________________
અજ્ઞાનદશામાં અવળા વિચારોનું ઉપરાણું લેવાય, જયારે જ્ઞાનદશામાં તેનું તુર્ત જ પ્રતિક્રમણ થાય. શુભ કાર્યમાં અનુમોદના સ્વ-પર લાભકારી નીવડે. અન્યને અનુમોદ્યા તો આપણને એવા જ અનુમોદનાર આવી મળશે! સામાને અક્કલ વગરનો કહ્યો, તેનાથી પોતાની અક્કલ પર અંતરાય પાયો!
મોક્ષમાર્ગમાં આવનારા અંતરાય સામે પોતાનો દેઢ નિશ્ચય રહે ત્યાં પોતાની શક્તિઓ ખીલતી જાય. અનિશ્ચયથી જ અંતરાય પડે. નિશ્ચય અંતરાય તોડે. આત્માનો નિશ્ચય થતાં તમામ અંતરાયનો અંત આવે.
સાંસારિક બુદ્ધિના અંતરાયો ગાંઠ સમાન ને ધાર્મિક બુદ્ધિના અંતરાયો ઘોડાગાંઠ સમાન હોઇ, અનંત અવતાર ૨ખડાવે. ‘હું કંઇક જાણું છું’ એ ભાવ અધ્યાત્મમાં મોટામાં મોટો અંતરાય પાડે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય છે, ત્યાં કંઇ જ જાણ્યું નથી, એ ફલિત થાય છે.
મોટામાં મોટો અંતરાય તે જ્ઞાનાંતરાય. “અધ્યાત્મમાં અન્ય કંઇ જ સમજતા નથી, પોતે જ સમજે છે.” એનાથી અથવા કોઈ ‘સ્વરૂપજ્ઞાન” પામવા જાય ત્યાં આડખીલી બને, સાચા ‘જ્ઞાની’ મળ્યા છતાં મનમાં થાય કે આવા તો ઘણા ‘જ્ઞાની' જોયા - એ બધા જ જ્ઞાનાંતરાય પાડે છે. ત્યાં મનમાં ભાવ થાય કે, ‘જ્ઞાની’ આવ્યા છે, પણ મારાથી જવાતું નથી. તો તે અંતરાય તોડે.
૮. તિરસ્કાર - તરછોડ ‘મને આવડતું નથી.’ એમ થયું કે આવડત પર અંતરાય પડે. ને ‘મને કેમ ના આવડે ?” એમ દેઢપણે થાય ત્યાં અંતરાય તૂટે.
‘કલાકમાં તે મોક્ષ હોતો હશે ?” એ ભાવ થતાં જ મોક્ષનો અંતરાય પાડયો ! બુદ્ધિથી મપાય એવું આ વિશ્વ નથી.
જ્ઞાની પુરુષ જ્ઞાનાંતરાય-દર્શનાંતરાય તોડી આપે, પણ જયાં વિનયધર્મ ખંડિત થતો હોય ત્યાં ‘જ્ઞાની” પણ અસમર્થ હોય. ‘જ્ઞાની’ માટે તો એક પણ અવળો વિચાર ના આવવો જોઇએ. જ્ઞાની પાસે જવામાં આવનારા અંતરાયો માટે ‘જ્ઞાની”ની પ્રાર્થના વિધિમાં એ અંતરાય તોડી આપવાની માગણી થવાથી તે અંતરાય તૂટે છે ! અંતરાય તો ભાવથી તૂટે છે !
અંતરાય તો ભાવથી તૂટે ને ભાવ સમય પાક્ય થાય.
આત્મજ્ઞાનીને અંતરાય સંયોગ સ્વરૂપી હોય, જે વિયોગી સ્વભાવના છે, ને પોતે ‘શુદ્ધાત્મા’ તો અસંયોગી-અવિયોગી છે.
જેનો તિરસ્કાર તેનો ભય, તિરસ્કારમાંથી ભય જન્મે. કોર્ટનો, પોલીસનો તિરસ્કાર તેમના પ્રત્યેનો ભય જન્માવે.
તિરસ્કાર ‘માઇલ્ડ’ ફળ આપે જયારે તરછોડ ભયંકર અંતરાય પાડે. કોઇને તરછોડ ના વાગે તેવી જાગૃતિ જોઇએ. જેને આપણાથી તરછોડ વાગે તે આપણા માટે કાયમ કમાડ બંધ રાખે. વાણીથી વાગેલી તરછોડ ઊંડા, અણરૂજ્યા ઘા પાડે છે ! એક પણ જીવને તરછોડ વાગી, તો મોક્ષ અટક્યો જાણો. એવું તરછોડમાં જોખમ સમાયેલું છે !
૯. વ્યક્તિત્વ સૌરભ ‘જ્ઞાની પુરુષ'નું વ્યક્તિત્વ નિરાળુ હોય, જેને આત્મા સિવાય કશામાં પ્રીતિ નથી. મન, વચન કાયાથી તદ્દન નિરાળાપણે આત્મામાં જ વર્તે છે. ધંધો કરવા છતાં વીતરાગે વર્યા એ અક્રમજ્ઞાનીની સિદ્ધિઓ તો જુઓ ! જયાં વ્રત નથી થયું, નિયમ નથી થયો, માત્ર ચોવિહાર, ઉકાળેલું પાણી ને ‘શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતો'નું તેમ જ સર્વધર્મનાં શાસ્ત્રોનું વાચન-મનન હતું. બાકી કુદરતી રીતે જ આ અજાયબ અક્રમવિજ્ઞાન પ્રગટયું ! ૧૯૫૮ની સમી સાંજે સુરત સ્ટેશનના બાંકડા પર જ્ઞાન પ્રગટ થતાં પૂર્વે ભયંકર ભીડમાંય અંતરમાં નીરવ શાંતિ થઇ, પણ તેય અહંકાર મિશ્રિત જ ને ? અને જયાં ઝળહળ પ્રકાશ ઝળકયો, આખા બ્રહ્માંડને જ્ઞાનમાં જોયું, દેહથી, મનથી, વાણીથી પોતે તદ્દન છૂટા પડી ગયેલા-એવો અનુભવ થયો, જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદમાં પાંગરતાં જ આ અવનીના ઈતિહાસનો ભવ્યાતિભવ્ય દિન ઊગ્યો ! અહંકાર ખલાસ થઇ ગયો ! મમતા ખલાસ થઇ ગઇ !! એમના શ્રીમુખેથી વહેવા માંડેલી વીતરાગ વાણી જ એમની આધ્યાત્મિક પૂર્ણતાનું પ્રમાણ હતું ને આ કળિકાળનું અગિયારમું આશ્ચર્ય, અક્રમવિજ્ઞાન - અસંયતિ પૂજા જગતથી છાનું ના રહ્યું. એક પછી એક એમ કરતાં કરતાં વીસ વર્ષોમાં વીસ હજાર પુણ્યાત્માઓ એને, એક્રમમાર્ગે આત્મ વિજ્ઞાનને પામ્યા અને એ જ મોટી અજાયબી છે !
16
17