કર્મની ‘થીયરી' પ્રમાણે ચાલે છે ને ? દાદાશ્રી : ના, એમાં કર્મની “થીયરી’ નથી. પ્રશ્નકર્તા : કર્મ શું છે ? કર્મની ‘થીયરી’ ઉપર બેસી રહીએ તોય સમાધાન થતું નથી. ભગવાનને કર્તા માનીએ તોય ફીટ થતું નથી. તો પછી બીજું જ કંઇક હોવું જોઇએ, જે આ બધાને “રેગ્યુલર રાખે છે. એ શું છે ? દાદાશ્રી : એ તો “સાયટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ'ના આધારે ચાલે છે. આખા ‘વર્લ્ડ'ને આ જ શક્તિ ચલાવે છે. આ શબ્દો એકદમ નહીં સમજાય. બહુ ઝીણવટથી વિચારશો તો સમજાશે. દાદાશ્રી : જો તું જ્ઞાની છે તો તારાં કર્મ નથી ને અજ્ઞાની છે તો તારાં કર્મ છે. એવું છે, ‘આત્મા કર્મનો કર્તા છે” એવું જે માને છે તે ભૂલ છે. ખરેખર આત્મા, કર્મનો કર્તા નથી. આત્મા જો કર્મનો કર્તા હોયને તો છૂટે જ નહીં કોઇ દહાડો. જો આત્મા કર્મનો કર્તા હોત તો મોક્ષમાં ગયેલા. સિદ્ધો પણ ત્યાંય કર્મ બાંધ્યા જ કરે. કોઈ બાપોય કર્મ બાંધનાર નથી કે કોઈ બાપોય છોડાવનાર નથી, જે છે તે તું જ છે. પ્રશ્નકર્તા : આત્મા ‘શુદ્ધાત્મા’ છે તો પછી કર્મ કોને લેપાયમાન કરે છે? દાદાશ્રી : કરનારને. પ્રશ્નકર્તા : જો પુદ્ગલ કરે તો એ તો અહીં જ રહે છે ને ? દાદાશ્રી : કર્મ પુદ્ગલેય નથી કરતું ને આત્માય નથી કરતો. એ તો આત્માની હાજરીથી અહંકાર ઊભો થાય છે. એ અહંકાર જ કર્મ કરે છે. એ અહંકાર જ કહે છે, “આ મેં કર્યું, મને સુખ પડયું, મને દુઃખ પડયું, મને જ્ઞાન થયું, મને અજ્ઞાન થયું.” એ બધું અહંકાર જ કર્યા કરે છે. અહંકાર ગયો એટલે ‘પોતે’ ‘તે' રૂપ થઇ ગયા. લોકોને સમજાય તેથી વીતરાગોએ કહ્યું કે આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. ‘બાય રીલેટિવ વ્યુ પોઇન્ટ’ આત્મા કર્મનો કર્તા છે. તેય પાછો, આ દેખાતા કર્મોનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા છે. આ દેખાય છે તે કર્મને તો કુદરત, ‘વ્યવસ્થિત’ કરે છે. ‘બાય રીયલ વ્યુ પોઇન્ટ’ આત્મા સ્વભાવકર્મનો કર્તા છે. પોતાની ‘રોંગ બીલિફ ઉત્પન્ન થાય છે કે “હું ચંદુલાલ છું ! એટલે આ ‘રોંગ બીલિફ'થી કર્મ લાગે છે. પુદ્ગલ એકલું કર્મ ના કરી શકે, “આત્માની હાજરી જોઇએ. આત્માની હાજરીથી જે અહંકાર ઊભો કર્મનો કર્તા કોણ ? પ્રશ્નકર્તા કર્મ એટલે શું? એનું મૂળ શું ? શેનાથી કર્મ બંધાય દાદાશ્રી : કર્તાભાવથી કર્મ બંધાય. ‘કરું છું’ એ કર્તાભાવ છે. કરે છે બીજો ને આરોપ કરે છે કે “મેં કર્યું. કોલેજમાં પાસ થાય તે બીજી શક્તિના આધારે થાય છે ને કહે છે કે હું પાસ થયો. એ આરોપિત ભાવ છે, તેનાથી કર્મ બંધાય છે. ‘હું ચંદુલાલ છું’ એ જ કર્મ છે.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186