Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 157
________________ આપ્તવાણી-૪ ૨૬૫ પ્રભુસ્મરણ શું કામ કરવું જોઇએ ? દાદાશ્રી : પ્રભુ પ્રકાશક છે, સર્વ પ્રકાશક છે. જો એમને યાદ ના કરીએ તો પ્રકાશ ના મળે એટલો જ વાંધો છે. બાકી એમને બીજી કશી ડખલ નથી. આપણને જો પ્રકાશ જોઇતો હોય, તરવામાં કે ડૂબવામાં ‘હેલ્પ’ જોઇતી હોય તો પ્રભુસ્મરણ કરવું. એમને સંભારો એટલે તમને કંઇક પ્રકાશ પડયા વગર રહે જ નહીં. એનાથી તમારાં કર્મ સારાં થશે. પણ પ્રભુસ્મરણ સાચા દિલથી હોવું જોઇએ. એમાં ગપ્પુ ના ચાલે કે ભગવાન ઉપર છે. ઉપર તો કોઇ બાપોય નથી. મહીં બેઠા છે તે જ ભગવાન છે. ભગવાનનેય કર્મબંધન ?! પ્રશ્નકર્તા : પૃથ્વી ઉપર જે જે ભગવાન થઇ ગયા. ઋષભદેવ, મહાવીર, નેમીનાથ-એ બધા કર્મના બંધનમાં આવેલા ખરાને ? દાદાશ્રી : બધાય કર્મના બંધનમાં આવેલા, ત્યારે તો માતાના પેટે જન્મ થયો. કોઇ ભગવાન એવો નથી કે જે માતાના પેટે જન્મ્યો ના હોય. જે ભગવાન થઇ ગયા તેમણે બે કે ત્રણ અવતાર પહેલાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરેલું, પછી ભગવાન છેલ્લે થયેલા. જેને આત્માનું લક્ષ પ્રાપ્ત થઇ ગયું હોય તે બે-ચાર અવતારમાં ભગવાન થઇ શકે છે. સીધે સીધું મોક્ષે જવું હોય તો તે પણ જવાય અને જગત કલ્યાણ કરવું હોય તો ભગવાન થવાય, બેમાંથી એક થાય. ‘જ્ઞાતી પુરુષ'તાં દિવ્યકર્મ ! શાસ્ત્રકારોએ જ્ઞાનીના પ્રત્યેક કર્મને દિવ્યકર્મ કહ્યાં છે. કારણ કે પોતે સંપૂર્ણ નિર્અહંકારી, સંપૂર્ણ અકર્તા પદમાં બેઠેલા હોય છે, એટલે વીતરાગ કહેવાય. આ કાળમાં સંપૂર્ણ વીતરાગ ના હોય. અમે વીતરાગ છીએ, પણ સંપૂર્ણ નથી. અમે જગતના તમામ જીવો જોડે વીતરાગ છીએ, ફક્ત અમારા જગત કલ્યાણ કરવાના કર્મ જોડે અમારે રાગ રહે છે. જગત કલ્યાણ કરવાની ખટપટ માટેનો અમને થોડો રાગ રહી ગયો છે. એ રાગ આપ્તવાણી-૪ પણ કર્મો ખપાવવા પૂરતો જ છે. બાકી ‘અમને’ તો અમારો મોક્ષ નિરંતર વર્ચ્યા જ કરે છે. ‘જ્ઞાની'ને કાળ, કર્મ ને માયા અડે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવથી અપ્રતિબદ્ધપણે વિચરે તે જ્ઞાની. ૨૬૬ કર્મતું સ્વરૂપ ! લોક કહે છે કે કર્મ વળગ્યાં છે. પણ કર્મ તો નથી સ્ત્રી જાતિ કે નથી પુરુષ જાતિ. એ તો નપુંસક છે ને પોતે પરમાત્મા છે ! કર્મો ખરેખર જડ નથી ને ચેતનેય નથી, પણ નિશ્ચેતન-ચેતન છે. કર્મોનું ફળ મળે છે, તે મહીં આત્મા બેઠેલો છે એટલે મળે છે. નિશ્ચેતનચેતનને શુદ્ધ ચેતનનો સ્પર્શ થવાથી કર્મ ચાર્જ થાય છે પોતાનું સ્વરૂપ જાણે એટલે કર્મ બંધાવાનાં બંધ થાય. પ્રશ્નકર્તા : આત્મા અને કર્મને કેવો સંબંધ છે ? દાદાશ્રી : ‘રીલેટિવ’ સંબંધ છે. પ્રશ્નકર્તા : કર્મ આત્માને ફસાવે છે કે આત્મા કર્મને બાંધે છે ? દાદાશ્રી : કર્મ આત્માને ફસાવે છે. પુદ્ગલની એટલી બધી શક્તિ છે કે મહીં પરમાત્મા જુઓને કેવા ફસાયા છે ! પ્રશ્નકર્તા : આત્મા ધારે તો કર્મ ખપાવી કાઢે ? દાદાશ્રી : પોતે બંધાયેલો શી રીતે છૂટી શકે ? એ તો આત્મા સ્વભાવમાં આવે તો કર્મો ખપે. સ્વભાવમાં આવ્યા પછી તો ગમે તેવાં કર્મો હોય તોય ઉડાડી મેલે. ‘જ્ઞાની પુરુષ’ એક કલાકમાં તો કર્મના કેવા ધૂમાડા ઉડાડી મેલે છે. ત્યારે તો આત્માનું તમને નિરંતર લક્ષ બેસે છે, નહીં તો બેસે નહીં ! કર્મ પુદ્ગલ સ્વભાવનાં છે અને એ એના પ૨-પરિણામ બતાવ્યા કરશે. આપણે ‘શુદ્ધાત્મા’ એ સ્વ-પરિણામ છીએ. પર-પરિણામ જ્ઞેય સ્વરૂપે છે, અને ‘આપણે’ જ્ઞાતા સ્વરૂપે છીએ.

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186