________________
સુખ લેવાય, પણ તે જ છોકરો મોટો થઇ ‘તમારામાં અક્કલ નથી’ કહે કે ઊછીના સુખને Repay કરવાનું થયું ! માટે પહેલેથી જ કેમ ન ચેતીએ ? પુદ્ગલ પોતે વીતરાગ છે, એને જયારથી ‘પોતે’ ગ્રહે છે ત્યારથી ઉછીનો વ્યવહાર શરૂ થાય છે !
૧૪. સાચી સમજ ધર્મની લૌકિક ધર્મ સંસારી સુખ આપે, અલૌકિક ધર્મ સનાતન સુખ આપે. મિથ્યાત્વ સહિતની તમામ ક્રિયાઓથી સંસાર ફલિત થાય. અલૌકિક ધર્મ નથી ત્યાગમાં કે નથી ભોગમાં. ‘ત્યાગે સો આગે.” માથે જેટલા બોજાનું વહન થાય તેટલું જ સંઘરાય ! સાચો ત્યાગ તો આર્તધ્યાન, રૌદ્રધ્યાન ત્યજાવે તે !
ધર્મ તો તેનું નામ કે મુસીબતમાં રક્ષણ કરે ! આર્તધ્યાન, રૌદ્રધ્યાન થવા ટાણે ધર્મ હાજર થઇને આપણું રક્ષણ કરે ! અનંત અવતાર ધર્મ કર્યા પણ સમય આવ્યે જો આપણે રક્ષાયા નહીં તો તેને ધર્મ કર્યો કહેવાય જ કેમ ? ચિંતા થાય ત્યાં ધર્મ સમજાયો જ નથી કહેવાય !
ધર્મ થઇ પરિણમે તેનું નામ ધર્મ. કોઇ ગાળ ભાંડે ત્યારે ધર્મ મદદ ધાય. પરિણામ પામે તે ધર્મ, ને ના પામે તો અધર્મ. ઉપાધિમાં સમતા રહે તેને મોક્ષનો સિક્કો વાગ્યો જાણે.
ધર્મ પાળવાનો નથી, ધર્મને સિન્સિયર રહેવાનું છે. ભગવાનનાં દર્શન કરતી વખતે જોડે જોડે જોડાનાં ને દુકાનનાં દર્શન કરે તે ધર્મને સિન્સિયર છે એમ કેમ કરીને કહેવાય ? તમામ પ્રકારનાં દુ:ખોથી મુક્તિ કરાવે તે સાચો ધર્મ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી.
મૂર્તનાં દર્શન, અનંત અવતારથી કર્યો. મહીં બિરાજેલા અમૂર્તનાં એક ફેરો જ દર્શન થાય તો અનંત અવતારનું સાટું સરે !
આ બધી ખોટ કયારે પૂરી થઇ રહે ને તેય આ નાદારીના કળિકાળમાં ? હવે તો જ્ઞાનીનું શરણું સ્વીકારી મુક્તિ જ માંગી લેવાની,
તો જ ટૂંકામાં ઊકેલ આવે !
૧૫. વર્તતામાં ધર્મ ભગવાન આચરણને ગણતા નથી, હેતુને મહત્વ આપે છે. આચરણ એ ‘ડિસ્ચાર્જછે, જયારે ચાર્જ તો હેતુ પ્રમાણે થાય.
‘માનવભવ એળે ના જાય’ની નિરંતરની ચિંતવના કો'ક દા'ડે ફળે.
ક્લેશરહિત થવું તે જ મહાન ધર્મ. કલેશ છે ત્યાં ધર્મ નથી ને ધર્મ છે ત્યાં કલેશ નથી.
દયા રાખવી, શાંતિ, સમતા રાખવી, એ ધર્મસૂત્રો આ કાળમાં એળે જાય છે. જે કોટિ ઉપાય નથી રખાતું ત્યાં શું થાય ? તેથી ‘જ્ઞાની પુરુષ' નવો જ રાહ, નવાં જ રૂપમાં સામાન્યથી પણ સાધ્ય થાય તેવો ચીધે છે.
ક્રોધ-માન-માયા-લોભ થાય તેનો વાંધો નથી, પણ પછી તેનું પ્રતિક્રમણ કરવું. ચોરી કરે તેનો વાંધો નથી, પણ પછી તેનું પ્રતિક્રમણ કરવું, આટલી જ્ઞાનીની આજ્ઞા પાળે તેને તમામ ધર્મોનો સાર મળે. જ્ઞાનીને રાજી રાખવા તેના જેવો ઉત્તમ કોઇ ધર્મ નથી. જ્ઞાનીની આજ્ઞા પળાય ત્યાં જ્ઞાની રાજી રહે. અન્ય કશાથી નહીં. જ્ઞાનીની એક જ આશા ઠેઠ મોક્ષે લઇ જનારી છે !
જ્ઞાન તો પોતે જ ક્રિયાને લાવનારું છે. ‘ચોરી કરવામાં મઝા છે'નું જ્ઞાન ફીટ થતાં જ ચોરી થવા માંડે. જ્ઞાન ફરે કે પછી ક્રિયા ફરે જ ! જ્ઞાન ફેરવ્યા વિના ક્રિયા લાખ અવતારેય ના ફરે !
અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં પૌગલિક શક્તિઓ સહેજે મળે. ચોરી, હિંસા, અબ્રહ્મચર્યમાં શક્તિઓ સહજપણે ખર્ચાય. જયારે જ્ઞાન જાણવામાં પ્રાર્થના ને પુરુષાર્થ ઘટે ! પ્રાર્થના એટલે વિશેષ અર્થની માંગણી. તે પોતાના ‘શુદ્ધાત્મા’ પાસે અગર તો ‘જ્ઞાની’ પાસે મંગાય. અજ્ઞાન દશામાં ગુરુ, મૂર્તિ કે ઇષ્ટદેવીની પ્રાર્થના થાય. હૃદયદ્ધિવાળાની સાચી પ્રાર્થના અવશ્ય ફળે.
૧૬. રીલેટિવ ધર્મ ધર્મ વિજ્ઞાત નિષ્પક્ષપાતીપણું ત્યાં વીતરાગ ધર્મ. વીતરાગ ધર્મ એ સૈદ્ધાંતિક