________________
આપ્તવાણી-૪
૧૧૯
૧૨૦
આપ્તવાણી-૪
તેની ? અલ્યા, છોડી મોટી થઇ તે એના શરીરથી મોટી થઇ, એમાં તારે શું છે એટલું બધું ? છોડી મોટી ના થાય ? આ છોડવોય મોટો થાય, જેમ ઉંમર વધે તેમ ! આ તો છોડી મોટી થતી જાય તેમ તેમ મહીં અકળામણ થતી જાય છે. અને એક જણની છોડી હતી તે મોટી જ થતી નહોતી ત્યારે કહે કે, ઠીંગણી રહે છે ! તેથી અકળામણ થાય છે. આમ, આવા અકળામણવાળા લોક છે. આમને ક્યાં પહોંચી વળાય ? જો અકળામણ, અકળામણ ! જરા ડહાપણવાળી છોડી હોય તો કહેશે કે ‘દોઢડાહી છે ને જરા ઓછું ડહાપણ હોય તો કહેશે કે, ‘ગાંડી છે !! ચોગરદમથી, આમનું ઠેકાણું જ નહીં ને ?
કોઇ અપમાન કરે ત્યારે તમારો ધર્મ જતો રહે છે પ્રશ્નકર્તા : હા, જતો રહે.
દાદાશ્રી : રોજ ભગવાની પૂજા કરકર કરીએ તોય જરાક કોઇએ અપમાન કર્યું તો તે જતો રહે છે ?
પ્રશ્નકર્તા : અરે, સેવા-પૂજા કે માળા કરતા હોઇએ, તોય કોઇ અપમાન કરે તો તે ઘડીએ ધર્મ જતો રહે છે, સાહેબ !
દાદાશ્રી : ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઇને પરિણમે. ધર્મ થઇને પરિણમે એ કોનું નામ કહેવાય કે પેલો ગાળ ભાંડે તે ઘડીએ ધર્મ આપણને મદદ કરે. આ તો ખાલી દોડધામ, દોડધામ કરે છે. કેટલાંય મંદિરો ને દેરાસરોનાં પગથિયાં ઘસી નાખ્યાં, આરસના પથરાયે ઘસાઇ જવા માંડ્યા, પણ કશું કલ્યાણ થતું નથી. ધર્મ હાજર ના રહે એ ધર્મ જ ના કહેવાય. મેં પાંચ વખત તમારા ધક્કા ખાધા હોય તો તમે મારા ખરા ટાઇમે આવીને ઊભા રહો, અને આ તો ધર્મનું રોજ કરીએ પણ તે ખરે ટાઇમે ઊભો જ ના રહે, સડસડાટ આવતાં પહેલાં નાસી જાય, તેને ધર્મ કેમ કહેવાય? રોજ ચોપડીઓ વાંચવાંચ કરે છે, તે એટલી બધી વાંચી કે મગજ આખું ચોપડી સ્વરૂપ થઇ ગયું ! મગજ જ ચોપડી થઇ ગયું !! ભગવાને શું કહ્યું હતું કે આત્મા જાણ. તેને બદલે આ ચોપડી જ જાણ જાણ કરી. એને શું કરવાનું ? આટઆટલું આખી જિંદગી કર્યું, પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન
થયા કરે છે ! શું કરશો હવે ? બહુ છેતરાયા છો. આખી જિંદગી ક્રોધ, માન, માયા, લોભે લુંટી લીધા ને કશું રહેવા દીધું નહીં. હવે ભીડ પડે ત્યારે શું કરશો ?
અનંત અવતારથી ધર્મ કરે પણ ધર્મ પરિણામ પામતો નથી અને અધર્મ વધતો ગયો. સહેજ કોઇ સળી કરે કે, “ચંદુલાલમાં અક્કલ નથી.” તો તે પહેલાં આમ ભડકો જ થઇ જાય. સામાયિક કરતાં કે માળા ફેરવતાંય કોઇ સળી કરે તોય ભડકો થઇ જાય. થઇ જાય કે નહીં ?
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : આવું કેમ થઇ ગયું હશે શેઠ? સમતા રહે નહીં ને ? બાકી, ઉપાધિમાં સમતા રહે ત્યારે જાણવું કે મોક્ષનાં વાજાં વાગ્યાં.
પ્રશ્નકર્તા : એ સમતા કેવી રીતે રહે ?
દાદાશ્રી : કેમ કેવી રીતે રહે? જુઓ, આ ભાઈને સમતા રહે છે કે નથી રહેતી ? એમને પૂછો તો ખરા ? ઉપાધિમાં સમતા રહેવી જ જોઇએ, નહીં તો ધર્મ જ કેમ કહેવાય ? અત્યાર સુધી કર્યું એ ખરો ધર્મ જ ના કહેવાય. ધર્મ તો તેનું નામ કે અપમાન કરે, ગજવું કપાય તોય હાજર રહે. આ તો તમને ધર્મ મદદ નથી કરતો ને ?
પ્રશ્નકર્તા : નથી કરતો.
દાદાશ્રી : માટે તમે ધર્મને ‘સીન્સિયર’ રહ્યા નથી. આ કળિયુગમાં ધર્મને કોઇ “સીન્સિયર’ રહેતો નથી. ભઇને “સીન્સિયર રહેતો નથી ને બઇનેય ‘સીન્સિયર’ રહેતો નથી, તો પછી ધર્મને ‘સન્સિયર’ શી રીતે રહે ? લોકો ભગવાનનાં દર્શન રોજ ચાંદીની દાબડી લઇને કરવા જાય છે. ત્યારે મેં ભગવાનને કહ્યું કે, “ભગવાન ! આટલા બધા રોજ દર્શન કરે છે છતાં તમે તેમના પર રાજી કેમ નથી થતા ?” ત્યારે ભગવાને કહ્યું કે, “આ લોકો રોજ આવીને દર્શન તો કરે છે, પણ પાછા તે ઘડીએ એમના જોડાનેય યાદ કર્યા કરે છે કે કોઇ લઇ જશે, લઇ જશે, અરે દુકાને હલ જોડે યાદ કર્યા કરે ! હવે બોલો, આમાં મારો શો દોષ છે ? હું એમના પર શી રીતે રાજી થઉં ?” ત્યારે લોક મને પૂછે છે કે, ‘તો અમારે દર્શન