Book Title: Aptavani 04 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ ભૌતિકમાં જગત જાગે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે ને અધ્યાત્મમાં જગત ઊંઘે ત્યાં જ્ઞાનીઓ જાગે ! સંસારી જાગૃતિ અહંકાર સહિત છે, ને જયાં નિર્અહંકારી જાગૃતિ ત્યાં મુક્તિ ! ૨. ધ્યાત ધ્યાન શું છે ? ધ્યાન એ કરવાની ચીજ નહોય. ધ્યાન તો સહેજે ઉત્પન્ન થાય છે. ધ્યાન એ પરિણામ છે. જગત જેને ધ્યાન કહે છે તે ધ્યાન, ધ્યાન નથી, પણ એકાગ્રતા છે. વીતરાગોએ ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં. કોઇ ગાળ દે, ત્યારે અંદર અવળાં પરિણામો ઊભા થાય, રૌદ્રપરિણામ ઉત્પન્ન થાય તેને રૌદ્રધ્યાન કહ્યું અને આ પરિણામની અસર પોતાને તેમ જ સામાને પહોંચે ! હવે જયારે એ અસર પોતા સુધી જ સીમિત રહે, અન્યને સહેજ પણ ઝાળ ના પહોંચાડે, તે આર્તધ્યાન. મારું શું થશે ? ભવિષ્યની ચિંતા, એ આર્તધ્યાનમાં સમાય, અસર ઉપજાવનારા પ્રસંગોમાં, આ તો મારાં જ કર્મના ઉદય છે, સામો નિમિત્ત છે, નિર્દોષ છે, એવું પરિણામ ઊભું થાય તે ધર્મધ્યાન. પોતાનું સ્વરૂપ ‘શુદ્ધાત્મા’ છે એવું નિરંતર લક્ષમાં રહે. સામામાં શુદ્ધાત્મા દર્શન રહ્યા કરે એ શુકલધ્યાન. ધ્યેય નક્કી થાય, અને પોતે ધ્યાતા થાય, પછી બન્નેનું અનુસંધાન થાય ત્યારે ધ્યાન સહેજે ઉત્પન્ન થાય. ધ્યેય નક્કી થવામાં અહંકારનું અસ્તિત્વ છે, ધ્યાનમાં નહીં. ક્રિયામાં અહંકાર હોય, ધ્યાનમાં નહીં. ક્રિયા એ ધ્યાન નથી પણ ક્રિયામાંથી જે પરિણામ ઉત્પન્ન થાય છે તે ધ્યાન છે, જેમાં અહંકાર નથી. ધ્યાન કરાતું નથી. થઈ જાય છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન થઇ જાય છે. કોઇ તેને કરતું નથી, ધર્મધ્યાન ને શુકલધ્યાન પણ સહજ થાય છે. આર્તધ્યાન થઇ ગયા પછી ‘હું આર્તધ્યાન કરું છું' એ માન્યતા ફરી વળે ત્યાં અહંકાર છે. આર્ત, રૌદ્ર, ને ધર્મધ્યાનમાં ધ્યાતા અહંકાર છે. શુકલધ્યાનમાં અહંકાર ધ્યાતા નથી, એ તો સ્વાભાવિક પરિણતિ છે. શુકલધ્યાન એ આત્મપરિણતિ છે. આત્મધ્યાન સિવાય અન્ય કોઇ ધ્યાનનું મોક્ષને માટે મહત્વ નથી. આત્મધ્યાન નિરંતર સમાધિમાં રાખે. 10 રાગદ્વેષ કાઢવા માટે ધ્યાન કરવાનું નથી. વીતરાગ વિજ્ઞાન જાણે તો રાગદ્વેષ જાય. ૩. પ્રારબ્ધ પુરુષાર્થ પ્રારબ્ધ અને પુરુષાર્થની ભેદરેખા સમજ્યા વિણ ‘પોતાનું’ કર્તાપણું, અકર્તાપણું કેટલું તે શીદને સમજાય ? જગત આખું આ અણઉકલ્યા કોયડામાં સપડાયું છે. દર અસલ પુરુષાર્થ-ધર્મમાં આવેલા ‘જ્ઞાની પુરુષ’ વિણ કોણ આ ભેદ પમાડે ? વિશ્વમાં આ કાળમાં પ્રથમવાર પ્રારબ્ધ અને પુરુષાર્થના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદો સંપૂજ્યશ્રી દાદાશ્રીની વાણી થકી ખુલ્લા થયા છે, જે મુમુક્ષુને નવો રાહ ચીંધે છે. પાંચ ઇન્દ્રિયોથી જે જે થાય છે તે પુરુષાર્થ નહોય, બધું જ પ્રારબ્ધ છે. સવારથી સાંજ સુધી દોડધામ કરે, નોકરી-ધંધો કરે, શ્વાસ લે-મૂકે, પુસ્તકો વાંચે, શાસ્ત્રો વાંચે, સામાયિક કરે, જપ-તપ કરે એ બધું જ પ્રારબ્ધ છે. ખોરાક ખાધા પછી પાચનમાં આપણો શો પુરુષાર્થ ? મહીંની મશીનરી આટલી સુંદર રીતે ‘આપણી' ડખલ વિના કુદરત ચલાવે છે તો શું તે બહારનું ના ચલાવી લે ? ખરેખર તો એ જ ચલાવે છે. પણ તે સંબંધીના અજ્ઞાનને લઇને અહંકાર કર્યાં વિના રહી ના શકે કે ‘હું કરું છું’ ! નર્મદાના નીરમાં વહેતા ભેખડો સામસામી ટીચાતી, અથડાતી અંતે ભાડભૂજ આગળ શાલિગ્રામના દેવતા બની જાય છે. તેમાં કોનો શો પુરુષાર્થ ? ને બીજા પથરા રહી દરિયામાં ડૂબ્યા તેમાં તેમનો શો પ્રમાદ ? આમાં કોનું, કેટલું કર્તાપણું ? આ તો જેને જે સંયોગ બાઝ્યો તે બન્યું ! સમસરણ માર્ગમાં અથડાતા કૂટાતા જીવો અંતે હિન્દુસ્તાનમાં જન્મ પામે છે, ને તેમાં જો કદી સમર્થ ‘જ્ઞાનીપુરુષ’ ભેટી ગયા અને તેમના થકી સમકિત લાધી ગયું તે થઇ ગયો શાલિગ્રામ ! સમકિત થયા પછી જ ‘પુરુષ’ થઇ ‘રિયલ’ પુરુષાર્થમાં આવે છે, ત્યાં સુધી ભ્રાંત પુરુષાર્થ જ કહેવાય. પુદ્ગલ પરિણતિમાં કયાંય રાગદ્વેષ ના થાય તે ‘રિયલ’ પુરુષાર્થ. અહંકારના અસ્તિત્વને કારણે કર્મબીજ પડયા જ કરે છે, જે પરિણામ પામી કડવાં કે મીઠાં ફળ આપે જ છે. હવે ત્યાં અવળા પરિણામને સવળામાં ફેરવવું તે ભ્રાંત પુરુષાર્થ ! સંયોગ બાઝ્યો તે પ્રારબ્ધ ને તેમાં સમતા રાખે તે પુરુષાર્થ. લપસી પડવાના સંયોગમાં ધરી રહેવું તે પુરુષાર્થ. આર્તધ્યાન 11Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186