Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ ત્યાં લોકસંજ્ઞાનો લોપ થાય ! સામા માટે થયેલો સહેજ પણ અવળો વિચાર સામાને સ્પર્શી, પછી ઊગી નીકળે ત્યાં ‘શૂટ ઓન સાઇટ' પ્રતિક્રમણ સ્પંદનને સામા સુધી પહોંચતા અટકાવે છે. અગર તો પહોંચેલાને ભૂંસી નાખે છે. અને અભિપ્રાય ભૂંસાતા જ એ વ્યક્તિ સાથેના વાણી વર્તનમાં સાહજિકતા તરી આવે છે, જે સામાને સ્પર્યા વિના રહેતી નથી. આનાથી વિરુદ્ધ, દોષવાળા અભિપ્રાય સહિતની દૃષ્ટિ સામાના મન પર છાયા નાખે છે. જેથી એની હાજરીનો પણ અણગમો વર્તે છે. અભિપ્રાય બદલવા પ્રતિસ્પર્ધી અભિપ્રાય મૂકવો. ચોર છે એ અભિપ્રાય છેદવા ચોરને શાહુકાર છે, શાહુકાર છે, કહેવું પડે, અને અંતે ખરેખર તો એ શુદ્ધાત્મા છે. એવી દૃષ્ટિ મૂકવી પડે ! અભિપ્રાય એ તંતીલી વાણીનું કારણ છે, જયારે શંકા એ અભિપ્રાયનું કારણ છે. “અભિપ્રાય બુદ્ધિના આશયને આધીન છે.’’-દાદાશ્રી. બુદ્ધિએ જેમાં સુખ માન્યું તેના આધારે અભિપ્રાય પડે. ફ્રેંચકટમાં સુખ માન્યું ત્યાં ફ્રેંચકટનો અભિપ્રાય પડે. ‘સ્વરૂપ જ્ઞાન’ પછી અનંત સમાધિને કોણ અટકાવે છે ? અભિપ્રાય! બે-પાંચ મોટા મોટા અભિપ્રાયો ઊડયા કે મુક્તદશા માણવા મળે !! ક્રિયાથી બીજ નંખાતુ નથી પણ તે નંખાય છે હેતુથી, અભિપ્રાયથી ! આવકારવા યોગ્ય અભિપ્રાય કોઇ હોય તો એક બ્રહ્મચર્યનો ને બીજો આ દેહ દગો છે તેનો ! અભિપ્રાય અહંકારના પરમાણુનો બનેલો છે. અભિપ્રાય, વ્યક્તિત્વ દેખાડે, દૃષ્ટિ જ બદલાવી નાખે. મડદાલ અભિપ્રાયનો વાંધો નથી, ખેંચવાળા અભિપ્રાય જ્ઞાનને આવરે છે ! અચેતનના અભિપ્રાય છૂટવામાં આપણી વારે વાર. જયારે મિશ્રચેતન સાથેના બાંધેલા અભિપ્રાય આપણા છોડયા પછી પણ એ આપણને નહીં છોડે ! જેનાં મોઢાં મચકોડાય એવા મિશ્રચેતન માટે અભિપ્રાય બાંધી કેવી 14 મોંકાણ મંડાય છે ! અભિપ્રાયે અંતરાય નોતરાય. અભિપ્રાયોના અંતરાયોનું જોખમ ભારે છે, જયાંથી છૂટવાનું ત્યાં જ વધુ બાંધે ! તે પ્રતિષ્ઠિત આત્માનો અભિપ્રાય ઊભો થયો ને તે મુજબ આ પૂતળું ચાલવાનું, તેમાં ‘શુદ્ધાત્મા’ માત્ર ‘ઉદાસીન ભાવે’ હાજરી આપી રહ્યા છે! ૬. આવડતતો અંધાપો સંસારનું કશું જ ના આવડે તે ‘જ્ઞાની’. અન્યને પ્રબુધ લાગતા ‘જ્ઞાની’ ખરેખર તો અબુધ જ હોય. જ્ઞાની કહે છે, અમને તો આ સિત્તેર વર્ષે દાઢીય કરતાં નથી આવડતી. પોતે કશાકમાં ‘એક્સપર્ટ’ છે એમ માનનારા પોતાની જાતને ને બધાને છેતરે છે. ‘એક્સપર્ટ’ કોઇ થઇ શકે જ નહીં, એ તો કુદરતી બક્ષિસ છે. જ્ઞાની તો આત્મવિજ્ઞાનના ‘એક્સપર્ટ’ હોય. મનની જરૂરિયાત, ચિત્તની જરૂરિયાત, બુદ્ધિની, અહંકારની, બધાની જરૂરિયાત લઇને જ પોતે આવેલો હોવાથી કુદરત તેને બધું જ ‘સપ્લાય’કરે છે. તેમાં પોતાનો શો પુરુષાર્થ ? કુદરત જ્યારે પૂરું પાડતી જ હોય છે, ત્યારે પોતે સહજ ચિત્ત રાખવાનું, ત્યાં ઉપયોગ બગાડવાનો ના હોય. જીવનનું આ તારણ તો કાઢવું જ પડશે ને ? ૭. અંતરાય ‘હું ચંદુભાઇ છું’ કહ્યું કે પડયો અંતરાય ! પોતે પરમાત્મા જ છે, તેને ચંદુભાઇ માની લીધા ! પોતે બ્રહ્માંડનો સ્વામી, અનંત શક્તિનો ધણી, ચાહે તે મેળવી શકે તેમ હોવા છતાં કેમ વસ્તુ ભેગી થતી નથી ! અંતરાય પાડયા તેથી. અંતરાયથી શક્તિ આવરાય ! ઇચ્છા અંતરાયને નોંતરે. હવાની ઇચ્છા નથી હોતી તો તેનો અંતરાય પડે છે ? ‘જ્ઞાની’ને નિર્-ઇચ્છક પદ, નિર્-અંતરાયપદ હોય. કશાની તેમને ભીખ ના હોય. અંતરાય કેવી રીતે પડે ? કોઇ આપતું હોય ને પોતે તેમાં ડખલ કરે આંતરો પાડે તેનાથી. 15

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 186