________________
છે. સ્વરૂપજ્ઞાન વિનાની ભક્તિથી સંસારફળ મળે ને બન્ને સાથે થાય ત્યાં મોક્ષ આવી મળે ! બુદ્ધિનો પ્રવેશ ત્યાં અપરાભક્તિ ને માત્ર જ્ઞાન સાથેની ભક્તિ તે પરાભક્તિ, જે મોક્ષમાં ફલિત થાય. પરાભક્તિનો આવિર્ભાવ એ આ અક્રમમાર્ગની અણમોલ દેણગી છે !
૨૦. ગુરુ અને “જ્ઞાતી’ એક ફેરો ગુરુનું ખંડન કર્યા પછી ગમે તેવા, સન્નપાતના સંયોગો દેખાય તોય ગુરુનું ખંડન ના કરાય. નિંદા તો શું અવળો વિચાર પણ ગુરુ માટે ના કરાય. ભયંકર વિરાધના કહેવાય. તે ઠેઠ નર્ક પણ લઇ જાય !
સંસારમાં શુભાશુભનું શીખવાડે તે ગુરુ ને શુભાશુભ છોડાવી શુદ્ધમાં બેસાડે તે જ્ઞાની.
ગુરુની જરૂર કેટલી ? ગુરુ વિના તો બારાખડીય ના ભણાય, તો ગુરુ વિના ભગવાન ભજાય કેમ કરીને ? સ્ટેશને જવામાંય ગુરુની જરૂર. ડગલે ને પગલે ગુરુની જરૂર. ને મોક્ષ માટે તો એક માત્ર “જ્ઞાની' જોઇશે.
જયાં કંઈ પણ ‘કરવાપણું’ રહેતું નથી તે ‘જ્ઞાની'ની કૃપા. મુક્તિ અપાવડાવે તે ‘જ્ઞાની' !
‘રેલ્વેના પોઇન્ટમેન'ની જેમ સવળે પાટે ચઢાવે એ સાચા લૌકિક ગુરુ, ને પોઇન્ટ ફેર કરી નાખે તે આજના લૌકિક ગુરુ ! ગુરુ એટલે ભારે. પોતે ડૂબે ને બેસનારનેય ડુબાડે. ગુરુકિલ્લી સહિત ગુરુ હોય તો તે ડૂબવા ના દે. ‘આખા જગતનો હું શિષ્ય છું’ એ ગુરુકિલ્લી! “આ મારો શિષ્ય છે” એવું એક ક્ષણ પણ જેને ભાન ન વર્તે તેને શિષ્ય કરવાનો અધિકાર. | ગુસ્પદે હૃદયમાં એક ફેરો બેસાડયા પછી ગુરુના ગમે તેવા વિપરીત વર્તન, વાણી કે સનેપાતના, ગાંડપણના ઉદયોમાં પણ ખંડન ના કરે તે સાચો શિષ્ય, ગુરુ પ્રત્યેની અતુટ ‘સીન્સીયારિટી’ જ મોક્ષે લઇ જાય ! મંડાણ કર્યા પછી ખંડન કરવું ભયંકર જોખમ છે. ગુરુ એ પાંચમી ઘાતી છે. અવળું ના જોવાય. નહીં તો ગુરુ કરવા જ નહીં, આરાધના ના થાય તેનો વાંધો નથી, પણ વિરાધના તો ન જ થવી જોઇએ. આ કાળના પૂર્વ વિરાધક જીવો છે. ગુરુની ખોડ, નિંદા કાઢયા વિના સખણા બેસી ના રહે !
ગુરુ કરતા નથી, ગુરુ થઇ જાય છે. નજર પડતાં જ હૈયું ઠરી જાય તે ગુરુપદે હૃદયમાં સ્થાપિત થાય છે. બાકી ગુરુની પરીક્ષા કર્યા પછી સ્થાપન કરવાનું ઝવેરીપણું કોણે કેળવ્યું છે ?
સંસારમાં શુભમાર્ગે ચઢાવે તે ગુરુ ને મોક્ષ રોકડો પરખાવે તે ‘જ્ઞાની'!
૨૧. તપશ્ચર્યાતા હેતુ ! જપ, તપ, વ્રતની જરૂર કેટલી ? ‘ગિસ્ટ’ને ત્યાંની બધી જ દવા આપણને કામ લાગે ? જેને જે કોઠે લાગે તે જ લેવાય. આપણને કોઠે લાગી તે દવા સાચી, પણ તેથી કરીને બીજી દવાઓને ખોટી ના જ કહેવાય. એના માટે બીજા દર્દીઓ હોય. જપ-તપ આદિ શુભકર્મ બાંધે.
ખેંચી તાણીને, જાણીબૂજીને તપ કરવાનો આ કાળ નથી. આ કાળમાં તો એની મેળે આવી પડેલાં તપ સમતાપૂર્વક કરવાનાં. રેશન, કેરોસીન, ખાંડ, દૂધની અછતમાં હાયવોય કરતા, રાતદા'ડો તપતાં આ હત્ પુણ્યશાળીઓને વળી બીજા વધારાના તપ તે શાં તપવાનાં ?
‘જ્ઞાની'ને ત્યાગાત્યાગ સંભવે નહીં. એ તો જે આવે તેનો નિકાલ કરી નાખે ! ભગવાને વસ્તુના ત્યાગને ત્યાગ નથી કહ્યો, વસ્તુની મૂર્છાના ત્યાગને ત્યાગ કહ્યો ! ભગવાન તો મૂળને જ જુએ ને !!!
પૂજ્ય દાદાશ્રીની આજ્ઞા મુજબની જીવનમાં એક અગિયારસ થાય તેનું કલ્યાણ નિશ્ચિત છે. પાંચ ઇન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો ને અગિયારમું મન, નિરાહારી રાખે તે સાચી અગિયારસ. ઉપવાસથી તનની, ને મનની ને વાણીની શુદ્ધિ થાય, જો ઉપયોગપૂર્વક થયો તો ! આયંબીલ- એક જ ધાનનો આહાર. માત્ર તેની લિમિટ પદ્ધતસરની સચવાવાનો વિવેક હોવો જોઇએ. અજીર્ણના દર્દીએ ઉપવાસ અજીર્ણ મટે ત્યાં સુધી કરવો હિતાવહ છે. બાકી તપ, જપ ને ઉપવાસના સાધનો દ્વારા આત્મા જડે એવો નથી.
ઉણોદરી સમ કોઇ તપ નથી. પૂજ્ય દાદાશ્રીએ જીવનમાં સેમ્પલ પૂરતોય ઉપવાસ કર્યો નથી. હા, આખી જિંદગી ઉણોદરી કરેલું.
લાખ ઉપવાસ કરતાં કષાય ના ગયા તો તે ઉપવાસનું શું ફળ ?
26
27