________________
આપ્તવાણી-૪
૨૨૩
દાદાશ્રી : આરોપિત ભાવ છે કે, ‘હું ચંદુભાઇ છું’ તેથી. ‘રીયલ’ સ્વરૂપને જાણતા નથી એટલે. ચિંતા ક્યારે થાય ? મનમાં વિચાર આવે ને તેમાં તન્મયાકાર થાય ત્યારે. વિચારો જડ છે ને પોતે ચેતન છે. જડચેતનનું મિક્ષ્ચર થઇ જાય એટલે ચિંતા થાય. ચિંતા એ મનનો પરિષહ છે. પરિષહ એટલે વેદના ઊભી થાય. ચિંતા ના થાય એ માટે નક્કી કર કે મનના વિચારો એ સૂક્ષ્મ સંયોગો છે, તે ‘શેય છે’ ને ‘હું જ્ઞાતા છું’. વિચાર તો આવે પણ તેનું પ્રતિક્રમણ કરવું પડે. અગર તો એને નિર્માલ્ય કરી નાખવા પડે. વિચાર આવે છે, એ નિર્જીવ ભાગ છે. વિચાર કર્યા કે અંતરાય પડયા. જે શક્તિ આપણી નથી ત્યાં હાથ શું ઘાલવો ?
આ ‘અક્રમ જ્ઞાન’ અમે આપીએ પછી ચિંતા થાય તો અમારી ઉપર કોર્ટમાં વકીલ લગાડીને દાવો કરજો, એવી ગેરેન્ટી આપીએ છીએ. સંસારની ચિંતા ગઇ એટલે પહેલો મોક્ષ થયો. પછી પહેલાંનો જે હિસાબ છે તે ચૂકવાઇ જાય તે બીજો મોક્ષ. બીજો મોક્ષ એટલે પૂર્ણાહુતિ.
ભ્રાંતિમાં શાંતિ રહે ?!
આ જગતમાં શાંતિ કેવી રીતે રહે ? કરોડ રૂપિયા હોય તોય ના
રહે. જયાં ભ્રાંતિ છે ત્યાં શાંતિ કેવી ?
પ્રશ્નકર્તા : આ શાંતિ કાયમ કેમ નથી રહેતી, આટલો આટલો ધર્મ કરવા છતાંય ?
દાદાશ્રી : કારણ કે તમે નિરંતર અચેતનમાં વર્તો છો. ચેતનમાં વર્તો તો જ નિરંતર સુખ રહે.
પ્રશ્નકર્તા : શાંતિ મેળવવા શા પ્રયત્નો કરવા જોઇએ ?
દાદાશ્રી : જેમાં પ્રયત્ન કરવો પડે તેમાં શાંતિ હોય જ નહીં, એ તો ઘડભાંજ છે.
જગતમાં અનેક પ્રકારની શાંતિ હોય, પણ એ બધી મૂર્છિત શાંતિ
આપ્તવાણી-૪
અને આત્મશાંતિ એ તો કોઇ પણ પ્રકારની મૂર્છા વગરની શાંતિ હોય. આત્મશાંતિમાં તૃપ્તિ થાય અને પેલામાં તૃપ્તિ ના થાય.
૨૨૪
અશાંતિ ગઇ ને શાંતિ આવી ત્યારથી જાણવું કે કર્મ બંધાતાં અટકી ગયાં, ત્યાર પછી જ ઉકેલ આવે.
'જ્ઞાતી'તા સાતિધ્યે, કેવી તિરાકુળતા !
એક વખત અમે ‘વિહાર લેક’ ફરવા ગયા હતા. ત્યાં શયદા સાહેબ, એમના એક મુસલમાન મિત્રને કે જે કોર્પોરેટર હતા તેમને દર્શન કરાવવા લઇ આવ્યા. તેમનાં બીબી, છોકરાં બધાં આવ્યાં, એ માણસ બહુ વિચારશીલ ને ઓલિયા જેવા હતા. તે નીચે માટીમાં બેસતા હતા. તે કો’કે કહ્યું, ‘નીચે કીડીઓ કૈડશે. માટે ‘દાદા’ની બાજુમાં બેસો.' ત્યારે તેમણે કહ્યું, ‘દાદા’ની હાજરીમાં કીડીઓ કેમ કરીને કૈડે ?” પછી તેમને અમે અમારી પાસે બેસાડયા. દસ મિનિટ પછી બોલ્યા, ‘હું આટલી બધી જગ્યાએ ધર્મોમાં બધે ફર્યો, પણ મને આ દસ મિનિટમાં જે શાંતિ થઇ ગઇ તેવી કયાંય થઇ નથી. તો આનું કારણ શું ? ત્યારે મે તેમને કહ્યું, ‘આ બીજું કોઇ કારણ નથી. તમે અત્યારે અલ્લાની ખૂબ નજીક બેઠા છો. અલ્લાની નજીક જઇએ તો સુખ, શાંતિ ના હોય ? અલ્લા ‘મારી’ એકદમ નજીક અડીને જ બેઠા છે ને તમે મારી જોડે બેઠા છો. એટલે બિલકુલ નજીકમાં આવ્યાને ? પછી શાંતિ કેવી વર્તે !’
‘જ્ઞાની પુરુષ’ પાસે તો ‘કેશ ડિપાર્ટમેન્ટ’ છે. ‘ધીસ ઇઝ કેશ બેન્ક ઓફ ડિવાઇન સોલ્યુશન.' જેની પુણ્યે જાગે તે મને ભેગો થાય ને તેનું કામ નીકળી જાય.
પ્રશ્નકર્તા : આનંદ, શાંતિ કોને કહેવાય ?
દાદાશ્રી : શાંતિ ‘રીલેટિવ’માં હોય અને પરમાનંદ પૂર્ણત્વમાં હોય. પરમાનંદ એટલે પરમ તૃપ્તિ. આ દેહના હિસાબ પણ ચૂકવાઇ જાય એટલે તૃપ્તિ, પરમાનંદ રહે. દેહનો બોજો છે ત્યાં સુધી તૃપ્તિ ના રહે.