________________
આપ્તવાણી-૪
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૪
મોઢે તો કહે કે, “આવો, આવો.’ કારણ કે આબરૂ જાય ને ? આ આબરૂદાર આવતો ભવ બગાડીને આબરૂ રાખવા ગયો ? તેના કરતાં મોટે કહી દેને કે કયાંથી આવ્યા ? જેથી આવતો ને જતો બેઉ ના બગડે! આ તો મોઢે “ આવો, આવો’ કરે ને પાછા ધીરે રહીને ઘરવાળીને પૂછે કે, ‘તમને શું કહેતા હતા કે કયારે જશે ? પોટલાં તો મોટાં મોટાં લાવ્યા છે. !” ત્યારે બઈ કહે કે, ‘હું શું જાણું ? ભાઇબંધ તો તમારા છે. મારે શું લેવા દેવા ?” અહીં આગળ બઇ સંઘરે નહીં ભઇને. અલ્યા, હજુ હમણા તો આવ્યા ને ‘ક્યારે જશે, ક્યારે જશે? શું કરે છે ? થોડા દહાડા, દશપંદર દહાડા રહેવા તો દે ? આ દુ:ખ ક્યારે મટે ? ધર્મ શી રીતે પરિણામ પામે ? ધર્મ તો અગિયાર જણ આવે તોય ધીમે રહીને કહેશે, ‘આવો પધારો.” બીજી કશી ભાંજગડ નહીં. મન પણ બગાડે નહીં. મન બગડેલું તો મહેમાન મોઢા પરથી જ ઓળખી જાય. આ આર્તધ્યાન કહેવાય. આર્તધ્યાનનું ફળ તિર્યંચગતિ છે.
રૌદ્રધ્યાન એટલે શું ? અપમાન કરે તો પહેલાં લાલ પીળો થઇ જાય. ‘ચંદુલાલમાં અક્કલ નથી' એમ કોઇએ કહ્યું કે તરત આ અક્કલનો કોથળો ઊભો થઇ જાય ! તે રૌદ્રધ્યાન કહેવાય. મહીં ગુસ્સો થાય તે રૌદ્રધ્યાન કહેવાય. રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે. બોલો, ભગવાને ન્યાયથી કહ્યું છે કે અન્યાયથી ? ભગવાન અન્યાયી બોલ્યા નહીં હોય ને ? વીતરાગ ભગવાન કોઇ દહાડોય અન્યાય કરે જ નહીં ને ?
હવે આ અપમાન કે નુકસાન સહન કેમ થતું નથી ? ત્યારે કહે કે, “ધર્મ જાણ્યો નથી, ધર્મ સુણ્યો નથી, ધર્મ શ્રધ્યો નથી.’ ધર્મ સાંભળ્યાય નથી હજી. ધર્મ સાંભળ્યો હોય ને શ્રદ્ધા બેઠી હોય તો ધર્મ તે ઘડીએ મદદ કરે. આ તો ધર્મ ઊભો જ રહેતો નથી ને ? તમને એકલાને આવું છે એવું નથી. સાચો ધર્મ તો એનું નામ કહેવાય કે સર્વ દુઃખોથી મુક્ત કરે. દુ:ખો વધારે એને ધર્મ કહેવાય જ કેમ ?
મોક્ષનો માર્ગ તો.....
પાયા મોક્ષના છે. તે જયારે જુઓ ત્યારે એના એ જ હોય. પછી રસ્તા એના માટે જુદા જુદા હોય. કોઇ ક્રમિકમાર્ગ હોય, જેમાં જપ-તપ કરીને આગળ જવાનું, દાદરા ચઢીચઢીને જવાનું. ને એક માર્ગ અક્રમ માર્ગ છે, જેમાં દાદરા ચઢીચઢીને જવાનું નહીં, ‘લિફટમાં જવાનું. જે અનુકૂળ હોય તે માર્ગે જવું. તમારે ‘લિફટ’માં જવું છે કે દાદરો ચઢીને જવું છે?
પ્રશ્નકર્તા : એ તો ‘લિફટમાં જ જવું સહેલું ને સરળ પડે ને ?
દાદાશ્રી : તો અમારી પાસે આવજો, એક કલાકમાં જ તમને રોકડું આપી દઇશું. પછી ચિંતા ના થાય, ઉપાધિ ના થાય ને સમાધિ રહે ! ત્યારે આપણે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઇ. છોડીઓ પૈણાવો, છોકરા પૈણાવો, કશો વાંધો નહીં આવે. ખાલી અમારી આજ્ઞામાં રહેવાનું. રહેવાશે ને આજ્ઞામાં ?
પ્રશ્નકર્તા: કેમ નહીં ? મારે તો આની જ જરૂર છે. પેલું તો ક્ષણિક સુખ છે.
દાદાશ્રી : અનંત અવતારથી આ ક્ષણિક સુખમાં જ રચ્યા છો. કરોડો અવતારથી આવા જ હતા ને આજેય આવા જ છો, ઊલટું વધારે બગડયા છો. જયાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે ત્યાં સુધી ભગવાનના સાચા ભક્ત ના કહેવાય. આમ ડાહ્યાડમરા લાગે, પણ સળી કરે તો ફેણ માંડે ! તે સાચા ભક્ત ના કહેવાય. ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યો, પણ મહીં બેઠેલા ભગવાનને ઓળખ્યા નહીં. અનંત અવતારથી મૂર્તિને જ નમસ્કાર કર્યા છે ને? ભગવાનને ઓળખ્યા નહીં ને ? લોક ઉપલક-ઉપલક ભગવાનનાં દર્શન કરે છે અને જમતી વખતે ચાવી ચાવીને જુએ છે કે મહીં જાયફળ , ઇલાયચી છે ? આ તો ઊલટું બગડતું ચાલ્યું છે. હવે મોક્ષે કયારે જશો, શેઠ ?
પ્રશ્નકર્તા : હવે એનો ઉપાય આપ બતાવો કે શું છે ?
દાદાશ્રી : ઉપાયમાં તો ‘જ્ઞાની પુરુષ' પાસે માગી લેવાનું કે ‘સાહેબ મારી મુક્તિ કરો.’ તમે તો કંઈ બોલતા જ નથી ને ? તમને મુક્તિની ઇચ્છા જ નથી ને ? માગણી તો કરવી પડે ને ? આપણે ઝવેરીની દુકાને
મોક્ષનો માર્ગ એક જ છે, બે માર્ગ મોક્ષના નથી. જયારે જુઓ ત્યારે મોક્ષનો એક જ માર્ગ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ - આ ચાર