________________
‘જ્ઞાની'નો નિત્યક્રમ શું ? ‘જ્ઞાની” નિરંતર આત્મચર્યામાં જ હોય. મોક્ષમાં જ હોય. પોતાની જ વાણીને ‘ટેપરેકર્ડ’ કહીને માલિકીભાવના તમામ કરાર ફાડી નાખે છે ! આવા સમર્થ નિમિત્ત હોય તે તો ઉપાદાનની કચાશ પણ ચલાવી લે !
પ્રેમ વિના ભક્તિ ના જન્મ. આખો દિ' ભગવાન ભુલાય જ નહીં એ પ્રેમલક્ષણા ભક્તિ.
જ્ઞાનીએ સ્વયં નિર્દોષ થઇ, નિર્દોષ દૃષ્ટિ કરી, આખા જગતને નિર્દોષ ભાળ્યું. શુદ્ધાત્મા દોષ કરતો હોય તો તે દોષિત ગણાય. એ તો સંપૂર્ણ અકર્તા છે, પછી દોષ જોવાનો રહે જ કયાં ? ‘ડિસ્ચાર્જ'માં કોઇનો દોષ ક્યાંથી હોય ? એક પણ જણ જો દોષિત દેખાય ત્યાં શુદ્ધિ નથી, ત્યાં ઇન્દ્રિયજ્ઞાન છે, આત્મજ્ઞાન નહીં ! વિચાર કરીને મારનારો કુદરતનો ગુનેગાર ને ખરેખર મારનારો જગતનો ગુનેગાર ઠરે છે. બન્નેને ન્યાય મળે જ છે. વિચારમાં મારનારો આવતા અવતારનો ગુનેગાર બને છે જયારે ખરેખર મારનારાને આ અવતારમાં જ દંડ થઇ નિકાલ થઇ જાય છે !
‘મેં ખાધું' બોલવાનો વાંધો નથી, પણ અંદરખાને જાણવું જોઇએ કે “કોણ ખાય છે ?”
મળ્યું તે આત્મજ્ઞાન નથી, મહીં પ્રગટ થયું તે આત્મજ્ઞાન.'એમ દાદાશ્રી કહે છે. જ્ઞાનીની આજ્ઞા પળાય તે જ જ્ઞાનીની કૃપા ખેંચી લાવે છે.
જયાં શબ્દો સીમિત બને છે, સમજણ ટૂંકી પડે છે, જયાં કોઇ ઉપમા નથી, જે સ્વયં ઉપય છે, એવા જ્ઞાનીનું શું વર્ણન થાય ? જે નિરંતર આત્મામાં રહે છે, મનમાં નથી, વાણીમાં નથી, દેહમાં નથી. જયાં કિંચિત્માત્ર અહંકારને સ્થાન નથી. જયાં ક્રોધ, માન, માયા, લોભનું નિર્વાણ થયું છે, તે ‘જ્ઞાની’ નમ્રતા તો સામાન્ય ગુણ છે. જ્ઞાની તો નિરહંકારી હોય. ગાળ ભાંડનારનેય આશીર્વાદ આપે ! જ્ઞાની નિસ્પૃહ ના હોય, તેમ જ સસ્પૃહેય ના હોય, એ તો સસ્પૃહ-નિઃસ્પૃહ હોય. સામાના ભૌતિક સુખો માટે નિઃસ્પૃહ ને આત્મા માટે સહ.
‘જ્ઞાની'ની વાણી વીતરાગતાસહિત, રાગદ્વેષરહિત હોય, જે વાણી
સાંભળ્યા વિના કોઇને મોક્ષ પ્રાપ્તિ થવી અસંભવ છે ! ‘જ્ઞાની’ની વાણીમાં નથી કોઇનું ખંડન કે નથી નિજમતનું ખંડન ! નથી કોઇનો વિરોધ કે નથી કોઇને “ખોટું છે' એમ કહેવાપણું. એ વાણી સ્યાદ્વાદ છે, કે જયાં નથી વાદ, નથી વિવાદ કે નથી સંવાદ. નિમિત્તાધીન સહજભાવે વહેતો એ છે કારુણ્ય નીતરતો અઅલિત પાતાળી ઝરણપ્રવાહ !!!
૧૦. અક્રમ માર્ગ જયાં ચૌદ લોકના નાથ પ્રગટ થયા છે એવા “જ્ઞાની પુરુષ' અર્થાત દેહધારી સ્વયં પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય, ત્યાં કંઇ જ કરવાપણું રહેતું નથી, માત્ર તેમની આજ્ઞામાં વર્તી, પંઠે પૂંઠે વહી જવાનું છે. એવા ‘જ્ઞાનીપુરુષ’ આ કાળમાં પ્રગટયા છે, જેમની કૃપાપ્રસાદી પામી ‘અક્રમવિજ્ઞાન' દ્વારા “અક્રમમાર્ગ' અર્થાત્ લિફટમાં બેસી આત્મજ્ઞાનનાં ઉત્તુંગ શિખરો કલાકમાં જ સર થાય છે !!! આ અપવાદ માર્ગની સિદ્ધિ અદ્ભુત, અદ્ભુત છે !!!
આવા કળિકાળમાં અક્રમમાર્ગનો ભવ્ય ઉદય આવ્યો છે ! આ અધ્યાત્મ વિજ્ઞાનની અપૂર્વ ભૂમિકા છે ! અવિરોધાભાસ અખંડપણે સમસ્ત વાણીમાં વિદ્યમાન છે. અનંત અવતારનાં પાપોને કલાકમાં ભસ્મીભૂત કરી, આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ કરાવે, જયાં ઉપાદાનની જાગૃતિ કે અજાગૃતિ જોવાતી નથી, અક્રમ વિજ્ઞાનીનાં જબરદસ્ત પાવરફુલ નિમિત્તના સુયોગ થકી જાગૃતિ ટોચ પર બિરાજે એવી દશા સાધકોને સધાય છે, જયાં કષાયો સંપૂર્ણપણે કપાય છે, અહંકાર મમતા વિલય થાય છે, જયાં કંઇ જ ‘કરવાપણું’ રહેતું નથી, કેવળ આત્મસુખનું વેદન સંવેદવાનું છે, એવી દશાની પ્રાપ્તિ કરાવનાર એ “જ્ઞાની’ નહીં, ‘વિજ્ઞાની'ની અક્રમની એકળ સિદ્ધિ તો જુઓ !!!!
૧૧. આત્મા અને અહંકાર ‘હું ચંદુલાલ છું, આ બાઇનો ધણી છું, આ છોકરાનો બાપ છું, હું બિઝનેસમેન છું, હું જાડો છું, હું ગોરો છું.’ એવી અનેક ‘રોંગબીલિફો’નો અંચળો ઓઢાવાયો છે. પોતાની ‘રાઇટ બીલિફ’ પર, શુદ્ધ દર્શન ને જ્ઞાન પર ! ‘જ્ઞાની પુરુષ' એ ‘રોંગ બીલિફ’ને ‘ફેક્ટર’ કરી નાખી તમામ પ્રકારનાં આવરણો ઉડાડી મૂકે છે ને સમ્યક દર્શનનું ભવ્ય દ્વાર ખૂલે છે!
18