________________
આપ્તવાણી-૪
૩૭
સંસારમાં સુખી થવાની ઇચ્છા હોય તો કોઇને તરછોડ ના મારશો. તરછોડ કોને મારો છો ? ભગવાનને જ. કારણ કે દરેકની મહીં ભગવાન બેઠેલા છે. માણસને ગાળ નથી પહોંચતી, ભગવાનને પહોંચે છે. સંસારના બધાં પરિણામ એ ભગવાન સ્વીકારે છે. માટે એ પરિણામ એવાં કરજો
કે ભગવાન સ્વીકારે તો ત્યાં આપણું ખરાબ ના દેખાય, એક જીવને પણ તરછોડ મારીને કોઇ મોક્ષે જઇ શકે નહીં.
܀܀܀܀܀
(૯)
વ્યક્તિત્વ સૌરભ
વીતરાગે વર્લ્ડ ‘આ' 'જ્ઞાતી' !!
પ્રશ્નકર્તા : આપને સૌથી વધુ પ્રિય વસ્તુ કઇ ?
દાદાશ્રી : મને આત્મા સિવાય કોઇ વસ્તુ પ્રિય નથી.
પ્રશ્નકર્તા : આધ્યાત્મિક માટે આપના અનુભવો, વિચારો જણાવો.
દાદાશ્રી : હું મન, વચન, કાયાથી તદ્દન જુદો રહું છું, તદ્દન નિરાળો રહું છું. છતાં કેવળજ્ઞાન થયું નથી, કાળને આધારે ચાર ડિગ્રી તે પચ્યું નથી.
પ્રશ્નકર્તા : સંસારથી આપ શી રીતે અલિપ્ત રહી શકો છો ?
દાદાશ્રી : સંપૂર્ણ વીતરાગતાથી. ધંધો-વેપાર કરીએ, ‘ઇન્કમટેક્ષ’ ‘સેલટેક્ષ’ બધું ભરીએ, સંસારની સેંકડો તલવારો નીચે પણ વીતરાગતામાં રહીએ. હાથ કાપી નાખે તોય વીતરાગતા રહે.
પ્રશ્નકર્તા : આટલું હોવા છતાં આપને ધંધાની અગત્યતા લાગે ? દાદાશ્રી : અમારે કોઇ ચીજની અગત્યતા ના હોય, છતાં કરવું પડે છે. પોલીસવાળો પકડીને લઇ જાય ને કરાવડાવે તે કરવું પડે તેના જેવું