________________
આપ્તવાણી-૪
૧૩૧
૧૩૨
આપ્તવાણી-૪
જાણવાની જરૂર છે, પછી એ જ્ઞાન ઉપરની શ્રદ્ધા કયારેય પણ ચલવિચલ ના થવી જોઇએ. ક્રિયાઓ પછી જે થાય તે જોવામાં આવતી નથી.
પ્રશ્નકર્તા : વચનબળથી ‘એઝેક્ટલી’ રહે ને ?
દાદાશ્રી : વચનબળથી ક્રિયામાં ફેરફાર થાય. વચનબળથી ખોટું કરતો અટકી જાય.
સવળામાં શક્તિ માગવી પડે !
જે અજ્ઞાન ઉપર શ્રદ્ધા બેઠી હોય તો એ ક્રિયા બહુ વાર ચાલે ને થોડી શ્રદ્ધા હોય તો તે ક્રિયા સપાટાબંધ ઊડી જાય. સહેજ અજ્ઞાન હોય તો તે વહેલું ઊડી જાય. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં એને પુદ્ગલ શક્તિઓ વપરાય છે, ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે કે મને આ શક્તિઓ આપો. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં તો પુદ્ગલ શક્તિઓ એમ ને એમ મળ્યા જ કરે છે; જયારે જ્ઞાન માટે એવી શક્તિઓ મળતી નથી. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય એમાં પુદ્ગલની શક્તિઓ સહેજે મળ્યા જ કરે છે; જયારે એનાથી વિરુદ્ધ સત્ય, બ્રહ્મચર્ય માટે શક્તિઓ માગવી પડે. એ જ્ઞાન-દર્શનથી જાણી, શ્રદ્ધાથી શક્તિઓ માગવાથી શક્તિઓ મળે છે. નીચે ઉતારી પાડનારું અજ્ઞાન છે, અને તેમાં પુદ્ગલ શક્તિઓ આવ્યા જ કરે છે. જયારે ઊંચે ચઢાવનારું જ્ઞાન છે, તે પુદ્ગલ વિરોધી હોવાથી શક્તિઓ માગવી પડે તો જ ઊંચે ચઢાય.
જે ખોટું છે તેને નક્કી કરી નાખો કે આ ખોટું જ છે. તેનાં પ્રતિક્રમણ કરો, ‘જ્ઞાની’ પાસે શક્તિઓ માંગો કે આવું ના હોવું ઘટે તો તે જાય. મોટી ગાંઠો હોય તે સામાયિકથી ઓગાળાય ને બીજા નાના નાના દોષો તો પ્રાર્થનાથી જ ઊડી જાય. વગર પ્રાર્થનાથી ઊભું થયેલું પ્રાર્થનાથી ઊડી જાય. આ બધું અજ્ઞાનથી ઊભું થઇ ગયું છે. પૌદ્ગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઊડી જાય. લપસી પડવું સહેલું છે ને ચઢવું અઘરું છે. કારણ કે લપસવામાં પૌગલિક શક્તિઓ હોય છે.
પ્રશ્નકર્તા : પ્રાર્થના એટલે શું ?
દાદાશ્રી : પ્ર + અર્થના = પ્રાર્થના. પ્ર એટલે વિશેષ અર્થની માગણી કરવી તે. ભગવાન પાસે વધારાના અર્થની માગણી કરવી તે.
પ્રશ્નકર્તા : જગતમાં પ્રાર્થના કરે છે તેનું ફળ તો આવે ને? દાદાશ્રી : પ્રાર્થના સાચી હોવી જોઇએ, એવો કો'ક જ હોય. પ્રશ્નકર્તા : સોમાં એક હોય ને ?
દાદાશ્રી : હોય, કોઇ વંદયશુદ્ધિવાળો હોય તેની પ્રાર્થના સાચી હોય ! પણ પ્રાર્થના કરતી વખતે ચિત્ત બીજે હોય તો તે સાચી પ્રાર્થના ના કહેવાય.
પ્રશ્નકર્તા : પ્રાર્થના કરીએ તે કોને માટે ને કેવી રીતે કરીએ ?
દાદાશ્રી : પ્રાર્થના એટલે પોતે પોતાની શોધખોળ કરે છે. ભગવાન પોતાની મહીં જ બેઠા છે, પણ તેમનું ઓળખાણ નથી તેથી મંદિરમાં કે દેરાસરમાં જઈને દર્શન કરે છે તે પરોક્ષ દર્શન છે.
પ્રાર્થના : સત્યનો આગ્રહ !
પ્રાર્થનાથી શક્તિઓ પ્રાપ્ત !
પ્રશ્નકર્તા : ઊંચે ચઢવા માટે આ શક્તિઓ કઇ રીતે માગવી ને કોની પાસે માગવી ?
દાદાશ્રી : પોતાના શુદ્ધાત્મા પાસે, ‘જ્ઞાની પુરુષ' પાસે શક્તિઓ મંગાય અને જેને સ્વરૂપનું જ્ઞાન ના હોય તે પોતાના ગુરુ, મૂર્તિ, પ્રભુ જેને માનતો હોય તેની પાસે શક્તિઓ માગે. જે જે પોતાનામાં ખોટું દેખાય તેનું ‘લિસ્ટ’ કરવું જોઇએ ને તે માટે શક્તિઓ માગવી. શ્રદ્ધાથી, જ્ઞાનથી
પ્રશ્નકર્તા : એક છે તે કેવળ સત્યને રસ્તે ચાલે છે અને બીજો છે તે પ્રાર્થના કરે છે, તો બેમાંથી કોણ સાચો ? બેમાંથી કોને ભગવાન વહેલા મળે ?
દાદાશ્રી : પ્રાર્થના કરે તેને.