________________
આપ્તવાણી-૪
અકળામણ થઇ જાય, પોલીસવાળો બાજુમાં ખાલી એડ્રેસ જ પૂછવા આવ્યો હોય તોય !
થાય.
૭૫
પ્રશ્નકર્તા : તિરસ્કારથી ભય થાય છે તો રાગથી શું થાય ? દાદાશ્રી : મૂર્છા થાય, બેભાનપણું થાય. આ બેઉ જાય ત્યારે વીતરાગ
તરછોડ, કેટલી જોખમી !
પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં ફેર શું છે ?
દાદાશ્રી : તિરસ્કાર તો વખતે ખબર નાય પડે. તિરસ્કાર બિલકુલ ‘માઇલ્ડ’ વસ્તુ છે, પણ તરછોડ તો બહુ ઉગ્ર સ્વરૂપની છે, તરત લોહી નીકળે. આ દેહનું લોહી ના નીકળે, મનનું લોહી નીકળે.
પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડનાં ફળ કેવાં ?
દાદાશ્રી : તિરસ્કારનું ફળ એટલું બધું ના આવે, પણ તરછોડનું બહુ મોટું આવે. તરછોડ તમામ પ્રકારના અંતરાય પાડે. એટલે વસ્તુઓ આપણને પ્રાપ્ત ના થવા દે, હેરાન-હેરાન કરી મૂકે. તરછોડ શું ના કરે ? તરછોડથી તો બધું જગત ઊભું રહ્યું છે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ કે વેર છોડો, તરછોડ ના વાગે એવું ચાલો.
તરછોડ માટે અમારું ચિત્ત બહુ જાગૃત હોય. મોડી રાત્રે રસ્તા પરથી જવાનું બને ત્યારે અમે જાગૃત હોઇએ કે જેથી અમારા બૂટના અવાજથી કૂતરું ના જાગી જાય. એની મહીંયે આત્મા છે ને ? કોઇ અમને પ્રેમથી ‘પોઇઝન’ આપે તોય અમે તેને તરછોડ ના મારીએ !
વીતરાગ માર્ગમાં તો કોઇનોય વિરોધ કે તરછોડ ના હોય. ચોર, ડાકુ, બદમાશો કોઇનાય વિરાધક વીતરાગ ના હોય. એમને ‘તું ખોટો ધંધો
લઇ ને બેઠો છે’ એમ કહે તો પેલાને તરછોડ વાગશે અને તરછોડ વાગે ત્યાં ભગવાનને ના જોઇ શકે. ભગવાન તો એટલું કહે છે કે, એનેય તું તત્ત્વદૃષ્ટિથી જો. અવસ્થા દૃષ્ટિથી જોઇશ તો તારું જ બગડવાનું છે. આપણે
આપ્તવાણી-૪
કાદવમાં ઢેખાળો નાખીએ તો ? કાદવનું શું બગડવાનું છે ? કાદવ તો બગડેલો જ છે, છાંટા આપણને ઊડે. એટલે વીતરાગો તો બહુ ડાહ્યા હતા, જીવ માત્ર જોડે તરછોડ ના વાગે તેમ નીકળી જતા હતા.
૩૬
તરછોડ બધાય દરવાજા બંધ કરી દે. જેને આપણે તરછોડ મારીએ તે કાયમ દરવાજો ઉઘાડે જ નહીં.
પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ છે તે જીવનવ્યવહારમાં પળે પળે અનુભવમાં આવે છે.
દાદાશ્રી : હા, દરેકને આ જ થઇ રહ્યું છેને ? જગતમાં દુ:ખ જ એનાં છે. અવળવાણી એવી તે નીકળે, ‘દુકાળ પડો' એમ બોલે !
પ્રશ્નકર્તા : અવળવાણીના તો અત્યારે રાજા હોય છે.
દાદાશ્રી : અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો ! તરછોડનું કેટલું બધું નુકસાન છે. તેથી મજૂરોનેય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઇનેય કૈડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં.
બહારના ઘા તો રૂઝાઇ જાય, પણ વાણીના ઘા તો આખી જિંદગી ના રૂઝાય. અરે, કેટલાક ઘા તો સો-સો અવતાર સુધી રૂઝાતા નથી ! તરછોડતો ઉપાય શો ?
પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?
દાદાશ્રી : એના માટે બીજો કોઇ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભઇ મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય.