________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
કે, ‘તમારે ક્રોધ, માન, માયા, લોભ કાઢવાં છે કે નહિ ?” ત્યારે એ કહે છે કે, ‘હા, કાઢવાં છે.’ ‘કાઢવાં છે' કહે ત્યાં સુધી એ જાગૃત છે. પણ ક્રોધ, માન, માયા, લોભને ખોરાક આપી દે છે તે અજાગૃતિ છે. જેને કાઢવાં છે તેને ખોરાક આપે એટલે એ ટકે છે. જો ત્રણ વરસ તેમને ખોરાક ના આપે તો તે ઉભાં ના રહે. મનુષ્યો અજાગૃત છે, આ જાનવર પણ અજાગૃત છે. તો બેઉ સરખાં જ કહેવાય ને? મનુષ્યગતિનો લાભ ના મળ્યો એને!
તિજદોષ દર્શન
તમારી જોડે બોલતાં જયાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઇ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઇ જાય. અમારે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ રહ્યા છે, જે જગતના કોઇ પણ જીવને સહેજેય નુકસાનકારક ના હોય. અમને આખું જગત નિર્દોષ દેખાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઇએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઇ કે જગતમાં કોઇ દોષિત જ ના દેખાય તે.
જ્ઞાતા-શૈય રૂપે જગતમાં સંપૂર્ણ જ્ઞાન હાજર રહે તે સંપૂર્ણ જાગૃતિ, તે અમને હોય. ને જેને અમારું જ્ઞાન મળ્યું હોય તેમને કેટલી જાગૃતિ હોવી જોઇએ કે કોઇપણ પ્રસંગ બને ત્યારે અમારાં ‘પાંચ વાક્યો’ ‘એટ એ ટાઇમ’ હાજર રહે ને મહીં પેટનું જરાય પાણી ના હાલે. કોઇ પણ દેહધારી હોય, પછી ઝાડ હોય, પક્ષી હોય તેમાં શુદ્ધાત્મા જોતા જોતા જવું. આવી જાગૃતિ રહે તેને ‘ટોપ' પરની જાગૃતિ કહી. એથી ઉપરની ‘ટોપ મોસ્ટ’ જાગૃતિ કઇ કે હું આ ‘ચંદુભાઈ જોડે વાત કરું ત્યારે નિશ્ચયથી આ ‘ચંદુભાઈ કોણ છે તે લક્ષમાં રહીને વાત થાય, “એ શુદ્ધાત્મા છે” એ લક્ષમાં રહીને વાત થાય. જાગૃતિ તો બહુ ‘ટોપ'ની વાત છે.
પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધાં. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહી ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે.
પોતાના દોષ દેખાય ત્યારે સમજવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. જાગૃતિ વગર કોઇનેય પોતાનો દોષ દેખાય નહીં. સામાના દોષ કાઢવા હોય તો બસ્સો-પાંચસો કાઢી આપે ! જો આપણા દોષ કોઇને નુકસાન કરતા હોય તો ‘આપણે’ ‘ચંદુભાઇને કહેવું કે, ‘પ્રતિક્રમણ કરો.” કોઇને કિંચિત્માત્ર દુઃખ આપીને કોઇ મોક્ષે ગયેલો નહીં. રોજ કેરીનો રસ ને પૂરીઓ ખાતો હશે તો એનો વાંધો નથી, પણ આ દુ:ખ આપીને મોક્ષે જાય એ બને નહીં. અહીં ‘શું ખાય છે, પીવે છે', તેની ત્યાં કિંમત નથી. પણ ત્યાં તો કષાયનો જ વાંધો છે અને અજાગૃતિ ના રહેવી જોઇએ. જગતને ઊંઘતું કેમ કહેવાય છે ? કારણ કે ‘સ્વ-પર’નું ભાન નથી, પોતાનું, સ્વનું ને પરનું, હિતાહિતનું ભાન નથી રહ્યું. મોક્ષ માટે કષાયનો વાંધો છે.
ભાવ જાગૃતિ- સ્વભાવ જાગૃતિ
પ્રશ્નકર્તા : ભાવજાગૃતિ શું છે ?
દાદાશ્રી : ભાવજાગૃતિ એ ક્રમિકમાર્ગમાં હોય. અક્રમમાર્ગમાં સ્વભાવ- જાગૃતિ હોય. ભાવજાગૃતિ પ્રકૃતિનું ઘડતર કરે ને સ્વભાવજાગૃતિ પ્રકૃતિથી નિર્લેપ રાખે. મારાં પાંચ વાક્યો તમને સ્વભાવ જાગૃતિમાં રાખે. મેં તમારી ભાવજાગૃતિ ઉડાડી મૂકી છે. જગત આખું ભાવનિદ્રાથી સપડાયું છે.
પ્રશ્નકર્તા : એટલે ભાવજાગૃતિથી બીજ પડે ?
દાદાશ્રી : હાસ્તો. ‘હું ચંદુલાલ છું’ કરીને દાન કરવાનો ભાવ કરે તેને બીજ પડે. સ્વભાવ જાગૃતિમાં આવ્યા પછી તમે બોલો ખરા કે, “મારે
‘ટોપમોસ્ટ' જાગૃતિ !
અમારી જાગૃતિ ‘ટોપ’ પરની હોય, તમને ખબરેય ના પડે. પણ