________________
આપ્તવાણી-૪
૪૨.
આપ્તવાણી-૪
નાખી ? આમ કર્યું ને તેમ કર્યું.” અરે, કઢી ઢોળાઈ ગઈ તો તે સંયોગ કહેવાય. આટલાથી બે જુદા ભાગ પડે કે સંયોગ અને વિયોગ બે જ સંસારમાં છે. જેટલા સંયોગ છે તેટલા વિયોગ થવાના જ છે. અને સંયોગ જે થયો તેમાં સમતા રાખવી તે પુરુષાર્થ. કોઇ ફૂલો ચઢાવે તો આમ છાતી ફૂલાવે તો તે પુરુષાર્થ ના કહેવાય. સ્વાભાવિક જે જે થાય તે પ્રારબ્ધ છે. ફુલો ચઢાવ્યાં તે આપણે આમ પધ્ધતિસર રહીએ; એવો પુરુષાર્થ પહેલાં કોઇ દહાડો થયેલો ?
પ્રશ્નકર્તા : ના. હું જાણતો જ નહોતો કે આ પુરુષાર્થ છે.
દાદાશ્રી : તેથી અમે કહીએ છીએ કે પ્રારબ્ધ અને પુરુષાર્થને સમજો. અને જે પુરુષાર્થ થાય છે એ પોતે જાણતો નથી એ સ્વાભાવિક થાય છે, એ ઊંઘમાં થાય છે.
પ્રશ્નકર્તા ઃ આ પ્રારબ્ધ છે તે ગયા જન્મમાં ચાર્જ થયેલું હોય એના પ્રમાણમાં જ પ્રારબ્ધ આવે ?
દાદાશ્રી : જે ચાર્જ થયેલું છે તે ડિસ્ચાર્જ થાય છે. તે સંયોગ સ્વરૂપે ડિસ્ચાર્જ થાય છે. અને અવળો સંયોગ બાઝયો હોય તેને સવળો કરી લેવો એ પુરુષાર્થ છે. લપસવામાં તો સહુ કોઇ લપસે, એમાં તે શું પુરુષાર્થ કર્યો કહેવાય ? લપસવામાં અટકવું એનું નામ પુરુષાર્થ કહેવાય. આ તો સાવ આંધળા ભૂત થઇને ભટકાય છે, અને પોતાની જાતને શુંય માને છે ! આ બધું સમજવું પડશે ને ? ખોટી વાતને સત્ય માનવામાં આવી છે તે કયારે આરે જશે અને પારેય કયારે આનો આવશે ? જેનો આરો ના આવે તેનો પાર આવે ખરો ?
અને આ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન તો બધા લોક માટે નથી. કારણ કે એની જોડે અહંકાર છે ને ? હવે અહંકાર “વ્યવસ્થિત’ના તાબામાં છે અને એ પોતે કહે છે કે હું કરું છું એટલે એ બંનેનો ત્યાં આગળ ડખો થાય છે. વ્યવસ્થિતમાં પણ ડખો કરીને ઊલટું સુખ બગાડે છે. એ અહંકારથી જો એટલો ડખો ના કરતો હોય ને સમતાથી જો પુરુષાર્થ કરતો હોય તો બહુ ફાયદાકારક થઈ પડે. તોય ‘એનાથી’ ‘વ્યવસ્થિત' તો મનાય જ નહીં. ‘વ્યવસ્થિત’ તો ચોખ્ખું થયા પછી, “આત્મા’ પ્રાપ્ત થયા પછી જ
સમજાય ! જગત છે જ ‘વ્યવસ્થિત’ એમાં બેમત નથી, પણ પેલો અહંકાર છે તે “વ્યવસ્થિત’ કહે તો ડખો થાય. આ પ્રારબ્ધને જ લોકોએ આટલું બધું ઊંધું કરી નાખ્યું છે ત્યાં બીજા અવલંબનની તે શી વાત ?
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષની કૃપાથી પ્રારબ્ધ ફેરવી શકાય?
દાદાશ્રી : ફેરવી શકે, પણ કઇ રીતે ? ભોગવટાનો રસ બહુ કડવો હોય તો તે ઓછો કડવો થાય. કડવાશ ઓછી થાય, પણ ભોગવટાનું મૂળ ના જાય.
સ્વરૂપજ્ઞાન ના હોય ને કોઇની જોડે તમારે ક્રોધ થયો અગર કોઇ કે તમારા પર ક્રોધ કર્યો તો તમને સહેજે ખોટું લાગે કે ડિપ્રેસ થઈ જાવ. અથવા તો એ માણસ પર ગુસ્સો કરો તમે. હવે તે વખતે તમારે તમારું વલણ ફેરવવું એને પુરુષાર્થ કહીએ છીએ. એને જાગતો છે એમ કહેવાય. જાગૃતિ હોય તો જ પુરુષાર્થ કરી શકે ને ? ઊંધે છે તેથી પુરુષાર્થ થતો નથી. આને ભાવનિદ્રા કહી છે.
આ બધું પ્રારબ્ધ જ છે. પ્રકૃતિ પરાણે નચાવે છે, પ્રકૃતિ ઉતાવળિયાને ઉતાવળી નચાવે, આળસુને ધીમે ધીમે નચાવે. હવે ઉતાવળિયો શું કહે છે કે, આ પ્રારબ્ધવાદી આળસુ છે અને હું પુરુષાર્થવાદી છું. ખરી રીતે તારું ઉતાવળિયું પ્રારબ્ધ છે અને આનું ટાઢું પ્રારબ્ધ બાંધેલું છે. બેઉ સંયોગાધીન છે. દુકાન સારી ચાલે તો પુરુષાર્થી ગણાય, અને ના ચાલે તો કહે કે પ્રારબ્ધવાદી છે ! હકીકતમાં એવું નથી. પ્રારબ્ધ એટલે ફ્રી ઓફ કોસ્ટ’ વસ્તુ છે. પુરુષાર્થ એટલે આગળ લઇ જવાની વસ્તુ છે, એ કમાણીની વસ્તુ છે. એટલે એણે તો સંયમ ગુમાવ્યો, પણ તમેય સંયમ ગુમાવ્યો. માટે બેઉ અધોગતિમાં જશો. હવે તમે સંયમ રાખો તો તમારી અધોગતિ ના થાય, આ જગ્યાએ લપસી ના પડો. સામો તો લપસ્યો, પણ તમેય લપસો તો ત્યાં પુરુષાર્થ કયાં કહેવાય !
આ પ્રારબ્ધ-પુરુષાર્થ બહુ સમજવા જેવી વસ્તુ છે. કાલે હતી તેની તે જ ઘરેડ આજે હોય, એને પુરુષાર્થ કેમ કહેવાય તે ? છતાંય પુરુષાર્થ નથી એવું નથી. બહુ ત્યારે હજારે બે-પાંચ માણસોને હોય. ટકાવારી બહુ ઓછા હોય અને તેય પાછા જાણે નહીં કે આ પુરુષાર્થ છે. એ તો એમજ