Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 151
________________ આપ્તવાણી-૪ ૨૫૩ દાદાશ્રી : દરેક અવતાર અનંત અવતારના સરવૈયારૂપે હોય છે. બધા અવતારનું ભેગું ના થાય. કારણકે નિયમ એવો છે કે પરિપાક કાળે ફળ પાકવું જ જોઇએ, નહીં તો કેટલાં બધાં કર્યો રહી જાય !! હિસાબ, કઈ રીતે ચૂકવાય ?! પ્રશ્નકર્તા : ગયા અવતારમાં કોઇની જોડે વેર બાંધ્યું હોય તો તે કોઇ ભવમાં તેને ભેગા થઇને ચૂકવવું પડે ને ? દાદાશ્રી : ના, એવું નથી. એવી રીતે બદલો વળતો નથી. વેર બંધાય એટલે મહીં રાગદ્વેષ થાય. ગયા અવતારમાં છોકરા જોડે વેર બાંધ્યું હોય તો આપણે વિચાર કરીએ કે એ કયા અવતારમાં વળશે ? આવી રીતે પાછા કયારે ભેગા થઇશું ? એ તો આ ભવમાં છોકરો બિલાડી થઇને આવે. તેને તમે દૂધ ધરો તો એ તમારા મોઢાં પર નખ મારી જાય ! આ એવું છે બધું ! આમ, તમારું વેર ચૂકવાઇ જાય. પરિપાક કાળને નિયમ છે એટલે ટૂંક સમયમાં હિસાબ પૂરો થાય. આ અમે તમને કહીએ કે અનંત અવતારથી તમે મોક્ષ માટે કંઇ કર્યું ? એનો અર્થ એ કે અનંત અવતારનું સરવૈયું તમારું આ ભવમાં શું છે ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયા કરે છે એ જ ને ? આ જે ભોગવવાં પડે છે એ જ કર્મફળ છે. બીજું કંઇ નથી. કર્મને દેખી ના શકાય. કર્મફળ દેખી શકાય. લોકો ધોલ મારે, માથું દુઃખે, પેટ દુઃખે, લકવા થાય તેને જ કર્મ કહે છે, એવું નથી. કેટલાક માને છે કે આ દેહનો સંગ કર્યો તેનો તરફડાટ છે. પણ હકીકતમાં તેવું નથી. દેહ કંઇ કુસંગી નથી. એની સમજ જો આમ સવળું વળે તો મોક્ષે જવામાં હેલ્પ કરે, આ તો સમજની જ આંટી પડી છે. ‘હું ચંદુભાઇ છું’ માનીને જે જે કરવામાં આવે છે તેનાથી સંસાર ઊભો રહ્યો છે. પ્રશ્નકર્તા : ઘણી વાર માણસ પડી જાય, દાઝી જાય એમાં સામું નિમિત્ત તો કોઇ હોતું નથી તો એની પાછળ કયું કર્મ હોય ? આપ્તવાણી-૪ દાદાશ્રી : સામાને નુકસાન કરવાનો પૂર્વભવમાં ભાવ કર્યો એટલું જ આપણું નુકસાન, અને એવો ભાવ ના કર્યો હોય તેને કોઇ નુકસાન કરે નહીં. ૨૫૪ બધા માણસ લૂંટાતા હોય, પણ જો કોઇ એવો ચોખ્ખો માણસ હોય તેને કોઇ લૂંટી ના શકે. લૂંટનારાય લૂંટી ના શકે, એવું બધું ‘સેફસાઇડ’વાળું જગત છે આ ! આશ્રવ, નિર્જરા : સંવર, બંધ ! પ્રશ્નકર્તા : કર્મ ખપાવવું, એ શું સમજવું ? દાદાશ્રી : કર્મનું મૂળ શું ? રાગદ્વેષ. જૈનીઝમે કહ્યું કે મોક્ષે જવું હોય તો રાગ, દ્વેષ અને અજ્ઞાન જાય તો મોક્ષ થાય.’ ને વેદાંતીઓએ ‘મળ, વિક્ષેપ ને અજ્ઞાન જાય તો મોક્ષ થાય.’ એમ કહ્યું છે. અજ્ઞાનની બાબતમાં બંને ‘કોમન’ છે. રાગ-દ્વેષનો આધાર અજ્ઞાન છે. અજ્ઞાન જાય એટલે કર્મ બધાં જ ખપતાં જાય. અજ્ઞાન શાનાથી જાય ? જ્ઞાનથી, નિજ સ્વરૂપના અજ્ઞાનથી જ મોક્ષ અટકયો છે. કર્મ કરનાર કોણ હશે ? આપને શું લાગે છે ? પ્રશ્નકર્તા : આત્મા. દાદાશ્રી : આત્મા ક્રિયાવાદી હોતો હશે ? આ બહુ સમજવા જેવું છે. એક કર્મ કોઇ ખપાવી શકે નહીં. સંવર થાય ત્યારે કર્મ ખપે. આ તો આશ્રવ ચાલુ હોય ત્યાં કર્મ શી રીતે ખપે ? કર્મ ખપાવવું અને આશ્રવનું ચાલુ રહેવું એ બે વિરોધાભાસ છે. કર્મ ખપાવવું હોય તો સંવર જોઇએ. પણ પહેલાં જીવાજીવનો ભેદ જાણ્યા સિવાય કશું વળે તેમ નથી. અશુભકર્મ ભોગવે ને શુભકર્મ બાંધે એટલું થઇ શકે. બાકી કર્મ બંધાતાં ના અટકે. પ્રશ્નકર્તા : આશ્રવ કેવી રીતે થાય ? દાદાશ્રી : મનમાં ખરાબ વિચાર આવે તે ઉદયભાવ કહેવાય. તે

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186