________________
આપ્તવાણી-૪
નહીં તો પછી સ્વરૂપનું ધ્યાન રાખ. એ સિવાયના બીજાં ધ્યાન શું તોપને બારે ચઢાવવાં છે ? આ સમાધિ માટે બીજાં ધ્યાન શું કરવાં છે ? આત્મામાં
આવે તો નિરંતર સમાધિ રહે તેમ છે !
૨૯
આ ધ્યાન કરવાનું કહે છે, બેસીને શ્વાસ ઊંચા-નીચા નીકળે તેની પર ધ્યાન રાખવાનું કહે છે. તે જયારે શરીર પર દાહ ઊપડે ત્યારે થાય એ ધ્યાન ? ના, ધ્યાન ઉઘાડું ના હોય, શબ્દો કે ક્રિયાઓ ઉઘાડી હોય.
રાગદ્વેષ ઓછા કરવા માટે ધ્યાન કરવાનું હોતું હશે ? રાગદ્વેષ ઓછા કરવા માટે વીતરાગ વિજ્ઞાન જાણવાનું છે.
܀܀܀܀܀
(૩)
પ્રારબ્ધ - - પુરુષાર્થ
પુરુષાર્થ કોને કહેવાય ?
દાદાશ્રી : તમે શો પુરુષાર્થ કરો છો ? પ્રશ્નકર્તા : ધંધાનો.
દાદાશ્રી : એ તો પુરુષાર્થ ના કહેવાય. જો પોતે જ પુરુષાર્થ કરતો હોય તો નફો જ લાવે, પણ આ તો ખોટ પણ જાય છે ને ? એ પુરુષાર્થ ના કહેવાય. એ તો દોરી વીંટેલી તે ઊતરે, એને પુરુષાર્થ કેમ કહેવાય ? તમે પુરુષાર્થ કરો છો તો ખોટ કેમ ખાઓ છો ?
પ્રશ્નકર્તા : એ તો એવુંય થઇ જાય. ક્યારેક નુકસાન પણ થાય.
દાદાશ્રી : ના. પુરુષાર્થ કરનારાને તો ક્યારેય ખોટ ના જાય. આ પુરુષાર્થ કર્યો એ કોણ બોલે છે ? આખું ‘વર્લ્ડ’ ‘ટોપ્સ’ છે. આ તો પ્રકૃતિ નચાવે તેમ નાચે છે ને કહે છે ‘હું નાચ્યો !’ આ આટલોક જ ‘શૉક’ આપે તો હાડકાં ને બધું બહાર નીકળી જાય. આ પુસ્તક વાંચે, શાસ્ત્રો વાંચે છે તેય પુરુષાર્થ નથી. એ બધો નૈમિત્તિક પુરુષાર્થ છે. સાચા પુરુષાર્થને કોઇ સમજ્યું જ નથી. ‘હું છું, હું છું’ કરે છે. અલ્યા, સંડાશ